શાર્દુલ શિશુવિહારના બાળકોને દંડવત પ્રણામ! એવી કૃતિઓ ભજવી કે આખી દુનિયા જીવવાની રીત સમજે, બધું જાતે જ તૈયાર કર્યું

તાજેતરમાં જ16 એપ્રિલ, 2023ના રોજ શાર્દુલ શિશુવિહાર, કર્ણાવતી ધ્વારા તેમના વાર્ષિકોત્સવ ઉદ્ઘોષ-2023નું આયોજન વસ્ત્રાલમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં કરવામાં આવ્યું હતું. સમાજમાં વધી રહેલા પારિવારિક પ્રશ્નો, બાળકીના ભવિષ્યને લઈને વધી રહેલા શૈક્ષણિક પ્રશ્નો, તેમજ નાની ઉમરે જ ડીપ્રેશન, આપઘાત જેવા બનાવોનું પ્રમાણ વધ્યું છે.

ત્યારે આ તમામ પ્રશ્નોના જવાબ અને સમાધાન આપતી મહાનાટીકા “શાલીન કુટુંબ, પારિવારિક શાળા” અહીં દર્શાવવા આવી. જેમાં ભાગ લેનાર તમામ કોઈ પ્રોફેશનલ નહીં પરંતુ શાર્દૂલમાં અભ્યાસ કરતા બાળકો તેમજ તેમના માતા પિતા હતા. થીમ, સ્ક્રીપ્ટ, મ્યુઝીક, લાઈટીંગ તેમજ નાટકમાં જરૂરી મટીરીયલ આ બધું જ જાતે જ તૈયાર કરવામાં આવ્યું.

આશ્ચર્યની વાત એ હતી કે 4 કલાકના આ કાર્યક્રમમાં ચિક્કાર ભરાયેલો હોલમાં મહાનાટીકાએ રંગ જમાવ્યો. અભિભાવકોની એક્ટિંગ અને વાસ્તવિકતા દેખાડતી આ નાટીકામાં લોકો પોતાના આંસુ રોકી ન શક્યા. તો ક્યારેક પેટ પકડી હસી પડ્યા હતા.

એટલું જ નહીં સસ્પેન્સ, પ્રશ્ન, ભય, સંગીત આવા તમામ રસથી ભરપૂર નાટક જોઈ આવનાર દરેક માતા પિતા પોતાની જગ્યા ઊભા થઈને ઝૂમ્યા અને પોતાના બાળકના ઘડતરની શીખ લઈને ગયા.

નાટીકામાં શાર્દૂલના બાળકોએ કરેલ હનુમાન ચાલીસા પર ચોંગાસન, શાસ્ત્રાર્થ અંતાક્ષરી, રોપ મલખમ જેવી કૃતિઓએ લોકોને આશ્ચર્યચકીત કરી દીઘા.

આ કાર્યક્રમથી તમામ દર્શકો એક પ્રેરણા સાથે પાછા વળ્યા હતા. આપણું કુટુંબ આદર્શ બનાવીશું અને આપણી શાળામાં પરિવરારિક ભાવના ખીલવિશું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *