‘હું 35 વર્ષનો છું, 75નો નહીં…’ વિકેટકીપર શેલ્ડન જેક્સનની સતત અવગણનાથી નારાજ થઈને ખીજાયો

વિકેટ કીપર બેટ્સમેન શેલ્ડન જેક્સનને હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તક મળી નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર શેલ્ડને હવે ભારતીય ટીમની સતત અવગણના કરવામાં આવતા નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટોણો માર્યો છે કે તે 35 વર્ષનો છે, 75 વર્ષનો નથી.

બીસીસીઆઈએ બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની ભારત ‘એ’ ટીમની પસંદગી કરી હતી. ટીમની કપ્તાની પ્રિયાંક પંચાલને સોંપવામાં આવી છે. યુવા બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ, ચાઈનામેન બોલર કુલદીપ યાદવ, ઝડપી બોલર પ્રખ્યાત કૃષ્ણા અને ઉમરાન મલિકને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરના ભૂતકાળમાં ઘણા યુવા ક્રિકેટરોને ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી પરંતુ શેલ્ડન જેક્સન હજુ રાહ જોઈ રહ્યો છે.

image source

શેલ્ડન જેક્સન, જે 27 સપ્ટેમ્બર 2022 ના રોજ 36 વર્ષનો થવા જઈ રહ્યો છે, તેણે બુધવારે ટ્વિટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે લખ્યું, ‘મને વિશ્વાસ કરવાનો અને સપનું જોવાનો અધિકાર છે કે જો હું સતત 3 સીઝન સુધી સારો દેખાવ કરીશ તો કદાચ મારા પ્રદર્શનના આધારે મને પસંદ કરવામાં આવશે, મારી ઉંમર જોવામાં નહીં આવે. હું એ સાંભળીને કંટાળી ગયો છું કે હું સારો ખેલાડી છું અને સારું પ્રદર્શન કરું છું, પણ હું વૃદ્ધ થઈ ગયો છું. હું 75 નહીં 35 વર્ષનો છું.

image source

શેલ્ડન જેક્સનની ટ્વીટ

શેલ્ડને 2006માં લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધી 67 મેચમાં 8 સદી અને 12 અડધી સદીની મદદથી 2346 રન બનાવ્યા છે. તેણે 2011માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધીમાં 19 સદી, 31 અડધી સદી ફટકારીને કુલ 5947 રન બનાવ્યા છે. તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને આરસીબીનું પ્રતિનિધિત્વ કર્યું છે.

image source

વર્ષ 2011માં ફર્સ્ટ ક્લાસમાં ડેબ્યૂ કરનાર શેલ્ડન જેક્સન સ્થાનિક ક્રિકેટમાં સતત રન બનાવી ચુક્યો છે. આ સાથે તેણે વિકેટકીપર તરીકે પણ સૌરાષ્ટ્ર માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 2019-20 રણજી ટ્રોફી વિજેતા સૌરાષ્ટ્રની ટીમમાં પણ શેલ્ડન જેક્સન હતો. સૌરાષ્ટ્ર માટે તેણે 2019-20ની સિઝનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. શેલ્ડન જેક્સને સૌરાષ્ટ્ર માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *