ટૈરો રાશિફળ : કાર્યસ્થળ પર કરવામાં આવેલ મહેનતથી પ્રતિષ્ઠા વધશે

મેષ –

આજના દિવસની શરૂઆત ખુશી સાથે થવી જોઈએ, જો તમે ભગવાનને મીઠાઇ ચઢાવી શકો તો તે વધુ સારું રહેશે. ઓફિસના કાર્યમાંથી તમારું ધ્યાન ભટકવા ન થવા દો. જો તમે બેંકિંગ ક્ષેત્રે કાર્યરત છો તો બઢતી અને બદલી થવાની સંભાવના છે. પરિવહનનો વ્યવસાય કરતા લોકોએ પૈસાનો વ્યવહાર સમજદારીથી કરવો જોઇએ, નહીં તો નુકસાન થઈ શકે છે. કલા જગત સાથે સંકળાયેલા લોકો માટે પણ દિવસ શુભ રહેશે. આરોગ્યને લગતી બાબતો પ્રમાણે દિનચર્યામાં થોડો ફેરફાર કરવો ફાયદાકારક રહેશે. માનસિક ચિંતાઓથી અંતર પણ જરૂરી છે. કામની સાથે સાથે તમારા પરિવારનું પણ ધ્યાન રાખો.

વૃષભ –

આ દિવસે નિયમો મક્કમ રાખવા જેથી કામ સમયસર પૂર્ણ કરી શકો. કોઈ કામ હાથમાં છે અને તેને પુરું કરવા ઘણા સમયથી પ્રયાસ કરો છો તો તે હવે ચોક્કસથી પુરા થશે. ધંધામાં તમને ઇચ્છિત સફળતા મળશે. જો તમારે કોઈ નવો ધંધો શરૂ કરવો હોય તો નિર્ણય લેવા માટે દિવસ ખૂબ સારો રહેશે. જો સ્વાસ્થ્યને લગતી કોઈ સમસ્યા જણાય કે હાથ-પગમાં સોજો કે દુખાવો હોય તો ડોક્ટરને બતાવો. ખોરાક અને ઊંઘને ખરાબ થવા દો નહીં. સ્ટ્રેસ અને દોડધામ સ્વાસ્થ્ય માટે સારા નથી. વડિલો અને બાળકો સાથે સમય વિતાવો. તેનાથી મન હળવું થશે. તમને ઘરના વડીલોનો સહયોગ અને માર્ગદર્શન મળશે.

મિથુન –

આજે આળસથી દૂર રહેવું, પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરવા માટે કાર્યમાં ગતિ લાવવાની જરૂર છે. કામના ભારના કારણે ઓફિસમાં વધુ સમય આપવો પડી શકે છે. મીઠાઈઓ અથવા રેસ્ટોરાન્ટના વેપારીઓએ વ્યવસાયના પ્રમોશન પર ધ્યાન આપવાની જરૂર છે. વસ્તુની ગુણવત્તા પ્રત્યે ગંભીર બનો. યુવાનોએ વિવાદોથી બચવું પડશે. ખાસ કરીને મિત્રો સાથે તાલમેલ બગડી શકે છે. સ્વાસ્થ્યમાં કોઈ જૂના રોગ ફરીથી ઉભરી આવે તેવી સંભાવના છે. દવા અને નિત્યક્રમમાં બેદરકારી ન રાખશો. ઘરનાં કોઈપણ કામ માટે વડિલની સલાહને મહત્વ આપવું ફાયદાકારક રહેશે.

કર્ક –

આજે આત્મવિશ્વાસ સાથે સમયના અવરોધ સામે કામ કરવાની જરૂર છે. તમને વિરોધીઓ પ્રત્યે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. કાર્યસ્થળ પરની સૌથી મોટી જવાબદારીઓ તમારા પોતાના હાથમાં રાખો. ફાઇનાન્સને લગતા ધંધા કરતા લોકો નફો કરશે, પરંતુ આગામી દિવસો માટે પણ પ્લાનિંગ રાખવું જરૂરી છે. જો આંતરડાને લગતી કોઈ તકલીફ છે તો પછી વધુ મરચું-મસાલાવાળો ખોરાક અથવા ભારે ખોરાક ન ખાશો. ઘરની સુવિધાઓમાં વધારો થશે. આ રાશિના લોકો પ્રેમ સંબંધોમાં ગંભીર હોય તો પરિવારજનો સાથે વાત કરવા માટે દિવસ સારો છે.

સિંહ –

આ દિવસે કામ પ્રત્યે મનને સંપૂર્ણ રીતે સક્રિય અને સકારાત્મક રાખવું પડશે. કોઈ પણ સંજોગોમાં અજાણી કે બહારની વ્યક્તિ સાથે અંગત વાત કે ઓફિસની વાત શેર કરશો નહીં. મોટા ઉદ્યોગપતિઓને આજના દિવસે સારો લાભ મળશે. પરંતુ આજે વ્યવહારમાં થોડા ઉદાર બનવાની જરૂર છે. ગ્રાહકોનો આત્મવિશ્વાસ વધશે. આજે યુવાનો અને વિદ્યાર્થીઓએ તેમના કાર્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી અને તેમની મહેનત વધારવાની જરૂર છે. અકસ્માત થવાની સંભાવના છે, તેથી વાહન ચલાવતા સમયે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્યમાં રાત્રે ભારે ખોરાક લેવાનું ટાળો, અપચાની સમસ્યા ઊભી થઈ શકે છે. માંગલિક કામો થશે.

કન્યા –

આ દિવસે બિનજરૂરી ચર્ચા સ્ટ્રેસ આપી શકે છે, જ્યારે કામનો ભાર રોજ કરતા વધારે હોઈ ત્યારે શાંત રહેવું. ઓફિસમાં પણ તમારી જાતને વિવાદથી દૂર રાખો. જો નોકરીમાં કોઈ મોટો પ્રોજેક્ટ સોંપાયો હોય તો ચિંતા કરશો નહીં, ફક્ત કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. બિઝનેસમાં આજે મંદી અને નુકસાનનો સામનો કરવો પડી શકે છે, રિટેલ વેપારીઓએ આજે ખાસ સજાગ રહેવું જોઈએ. યુવાનો માટે દિવસ ખૂબ જ શુભ રહેશે. સક્રિયતા અને મહેનતથી લાભ થશે. આંખોના રોગ મુશ્કેલી લાવતા હોય તેવું લાગે. તેનાથી સાવચેત રહો. ઘરમાં શાંતિ અને સુમેળનું વાતાવરણ રાખો.

તુલા –

આ દિવસે સકારાત્મક રહેવાની સાથે આવકમાં વધારો થાય તેવું કાર્ય શરુ કરવા વિચારો. કાર્યસ્થળ પર કરવામાં આવેલ મહેનતથી પ્રતિષ્ઠા વધશે અને પ્રગતિના દ્વાર ખુલશે. સહકાર્યકરો અથવા ભાગીદારોથી ગુસ્સે થવાની જરૂર નથી. કાર્યમાં ટીમ વર્કની ભાવનાને મજબૂત બનાવવી. વ્યવસાયના સંબંધમાં તમારે શહેરની બહાર પ્રવાસ કરવો પડશે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સંતુલિત આહાર લેવાનું રાખો. જો કોઈ સમસ્યા તમને પરેશાન કરે છે તો પછી તેને તમારા જીવનસાથી અથવા સિનિયરો સાથે શેર કરો, તમને એક સારો ઉપાય મળશે. ઘરમાંથી દરેકનો સહકાર મળશે, તમે થોડા સમય માટે ફરવા પણ જઈ શકો છો.

વૃશ્ચિક –

આ દિવસે તમારે આરામ કરવા પર ભાર મુકવો જોઈએ, તે તમારા માટે ફાયદાકારક રહેશે. જો નોકરીમાં સાથે કોઈ વરિષ્ઠ મહિલાઓ હોય તો તેમની સાથે સારા સંકલનથી તમને લાભ થશે. કામમાં તમારું પ્રદર્શન સુધારવા માટે ટેકનીકલ નિપુણતામાં વધારો કરવો. પોતાને અપડેટ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આકર્ષક વ્યક્તિત્વ નોકરી અથવા ધંધામાં પણ લાભ આપશે. આરોગ્યની માવજત કરવાની જરૂર છે. ડાયાબિટીઝના દર્દીઓએ સાવચેત રહેવાની જરૂર છે. પરિવાર સાથે સુખમયી વાતાવરણમાં સમય પસાર કરો. જો કોઈ ગરીબ સ્ત્રી મળી આવે તો તેને ખાંડ અથવા કોઈ મીઠી વસ્તુ દાન કરવાથી ફાયદો થશે. ખરીદી માટે દિવસ લાભકારક છે.

ધન –

આજનો દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. જો તમે ક્યાંક બહાર જવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ જાવ. ઓફિસમાં વિચારો અને યોજનાઓમાં સ્પષ્ટતા રાખો. વિરોધીઓ તમારી ખામીઓને અતિશયોક્તિ સાથે રજૂ કરી શકે છે અને ઉચ્ચ અધિકારીઓ સામે તમારી નિંદા કરી શકે છે. નાના અથવા મોટા ભાઈ અથવા માતાપિતાના શબ્દોને અનુસરો, અન્યથા નુકસાન થઈ શકે છે. વડીલોની સલાહ ભવિષ્યમાં મદદરૂપ થશે. જો તમારું સ્વાસ્થ્ય સારું નથી તો ગભરાશો નહીં, ટૂંક સમયમાં પરિસ્થિતિઓ સુધરશે. ઘરે વાતચીત દરમિયાન વર્તન શાંત રાખો. ઘરના સભ્યો સાથે નરમાશથી બોલો.

મકર –

આજે તમારા મનને શાંત રાખો અને આનંદ સાથે દિવસ પસાર કરો. કાર્યસ્થળ પર પ્રતિભાનું વધુ સારું મૂલ્યાંકન કરવામાં આવશે. પરંતુ સખત મહેનત અને કાર્ય પ્રત્યેના સમર્પણથી પાછીપાની કરવી નહીં. વ્યવસાયમાં મોટા ગ્રાહકો સાથે સંબંધ વધારવો. વિદ્યાર્થીઓ માટે સારા ગુણ મેળવવા માટે મહેનત વધારવી ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ધ્યાન કેન્દ્રિત કરી કરવામાં આવેલ અભ્યાસ સારું પરિણામો આપશે. ત્વચા સંબંધિત રોગ થઈ શકે છે. કુટુંબના સભ્યો સાથે બહાર જવાનું નક્કી કરી શકો છો.

કુંભ –

આ દિવસે માત્ર ઓછા જોખમવાળા કાર્યો કરો. જો તમે સેવા સંસ્થા સાથે સંકળાયેલા છો તો ઘણા લોકો મદદ માટે પુછવા આવી શકે છે. હાલની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને પોતાનું મન કામમાં કેન્દ્રિત રાખો. નવી નોકરીની શોધમાં હોય તે લોકોને સફળતા મળે તેવી સંભાવના છે. જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હોય તો પછી તમારા પિતાની આર્થિક મદદ ન લેવી પડે તેવો પ્રયાસ કરો. મોટું રોકાણ કરતાં અટકો. જે બાળકો બિનજરૂરી રીતે ટીવી-લેપટોપ અથવા મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે તેમને ચેતવો કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું નથી.

મીન –

આ દિવસે સમયની સાથે ચાલતું રહેવું જોઈએ. તમારી જાતને માનસિક રીતે મજબૂત અને તાણ મુક્ત રાખો. કાર્યસ્થળમાં મેનેજમેન્ટ કુશળતા દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, આ માત્ર તમારા માટે જ નહીં પણ સંસ્થા માટે પણ ફાયદાકારક રહેશે. બોસ તરફથી સ્નેહ અને પ્રશંસા મળશે સાથે બઢતી થવાની સંભાવના છે. વેપાર હોય કે ઘર, સિનિયરોના સહયોગથી તમને લાભ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહો. જો સમસ્યા વધે તો ડોક્ટરની સલાહ લેવામાં મોડું ન કરો. વૃદ્ધોની તબિયત લથડી શકે છે. ખરાબ સ્વાસ્થ્યના કિસ્સામાં બેદરકારી દાખવશો નહીં. સંબંધીઓ અથવા મિત્રો ઘરે આવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *