માધુરી દીક્ષિતે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈમાં એક નવો લક્ઝરી સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેત્રીના આ લક્ઝુરિયસ ફ્લેટની કિંમત 48 કરોડ રૂપિયા છે. અભિનેત્રીનું આ એપાર્ટમેન્ટ મુંબઈના અપસ્કેલ લોઅર પરેલ વિસ્તારમાં એક આલીશાન બિલ્ડિંગના 53મા માળે આવેલું છે.

image source

હૃદયના ધબકારા વધારી દેનારી ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રી છે. માધુરીનો ક્રેઝ આજે પણ લોકોના માથે બોલે છે. અભિનેત્રી તેની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સારું કામ કરી રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ મુંબઈમાં તેનું ડ્રીમ હાઉસ ખરીદ્યું છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈમાં પોતાના માટે એક આલીશાન સી ફેસિંગ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધક ધક ગર્લના આલીશાન ફ્લેટની કિંમત 48 કરોડ રૂપિયા છે. અભિનેત્રી પાસે મુંબઈના અપસ્કેલ લોઅર પરેલ વિસ્તારમાં એક આલીશાન બિલ્ડિંગના 53મા માળે એપાર્ટમેન્ટ છે. રિપોર્ટ અનુસાર માધુરીએ આ ફ્લેટ 28 સપ્ટેમ્બર 2022ના રોજ રજીસ્ટર કરાવ્યો હતો.

image source

માધુરી દીક્ષિતે લોઅર પરેલ, ઇન્ડિયાબુલ્સ બ્લુમાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ રહેણાંક મિલકત દક્ષિણ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલી છે, જે 10 એકર જમીન પર બનેલી છે.
ધક ધક ગર્લના સપનાનું આ ઘર સિંગલ ફેસિંગ હાઉસ છે, જ્યાંથી સમુદ્રનો સુંદર નજારો પણ જોઈ શકાય છે. આ પ્રોપર્ટીમાં એક વિશાળ સ્વિમિંગ પૂલ, ફૂટ બોલ પિચ, જિમ, સ્પા, ક્લબ આ તમામ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

અભિનેત્રીનો ફ્લેટ 5,384 સ્ક્વેર ફીટ વિસ્તારમાં બનેલો છે. આ એપાર્ટમેન્ટ 53મા માળે છે. તેમના ઘરની સાથે સાત કાર પાર્કિંગ સ્લોટ પણ આપવામાં આવ્યા છે. અભિનેત્રી પોતાના માટે આ નવું ઘર ખરીદીને ખૂબ જ ખુશ છે. આ સાથે અભિનેત્રીના ચાહકો પણ આ સમાચારથી ઘણા ખુશ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *