ગુજરાતમાં ચૂંટણી પહેલા ધબધબાટી, 7 ડેપ્યુટી કલેક્ટરોની કરી નાખી બદલી, જુઓ કયા કોનું ટ્રાન્સફર થઈ ગયું

ગુજરાતમાં અઢી દાયકાથી વધારે સમયથી ભાજપનુ શાસન છે અને સત્તાવિરોધી લહેર મહત્ત્વનું પરિબળ બની જાય છે ત્યારે આ વખતે જંગ ફક્ત ભાજપ-કૉંગ્રેસ પૂરતો સીમિત નથી પરંતુ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આક્રમક તૈયારીઓ કરી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહરાજ્ય હોવાને નાતે ગુજરાતની ચૂંટણી પર દેશ અને દુનિયાની નજર છે ત્યારે અનેક પરિબળો તેની પર અસર કરશે એમ દેખાઈ રહ્યું છે.

રાજ્યના પોલીસ ખાતા બાદ હવે મહેસૂલ ખાતા દ્વારા પણ બદલીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. જે બાદ ફરી રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.

image source

મહેસુલ વિભાગે આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરી છે જ્યારે તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં બદલી આપી છે. જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

ગૌરવ પંડયાને બનાસકાંઠાના ડેપ્યુટી DDO તરીકે તો દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા તો એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે.

image source

આ સાથે જ ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુજરાતની ચૂંટણી અંગેની તૈયારી વિશે જણાવતાં કહ્યું હતું કે ચૂંટણી માટેનું મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. વિકલાંગ અને દિવ્યાંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 7 મતદાન કેન્દ્ર એવાં હશે, જેમાં માત્ર મહિલા મતદાન કરશે. એમાં મહિલા પોલિંગ અધિકારીઓ અને પોલીસ પણ મહિલા હશે. તમામ કેન્દ્રો પર એક દિવ્યાંગ બૂથ હશે, જ્યાં માત્ર દિવ્યાંગ મતદાન કરી શકશે. 10 ઓક્ટોબર પછી મતદાર મતદાન કાર્ડ કઢાવી શકાશે. કલેક્ટરને સૂચના અપાઈ કે 100 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું ઘરે જઈને સન્માન કરવામાં આવે, કારણ કે તેઓ 100 વર્ષના વોટર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *