રાજકોટના બિલ્ડરે 2.24 કરોડના 24 કરોડ ચૂકવી દીધા, પછી મરવા માટે ગોળીઓ ખાધી

રાજકોટ જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા રાજકોટ શહેરમાં ચકચાર મચી ગઈ છે. શહેરના જાણીતા બિલ્ડર જેરામભાઈ કુંડારિયા નામના 70 વર્ષીય બિલ્ડરે વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેરામભાઈ કુંડારીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથક ખાતે રાકેશભાઈ નથવાણી તેમજ ઠાકરશીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં છે.પોલિસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 80 લાખ રૂપિયા કટકે કટકે 2 ટકે રાકેશભાઈ નથવાણી પાસેથી લીધા હતા. જેનું 1 લાખ 60 હાજર દર મહિને વ્યાજ ચુકવતા હતા. જે 8 વર્ષ સુધી નિયમિત રીતે તેમને ચુકવ્યું હતું. તેમજ બે કરોડ જેટલી રકમ પણ ચૂકવી હતી. તેમ છતાં રાકેશ નથવાણી નામના આરોપી દ્વારા તેમને ફોન કરી 50 થી 55 લાખ રૂપિયાની માગણી કરવામા આવતી હતી.

રાજકોટના પ્રહલાદ પ્લોટ, સોરઠિયાવાડી, ખત્રીવાડમાં 37 ટીમ ઉતરી, 2 દિવસમાં 1.50 કરોડની વીજચોરી ઝડપાઇ | PGVCL 37 team checking in rajkot City - Divya Bhaskar
image soucre

તેમજ જો રૂપિયા ન હોય તો કાર અથવા પત્નીના દાગીના તૈયાર રાખજે તેવું કહી ગાળાગાળી પણ કરવામાં આવતી હતી.ફરિયાદીએ પોલીસને જણાવ્યું છે કે, વર્ષ 2009માં અમે ચાર જેટલા ભાગીદારોએ મળીને જે એન્ડ યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની બનાવી હતી.જેના સભ્ય તરીકે હું તેમજ ઉકાભાઇ સા, માલજીભાઈ માકસણા તેમજ દિલીપભાઈ પટેલ હતા. આ વહીવટદાર તરીકે હું પોતે હતો. અમારી કંપની વતી ઠાકરશીભાઈ ધરમશીભાઈ પટેલ પાસેથી 2.24 કરોડ રૂપિયા દોઢ ટકાના વ્યાજ દરે લીધેલા હતા. આ રકમથી અમે કન્સ્ટ્રક્શનનો માલ લીધો હતો. ઠાકરશીભાઈએ તેના 20 ટકા લેખે સિક્યુરિટી પેટે લખાણ કરી લીધું હતું.ત્યારે નોટબંધીના સમય દરમિયાન ઠાકરશીભાઈને અમે 2.40 કરોડના બદલામાં 24 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા.

રાજકોટ પોલીસ હવે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરશે | Rajkot police will now be patrolling in a private vehicle
image soucre

તેમ છતાં ઠાકરશીભાઈ દ્વારા ફોન ઉપર એક થી દોઢ કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી અને સાથે ધમકી આપવામાં આવી હતી કે હું તમારા કોરા ચેક નાખી દઈશ અને કોર્ટમાં તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ.સમગ્ર મામલે જેરામભાઈ કુંડારીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ મથક ખાતે રાકેશભાઈ નથવાણી તેમજ ઠાકરશીભાઈ પટેલ વિરુદ્ધ આઇપીસીની કલમ 387, 504, 507 તેમજ ગુજરાત મની લેન્ડર્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *