જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લાભ પાચમ ફળે

*તારીખ ૨૯-૧૦-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક શુક્લ પક્ષ

*તિથિ* :- ચતુર્થી ૮:૧૪ સુધી પછી પંચમી ૨૯:૫૧ સુધી
*નક્ષત્ર* :- જયેષ્ઠા ૯:૦૬ સુધી ત્યાર બાદ મૂળ

*વાર* :- શનિવાર
*યોગ* :- અતિઞંડ ૨૨:૨૩ સુધી
*કરણ* :- વિષ્ટિ (ભદ્રા), ૮:૧૪ સુધી પછી બવ
*સૂર્યોદય* :- ૬:૪૧
*સૂર્યાસ્ત* :- ૬:૦૪
*ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૯:૦૬ સુધી ત્યારબાદ ધન
*સૂર્ય રાશિ* :- તુલા

*વિશેષ* પંચમી ક્ષય તિથિ છે.લાભપાંચમ પાંડવ પંચમી

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વાઘબારસ થી લાભપાંચમ સુધી બધા તહેવારો ની દરેક રાશિઓના જાતકોને અને વાચકોને શુભેચ્છા*

*મેષ રાશિ*:-

ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ બને. કામકાજ વ્યવસાય માં ચિંતા મુજવણ રહે.ઋણી ચૂકવણું વ્યાજ હપ્તા ની ચિંતા બની રહે. ઋણ કર્જ મળી રહે.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશિ*

કેટલીક મુજવણ નાં સંજોગ રચાય. કામદાર નો પ્રશ્ન સતાવે ઉપરી થી ચિંતા ઉલજન બને. વાણી વર્તન માં સંભાળવું.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

આવક જાવક વધતાં જણાય. લેણદાર નો તકાદો રહે. વ્યવસાયિક સાનુકૂળતા વધે. લગ્ન, વિવાહ નાં પ્રશ્નો હલ થતાં જણાય.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

પારિવારિક પ્રશ્નો હલ કરી શકો. કેટલીક મુજવણ દૂર થતી જણાય. નોકરી ધંધા નાં કામમાં સાનુકૂળતા બને. આરોગ્ય સુધરતું જણાય.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશિ*

અભ્યાસ વેવિશાળ નો પ્રશ્ન હલ થાય. સ્નેહી મિત્ર નો સહયોગ મળે. પ્રપોઝ કરી શકો. પ્રવાસ મુસાફરી સાથે મિલન મુલાકાત થાય.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

ગૃહ જીવન માં સાનુકૂળતા વાહન સંપતિ અંગે મહત્વ નો સમય જણાય. કર્જ ઋણી ચૂકવણું ચિંતા રખાવે. પડવા વાગવાથી સાવધાની રાખવી.

*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

કસોટી યુક્ત દિવસ રહે. મતમતાંતર ટાળવા. પ્રવાસ મુસાફરી નાં સંજોગ વ્યવસાયે ભાગ્ય કામ કરતું જણાય. અહમ ને નાથવો.

*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

કામકાજ અંગે પ્રવાસ નાં સંજોગ રહેશે. આર્થિક સમસ્યા હલ થાય. સ્નેહી મિત્ર નો સહયોગ મળે. સંતાન નાં પ્રશ્નો હલ કરી શકો.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

સામાજિક પારિવારિક સાનુકૂળ દિવસ રહે. આર્થિક પ્રશ્ન હલ થાય.ઋણી કર્જ ની ચિંતા હટે. અગંત પ્રશ્નો પર ધ્યાન આપી શકો.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૭

*મકર રાશિ*

સમજદારી અને સલુકાઈ થી મુજવણ નો પ્રશ્નો ઉકલે. ભાગ્ય યોગે નવાં કાયૉરંભ નાં સંજોગ જણાય. ટૂંકી મુસાફરી નાં સંજોગ બને.

*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

આર્થિક નાણાંભીડ નાં સંજોગ રહે. વિવાહ વેવિશાળ નાં પ્રશ્નો સુખદ સમાચાર મળે. અભ્યાસ ની દ્રીધા હલ થાય. પ્રવાસ ટાળવો.

*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

વ્યવસાયિક પ્રશ્નો હલ થાય. કાર્યક્ષેત્રે સાનુકૂળતા બને. આરોગ્ય અંગે થોડી ચિંતા રહે. દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસ નાં સંજોગ રહે.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *