સારા સમાચાર, LPG સિલિન્ડર 100 રૂપિયા સસ્તું થયું, જાણો શું છે નવા ભાવ? પણ આપણે કેટલાનો મળશે એક સિલિન્ડર

દેશમાં મોંઘવારીથી ત્રસ્ત લોકોને મહિનાના પહેલા દિવસે મોટી રાહત મળી છે. અત્યાર સુધી એલપીજીમાં સતત ભાવ વધારો થયો છે, પરંતુ હવે તમારા ખિસ્સા પરનો ભાર થોડો ઘટી શકે છે, કારણ કે સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જી હા, 1લી સપ્ટેમ્બરે એટલે કે આજે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સારા સમાચાર સાંભળીને લોકોના જીવનમાં ખુશીની એક નવી લહેર આવી છે. એલપીજી સામાન્યથી લઈને દરેક લોકોના ઘરમાં વાપરવામાં આવતી એક મુખ્ય ચીજ છે. તેથી જ લોકોના જીવન પર એલપીજી ના ભાવની અસર મુખ્ય પડે છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ભાવમાં આ ઘટાડો માત્ર કોમર્શિયલ સિલિન્ડર પર જ થયો છે. જ્યારે 14.2 કિગ્રાનું ઘરેલું એલપીજી સિલિન્ડર જૂના ભાવે જ ઉપલબ્ધ છે.

image source

1 સપ્ટેમ્બરથી દિલ્હીમાં 1 ઇન્ડેનના 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 91.50 રૂપિયા, કોલકાતામાં 100 રૂપિયા, મુંબઈમાં 92.50 રૂપિયા, ચેન્નાઈમાં 96 રૂપિયા સસ્તી થશે. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનો ફાયદો દેશના લગભગ દરેક ખૂણામાં મળશે.

દિલ્હીમાં આજથી 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત 1976.50ની જગ્યાએ 1885 રૂપિયા થશે. તે જ સમયે, હવે કોલકાતામાં કિંમતો ઘટીને 1995.5 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે પહેલા તે 2095 રૂપિયા હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત ઘટીને 1844 રૂપિયા થઈ ગઈ છે. દરેક જગ્યા પર એલપીજીના ભાવમાં ઘટાડો થયો છે.

image source

6 જુલાઈથી ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે સિલિન્ડર હજુ પણ એ જ કિંમતે મળશે. ઇન્ડેન સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1053 રૂપિયા હશે, જ્યારે કોલકાતામાં 1079 રૂપિયા, મુંબઈમાં 1052, ચેન્નાઈમાં 1068 રૂપિયા હશે.

1 ઓગસ્ટના રોજ પણ કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો

image source

ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. અગાઉ ઓગસ્ટમાં પણ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત પહેલા 2012.50 પૈસા હતી, આ ઘટાડા પછી કિંમત ઘટીને 1976.50 રૂપિયા થઈ ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *