આ છે દુનિયાના સૌથી ટોપ બીચ….અહીંયા દરિયા કિનારે મળશે જોરદાર નઝારો..

બીચ પર હંમેશા લોકોની ભીડ હોય છે, હવામાન ગમે તે હોય, લોકો હંમેશા બીચ પર સવાર-સાંજ બેસવાનું પસંદ કરે છે. ભારત સહિત દુનિયાભરના લોકોને બીચ પર મજા કરવી ગમે છે.પરંતુ શું તમે જાણો છો કે દુનિયાના ટોપ 10 બીચ કયા છે? જો તમે નથી જાણતા તો ઠીક છે, આજે આ લેખમાં અમે તમને તે જ જણાવીશું. આવો જાણીએ વિશ્વના સૌથી સુંદર બીચ વિશે.

બાયડો સાંચો બીચ (બ્રાઝિલ) નંબર વન પર

Photo
image socure

આ બીચ બ્રાઝિલમાં સ્થિત યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. બ્રાઝિલનો આ એક ખૂબ જ અદભૂત બીચ છે, જ્યાં કાચબા, માછલીઓ અને ડોલ્ફિન જોઈ શકાય છે. આ બીચને બ્રાઝિલમાં પ્રીમિયર ડાઇવિંગ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇગલ બીચ (અરુબા)

ઈગલ બીચ અરુબામાં સ્થિત છે.આપને જણાવી દઈએ કે તે અરુબાનો સૌથી પહોળો બીચ છે. આ બીચના કિનારે, તમને નરમ સફેદ રેતી જોવા મળે છે. આ સાથે, તેને વિશ્વના શ્રેષ્ઠ બીચમાંથી એક તરીકે રેટિંગ આપવામાં આવ્યું છે.

કેબલ બીચ (ઓસ્ટ્રેલિયા)

Cable Beach: A Guide To Know Everything About This Beauty
image socure

કેબલ બીચ એ પૂર્વ હિંદ મહાસાગર પર સફેદ રેતીનો બીચ છે. કેબલ બીચનું નામ 1889માં બ્રૂમ અને જાવા વચ્ચે નાખવામાં આવેલ ટેલિગ્રાફ કેબલ પરથી રાખવામાં આવ્યું હતું.

રેનિસ્ફજારા બીચ (આઇસલેન્ડ)

રેનિસ્ફજારા આઇસલેન્ડના દક્ષિણ કિનારે એક લાંબો બીચ છે, જે વિક શહેરની નજીક સ્થિત છે. આ બીચ ગ્લેશિયર્સ, સુંદર દૃશ્યો અને સુંદર સૂર્યાસ્ત માટે જાણીતું છે.

ગ્રેસ બે બીચ (પ્રોવિડેન્ટલ્સ)

Grace Bay Beach, Turks & Caicos: The Full Guide | BEACHES
image socure

આ નૈસર્ગિક બીચ ટર્ક્સ અને કેકોસ ટાપુઓની ઓળખ છે. જો કે, તે અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે. ગ્રેસ બેને હાલમાં વર્લ્ડ ટ્રાવેલ એવોર્ડ્સ ‘વર્લ્ડ લીડિંગ બીચ ડેસ્ટિનેશન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે, તે TripAdvisorના વિશ્વના શ્રેષ્ઠ બીચમાં બીજા સ્થાને છે.

પ્રેયા દા ફ્લેસિયા બીચ (પોર્ટુગલ)

આ બીચ દરિયાકિનારે લગભગ 6 કિલોમીટર લાંબો છે. આ બીચ ઊંચા પાઈન વૃક્ષો અને ખડકોથી ઘેરાયેલો છે. પ્રકૃતિને પ્રેમ કરતા મોટાભાગના લોકો અહીં આવે છે, લોકો અહીં આવીને શાંતિ અનુભવે છે, ખાસ કરીને સાંજે.

રાધાનગર બીચ (આંદામાન અને નિકોબાર ટાપુઓ)

આ બીચ પશ્ચિમ કિનારે આવેલું છે જેને નંબર 7 બીચ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સૌથી લોકપ્રિય બીચ પૈકીનો એક છે અને તેને 2004 માં “એશિયામાં શ્રેષ્ઠ બીચ” તરીકે મત આપવામાં આવ્યો હતો. આ સાથે રાધાનગર બીચને 2020માં બ્લુ ફ્લેગ એવોર્ડ પણ મળ્યો હતો.

સ્પિયાગિયા ડેઇ કોનિગ્લી બીચ (સિસિલી)

ફરવા જાઓ ગુજરાતના આ બીચ પર તમે ગોવાને પણ ભૂલી જશો
image socure

Spiaggia dei Conigli બીચ રેબિટ બીચ તરીકે પણ ઓળખાય છે. ટ્રાવેલ સાઇટ TripAdvisor દ્વારા તેને વિશ્વના શ્રેષ્ઠ બીચ તરીકે મત આપવામાં આવ્યો છે.

વરાડેરો બીચ (ક્યુબા)

વરાડેરો બીચ બ્લુ બીચ તરીકે પણ ઓળખાય છે. આ બીચને 2019 થી TripAdvisor’s Travellers Choice Awards દ્વારા વિશ્વના શ્રેષ્ઠ દરિયાકિનારાઓમાંના એક તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

કાનપાલી બીચ (હવાઈ)

This Crescent-shaped 3-mile Beach Was Just Named the Best Beach in the U.S.
iage socure

“કાનાપાલી” શબ્દનો અર્થ થાય છે વિભાજીત ટેકરી. કાનાપલી બીચના સૌથી પ્રખ્યાત આકર્ષણોમાંનું એક બીચના ઉત્તરીય છેડે ક્લિફ ડાઇવિંગ ઇવેન્ટ છે, જે સાંજે યોજાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *