‘સારા દા સારા સચ’, શુભમન ગિલે સારા અલી ખાનને ડેટ કરવાની અફવાઓ પર મૌન તોડ્યું, ફેન્સને લાગ્યો મોટો ઝાટકો

ભારતીય યુવા બેટ્સમેન શુભમન ગિલ અને બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત મીડિયા હેડલાઈન્સમાં છે. બંનેને લઈને ફેન્સ વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. રિપોર્ટ્સ અનુસાર બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સાથે આ જોડી ઘણા પ્રસંગોએ સાથે જોવા મળી છે.

image source

શું ગિલ ખરેખર સારા સાથે સંબંધમાં છે? આવી તમામ અટકળો વચ્ચે ગિલે તમામ અફવાઓનો જવાબ આપ્યો. 23 વર્ષીય ગિલે પંજાબી શો ‘દિલ દિયા ગલ્લા’માં અનેક સવાલોના જવાબ આપ્યા હતા. જ્યારે શોના હોસ્ટે શુભમનને બોલિવૂડની સૌથી યોગ્ય અભિનેત્રી વિશે પૂછ્યું તો તેણે સારા અલીનું નામ લઈને જવાબ આપ્યો.

આ દરમિયાન હોસ્ટ સોનમ બાજવાએ ગિલને પૂછ્યું કે શું તે સારાને ડેટ કરી રહ્યો છે. જેના પર ગિલે કહ્યું “કદાચ”. તેમના જવાબે હોસ્ટને વધુ પ્રશ્નો પૂછવા માટે પ્રેરિત કર્યા. હોસ્ટ સોનમે કહ્યું કે સારાનું આખું સત્ય કહો. તો ગિલે જવાબ આપ્યો સારા દા સારા સચ બોલો દિયા. “કદાચ હા” અને “કદાચ નહીં”.

image source

તમને જણાવી દઈએ કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સારા અને શુભમનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને એકસાથે ડિનર કરતા જોવા મળ્યા હતા. એક યુઝરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક પર શેર કર્યો છે. શુભમન ગિલની વાત કરીએ તો તે 20-20 વર્લ્ડ કપની ટીમનો ભાગ નહોતો.

પરંતુ શુભમન ગિલને ન્યુઝીલેન્ડ સામેની આગામી ત્રણ મેચની ટી-20 શ્રેણી અને વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે છેલ્લે ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં એક્શનમાં જોવા મળ્યો હતો. બીજી તરફ, સારા અલી ખાન તેના આગામી અસાઇનમેન્ટમાં સ્ટાર બોલિવૂડ એક્ટર વિકી કૌશલ સાથે જોવા મળશે. બંને લક્ષ્મણ ઉતેકરની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *