કાર રસ્તા વચ્ચે હવામાં ઉછળી, વીડિયોમાં જુઓ કેવી રીતે મિની ટ્રકનું વ્હીલ બન્યું અકસ્માતનું કારણ

ઘણી વખત રોડની વચ્ચોવચ જઈ રહેલા હાઈસ્પીડ વાહનો બાજુમાં આવતા વાહનો માટે સમસ્યા બની જાય છે. આજે સોશિયલ મીડિયામાં આવો જ એક વીડિયો જોવા મળ્યો. જેમાં તેજ ગતિએ જઈ રહેલી એક કાર અચાનક હવામાં ઉછળતી જોઈ શકાય છે.આ વિડિયો જોઈને તમને હંમેશ આવી જશે, કારણ કે આ કાર તેની બાજુમાં પસાર થઈ રહેલી હાઈસ્પીડ મીની ટ્રકના વ્હીલને કારણે હવામાં પલટી ગઈ હતી. આ વીડિયો અમેરિકાના લોસ એન્જલસનો જણાવવામાં આવી રહ્યો છે.

આ વીડિયો ગયા મહિને એટલે કે માર્ચ મહિનામાં લોસ એન્જલસ ફ્રીવે પર થયેલા અકસ્માતનો છે. જો કે, સારી વાત એ છે કે આ અકસ્માતમાં કોઈએ જીવ ગુમાવ્યો નથી. આ વીડિયો બ્રિટિશ અખબાર ધ સન દ્વારા તેના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 7 લાખ 70 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે જ આ વીડિયોને અત્યાર સુધી ઘણી લાઈક્સ અને રીટ્વીટ મળી ચુકી છે.

Shocking moment car is launched 10 feet into air after being hit by stray loose tyre on motorway caught on Tesla camera | The Sun
image soucre

વીડિયોમાં જોઈ શકાય છે કે લોસ એન્જલસ ફ્રીવે પર તમામ વાહનો ખૂબ જ ઝડપે જઈ રહ્યા છે. એક કાર પણ ઝડપથી જઈ રહી છે. દરમિયાન તેમની પાસેથી એક મીની ટ્રક પસાર થાય છે. ત્યારે જ મીની ટ્રકનું એક આગળનું વ્હીલ નીકળીને કારની સામે આવે છે. કારની સામે વ્હીલ આવતાની સાથે જ કાર હવામાં દસ ફૂટ ઉછળે છે અને પછી જમીન પર ફરીને સીધી થઈ જાય છે. જ્યારે મીની ટ્રક આગળ જઈને ડિવાઈડર પાસે ઉભી રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *