એક એવું મંદિર જ્યાં દર વર્ષે 40 કરોડ રૂપિયાના નારિયેળ પહોંચે છે, જાણો શુ થાય છે આ નારિયેળનું

ઓડિશાના કેઓંઝર ગામમાં સ્થિત આ મંદિરમાં માતા સતીનું સ્તન પડ્યું હતું, તેથી તેને શક્તિપીઠ કહેવામાં આવે છે. આ મંદિર તારિણી માતા મંદિર તરીકે ઓળખાય છે.આ મંદિર એટલા માટે પણ પ્રખ્યાત છે કારણ કે અહીં માતા રાણીને નારિયેળ ચઢાવવાની પરંપરા છે. અહીં દરરોજ લગભગ 30 હજાર નારિયેળ દેવીને ચઢાવવામાં આવે છે. આ હિસાબે એક વર્ષમાં લગભગ 40 કરોડ રૂપિયાના નારિયેળ મંદિરમાં પહોંચે છે. અહીં કેટલા નારિયેળ આવે છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે.

આ દેવી મંદિરને નારિયેળથી થાય છે વાર્ષિક 40 કરોડની આવક, આટલા નારિયેળ આવે છે ક્યાંથી ? - GSTV
image socure

તારિણી માતાના મંદિરમાં જે નારિયેળ ચઢાવવામાં આવે છે તે દેશના વિવિધ ભાગોમાંથી મોકલવામાં આવે છે. ધારો કે જો તમે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અથવા દેશના કોઈપણ ભાગમાં રહેતા હોવ અને માતા રાણીને નારિયેળ ચઢાવવા માંગતા હોવ તો તમારા મંદિરમાં આવવાની જરૂર નથી. તમારે ફક્ત ઓડિશા આવતી ટ્રક કે બસના ડ્રાઇવરને નારિયેળ આપવાનું છે, તે તમારું નારિયેળ માતાના દરબારમાં પહોંચાડશે. આ પરંપરા છેલ્લા 600 વર્ષથી ચાલી આવે છે.

Maa Tarini Temple, Ghatgaon - Wikipedia
image soucre

ઓડિશાના 30 જિલ્લામાં નાળિયેર માટે બોક્સ મૂકવામાં આવ્યા છે. ડ્રાઇવરો તેમાં નાળિયેર નાખે છે અને ત્યાંથી તેને મંદિરમાં મોકલવામાં આવે છે. એક અહેવાલ અનુસાર દેશના વિવિધ ભાગોમાંથી ભક્તો દ્વારા મંદિરમાં લગભગ 30 હજાર નારિયેળ મોકલવામાં આવે છે. આ રીતે અહીં એક વર્ષમાં લગભગ 1 કરોડ નારિયેળ આવે છે. આ નારિયેળમાંથી મંદિરને માસિક રૂ.3.5 કરોડ અને વાર્ષિક રૂ.40 કરોડની કમાણી થાય છે.

Maa Tarini Temple, Ghatgaon - Picture of Maa Tarini Temple, Ghatgan - Tripadvisor
image socure

પ્રાચીન માન્યતાઓ અનુસાર, કિયોંઝરના તત્કાલીન રાજા ગોવિંદ ભાંજદેવે 1480માં મા તારિણીનું આ મંદિર બનાવ્યું હતું. કાંચી યુદ્ધ દરમિયાન રાજા માતાને પુરીથી કિયોંઝાર લાવી રહ્યા હતા, પરંતુ શરત એ હતી કે રાજાએ પાછું વળીને જોવું નહીં, નહીં તો માતા ત્યાં જ રહેશે. ઘાટગાંવ નજીકના જંગલોમાં, રાજાને લાગ્યું કે માતા તેની પાછળ નથી આવી રહી, તેણે તરત જ પાછળ ફરીને જોયું તો માતા તે જ જગ્યાએ સ્થિત હતી. રાજાએ એ જ જગ્યાએ માતાનું મંદિર પણ બંધાવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *