કોંગ્રેસ માટે પ્રચાર કરનાર રવિન્દ્ર જાડેજાના પિતા અને બહેનને જવાબ આપતા પત્ની રીવાબાએ કહી જોરદાર વાત

ગુજરાતની ચૂંટણીમાં જામનગર ઉત્તરના ભાજપના ઉમેદવાર અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ બુધવારે જણાવ્યું હતું કે મારા સસરા અને નણંદએ મને આ ચૂંટણીમાં સમર્થન આપ્યું નથી, તેઓ કોંગ્રેસ પક્ષના સભ્યો છે. પ્રચાર કોઈ સમસ્યા નથી, મારા માટે કંઈ મુશ્કેલ નથી. આ પહેલીવાર નથી જ્યારે એક જ પરિવારમાં અલગ-અલગ વિચારધારાના લોકો આવી રહ્યા હોય. રીવાબાએ કહ્યું કે લોકોનો ટેકો ભાજપ સાથે છે.

image source

જામનગર ઉત્તરના ઉમેદવાર રીવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા જ ભાજપમાં જોડાયા હતા. આ પહેલા તે કરણી સેનાની મહિલા વિંગના પ્રમુખ પણ રહી ચુક્યા છે. રીવાબાએ વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રીવાબા જાડેજા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.

રીવાબા આત્મીય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, રાજકોટમાંથી એન્જીનીયરીંગ સ્નાતક છે. રીવાબા રાજકોટમાં આવેલી રેસ્ટોરન્ટ ‘જદ્દુસ ફૂડ ફિલ્ડ’ના માલિક પણ છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે થવાનું છે અને ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો માટે પ્રથમ તબક્કા માટે મંગળવારે પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે.

image source

આ ચૂંટણીમાં રીવાબા જાડેજાના સસરા અને નણંદે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે. મંગળવારે એક વીડિયોમાં રિવાબાના સસરાએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી હતી. રીવાબા અને તેની નણંદ નયના જાડેજા વચ્ચેના સંબંધો ભૂતકાળમાં પણ તોફાની રહ્યા છે. નયના જાડેજા 2019માં કોંગ્રેસમાં જોડાઈ હતી. આ બેઠક પર નયના જાડેજાએ રીવાબા સામે પ્રચાર કર્યો છે. નયના જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ કોંગ્રેસ માટે પ્રચાર કર્યો હતો અને લોકોને રીવાબાને મત ન આપવા જણાવ્યું હતું. તેમની અપીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે રીવાબાએ પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન રિવાબાને તેમના પતિ રવિન્દ્રનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *