‘રિટાયર થવાનો સમય આવી ગયો છે’, રોહિત શર્માનો આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ગુસ્સે થયા, જાણો શું છે મામલો

ભારતીય ટીમ અત્યારે એશિયા કપ રમવા માટે દુબઈમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની મેચ 28 ઓગસ્ટે રમાવાની છે. આ માટે બંને ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. ભારતે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. હવે રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ ખૂબ જ નારાજ છે.

image source

BCCIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી રોહિત શર્માનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્કેટિંગ સ્કૂટર ચલાવતો જોવા મળી રહ્યો છે. આ સાથે બીસીસીઆઈએ લખ્યું, ‘પ્રેક્ટિસ બાદ રોહિત શર્મા પોતાની સ્ટાઈલમાં ઝૂલતો જોવા મળ્યો હતો.’ કેટલાક ફેન્સ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે  તો વળી કેટલાક લોકોએ તેને ખાસ કારણસર ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે તમે વર્ષમાં માત્ર એક કે બે મેચ રમો છો. ઘાયલ ન થતા. હવે પંતને કેપ્ટન બનાવવાનો સમય આવી ગયો છે.

image source

 

રોહિત શર્મા તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત છે. તેની પાસે એવી કળા છે કે તે માત્ર થોડા જ બોલમાં મેચની દિશા બદલી નાખે છે. રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવવામાં તે હંમેશા સફળ રહ્યો છે. T20 ક્રિકેટમાં તેના નામે ચાર સદી પણ છે.

image source

ભારતીય ટીમે આ વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે. આ માટે એશિયા કપમાં ભારતીય ટીમની અગ્નિ પરીક્ષા થશે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારત એશિયા કપ ટાઇટલ જીતવા માટે પ્રબળ દાવેદાર જણાય છે.

image source

ભારતે સૌથી વધુ વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ શ્રીલંકાની ટીમ પાંચ વખત અને પાકિસ્તાન માત્ર બે વખત એશિયા કપ જીતવામાં સફળ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *