ઋત્વિક રોશન અને સબા અઝાદે લીધો લિવ ઇનમાં રહેવાનો નિર્ણય, મુંબઈમાં આ જગ્યાએ લીધું ઘર

રિતિક રોશન અને સબા આઝાદ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું ફેમસ કપલ છે.બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આટલું જ નહીં, હૃતિક રોશન અને સબા આઝાદ ઘણી વખત ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. ચાહકોને પણ બંનેની ઓફ સ્ક્રિન કેમેસ્ટ્રી ગમે છે. રિતિક રોશન અને સબા આઝાદ વિશે જે તાજેતરની માહિતી સામે આવી છે, તે મુજબ આ કપલે સાથે રહેવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક અને સબાએ એક જ બિલ્ડિંગમાં નવું ઘર લીધું છે.

ઋતિક રોશન અને સબા આઝાદની આ રીતે થઈ હતી મુલાકાત, ઘણા મહિનાઓ સુધી છૂપાવીને રાખ્યુ | This is how Hrithik Roshan actually met with Saba Azad in this way. - Gujarati Oneindia
image soucre

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, હૃતિક રોશન અને સબા આઝાદે, જેઓ ઘણી ઇવેન્ટ્સમાં હાથ પકડીને જોવામાં આવ્યા હતા, તેઓએ આખરે સાથે રહેવાનું મન બનાવી લીધું છે. રિપોર્ટ અનુસાર, રિતિક રોશન અને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ જે બિલ્ડિંગમાં રહેશે તેનું નામ મન્નત છે. રિતિક રોશન અને સબા આઝાદે આ બિલ્ડિંગના બે માળ ફાઇનલ કર્યા છે. ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ E માં સમુદ્ર તરફનું એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ જુહુ-વર્સોવા લિંક રોડ પાસે આવેલ છે.

ઋતિક રોશન અને સબા આઝાદની આ રીતે થઈ હતી મુલાકાત, ઘણા મહિનાઓ સુધી છૂપાવીને રાખ્યુ | This is how Hrithik Roshan actually met with Saba Azad in this way. - Gujarati Oneindia
image soucre

રિતિક રોશન અને સબા આઝાદ ગયા વર્ષથી એકબીજાની સાથે રિલેશનશિપમાં છે. રિતિક રોશન અને સબા આઝાદની ઉંમરમાં લગભગ 11 વર્ષનો તફાવત છે. તમને જણાવી દઈએ કે રિતિક રોશન 48 વર્ષનો છે. જ્યારે સબા આઝાદ હવે 37 વર્ષની થઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો બંને એક્ટર્સે તેમના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે.

શું સબા આઝાદ અને રિતિક રોશને તેમની રિલેશનશિપ ઓફિશિયલ કરી ? જુઓ Photos | TV9 Gujarati
image soucre

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રિતિક રોશન છેલ્લે ફિલ્મ ‘વિક્રમ વેધા’માં જોવા મળ્યો હતો, જે સાઉથની રિમેક ફિલ્મ હતી. આ ફિલ્મમાં હૃતિક રોશનની સાથે સૈફ અલી ખાન લીડ રોલમાં જોવા મળ્યો હતો. હૃતિક રોશન હાલમાં આગામી ફિલ્મ ‘ફાઈટર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પહેલીવાર રિતિકની સામે જોવા મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *