હોમ થિયેટરમાં બોમ્બ પ્લાન્ટ કરીને પૂર્વ પ્રેમિકાના લગ્નમાં આપવામાં આવી ભેટ, બ્લાસ્ટમાં વરરાજા સહિત 2ના મોત

“છત્તીસગઢમાં, એક વ્યક્તિએ હોમ થિયેટરમાં વિસ્ફોટકો મૂકીને તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને આ હોમ થિયેટર ભેટમાં આપ્યું હતું. બાદમાં, હોમ થિયેટરમાં વિસ્ફોટમાં યુવકની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડના પતિ સહિત બે લોકો મૃત્યુ પામ્યા હતા. ઘટના કબીરધામ જિલ્લાની છે. અધિકારીઓએ મંગળવારે આ ઘટનાની જાણકારી આપી છે. સોમવારના વિસ્ફોટમાં અન્ય ચાર લોકો પણ ઘાયલ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

होम थिएटर मैं बम लगा कर एक्स गर्लफ्रेंड की शादी में दिया तोहफा हुआ धमाका 2 की हुई मौत।
image sours

30 માર્ચે થયેલા લગ્નમાં આરોપીએ મ્યુઝિક સિસ્ટમ ભેટમાં આપી હતી. જે રૂમમાં આ હોમ થિયેટર બ્લાસ્ટ થયો હતો તે રૂમમાં વિસ્ફોટને કારણે રૂમની દિવાલ અને છતમાં તિરાડ પડી હતી. કબીરધામની એએસપી મનીષા ઠાકુરે જણાવ્યું કે પોલીસે આ કેસમાં મધ્યપ્રદેશના એક યુવકની અટકાયત કરી છે. તેણે કહ્યું, ‘અમે સરુ માર્કમ નામના યુવકને પકડ્યો છે.

jharkhand palamu news, झारखंड: शादी की खुशियां मातम में बदली, हाइटेंशन तार की चपेट में आने से दूल्हे के चाचा और जीजा की मौत - jharkhand: two people died due to high
image sours

તે મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લાનો રહેવાસી છે. તેણે આ વિસ્ફોટક મ્યુઝિક સિસ્ટમમાં રાખવાની અને ગિફ્ટમાં આપ્યાની કબૂલાત કરી છે. અમે એ પણ શોધી રહ્યા છીએ કે તેને વિસ્ફોટકો ક્યાંથી મળ્યા. આ ઘટના રેંગાખર પોલીસ સ્ટેશન વિસ્તારના ચમારી ગામની છે. નવપરિણીત 22 વર્ષીય હેમેન્દ્ર મેરાવીએ જ્યારે મ્યુઝિક સિસ્ટમની સ્વીચ ઓન કરી ત્યારે મ્યુઝિક સિસ્ટમમાં ધડાકો થયો હતો. હેમેન્દ્રના લગ્ન આંજણા ગામની યુવતી સાથે થયા હતા. સોમવારે હેમેન્દ્ર અને ઘરના અન્ય કેટલાક સભ્યો લગ્નમાં મળેલી ગિફ્ટ ખોલી રહ્યા હતા. આ દરમિયાન ઘરના અન્ય ઘણા સભ્યો પણ રૂમમાં હાજર હતા.

वेडिंग गिफ्ट होम थिएटर निकला बम, दूल्हे और उसके भाई की मौत | Wedding gift home theater turned out to be bomb, groom and his brother killed
image sours

આ દરમિયાન હેમેન્દ્રએ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરતાં જ જોરદાર ધડાકો થયો. આ બ્લાસ્ટમાં હેમેન્દ્ર ઉપરાંત તેના 30 વર્ષીય મોટા ભાઈ રાજકુમારનું પણ મોત થયું હતું. રાજકુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું.દુનિયામાં લોકો કેટલી હદે જઈ શકે છે તેનો અંદાજ લગાવી શકાતો નથી. જ્યારે આપણને આવી ઘટનાઓની જાણ થાય છે, ત્યારે આપણે વિચારવા માંડીએ છીએ કે આવો વિચાર કેવી રીતે આવ્યો? તાજેતરમાં જ એક અમેરિકન મહિલા સાથે તેના પતિ દ્વારા આવી જ એક ઘટના બની હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *