વડોદરામાં હાર્દિક પંડ્યાનું ઘર 30 કરોડ રૂપિયામાં બન્યું છે ,જાણો ખાસિયતો

હાર્દિક ક્રિકેટની સાથે સાથે લાઈફસ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યાના ગુજરાત અને વડોદરમાં 2 ઘર છે.ગુજરાતની વાત કરીએ તો GT ના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ઘર વડોદરાના પોર્શ વિસ્તાર દિવાલીપુરામાં છે. લગભગ 6000 વર્ગફૂટમાં ફેલાયેલો 4 બેડરૂમનો આ ફ્લેટ ઘણો શાનદાર છે. બંનને ભાઈ ઈચ્છતા હતા કે ડિઝાઈનર તેના તમામ રૂમનું પ્લાનિંગ એવી રીતે કરે જેથી તેમાં રહેનારા વ્યક્તિનું વ્યક્તિત્વ સારી રીતે જોવા મળે.હાર્દિક પંડ્યાના ઘરમાં એન્ટ્રી કરતા તમને એક મોટો લિવિંગ રૂમ દેખાશે. આ સુંદર લિવિંગ રૂમ ફ્લેટની સૌથી સુંદર જગ્યામાંની એક છે. હાર્દિક આ લિવિંગ રૂમમાં મોટાભાઈની સાથે અનેકવાર ક્રિકેટ રમે છે.

image soucre

ફ્લેટમાં અનેક સુવિધાઓ સાથે એક જિમ પણ છે. બંને ભાઈ અહીં એક્સરસાઈઝ કરે છે. હાર્દિક પંડ્યા અનેકવાર જિમ કરતા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી ચૂક્યા છે. આમ પણ ખેલાડીઓને માટે પોતાને ફિટ રાખવાનું જરૂરી હોય છે.હાર્દિક પંડ્યા ઈચ્છતા હતા કે તેનો રૂમ બ્લીડ બ્લૂ હોય. આ માટે ડિઝાઈનરોએ તેમના રૂમમાં ભૂરા રંગના કેટલાક શેડ્સનો ઉપયોગ કર્યો છે. હાર્દિકના રૂમમાં તેના બેડની પાછળની દિવાલ પર એક ફ્રેમ લગાડવામાં આવી છે. તેમાં હાર્દિકને અન્ય ભારતીય ક્રિકેટરની સાથે જોઈ શકાય છે.

Hardik Pandya House - Take A Tour Inside of Star Cricketer's Dream Home
image soucre

હાર્દિક-કૃણાલના વડોદરાના ફ્લેટનું ડાઈનિંગ સ્પેસ ઘણું મોટું અને આકર્ષક છે. ડાઈનિંગ રૂમની દિવાલ પર ડિઝાઈન અને આકર્ષક પેઈન્ટિંગ છે. સાથે તેના છત પર એક સુંદર ઝૂમર પણ લટકાવેલું છે.પંડ્યાના ઘરમાં એક મોટી બાલકની છે. તે અહીં પરિવારના સભ્યોની સાથે ફ્રી સમય માણે છે. તેની બાલકનીમાં તડકો પણ આવે છે. બંને ભાઈઓ અહીં બોર્ડ ગેમ્સનો પણ આનંદ માણે છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *