જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે બે ગણો કુબેર દેવતાનો સાથ

*તારીખ ૧૩-૧૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક કૃષ્ણ પક્ષ
*તિથિ* :- પાંચમ ૨૪:૫૨ સુધી.
*નક્ષત્ર* :- આર્દ્રા ૧૦:૧૮ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- સાધ્ય ૨૨:૪૯ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :- ૦૬:૪૯
*સૂર્યાસ્ત* :- ૧૭:૫૭
*ચંદ્ર રાશિ* :- મિથુન ૩૦:૩૦ સુધી. કર્ક
*સૂર્ય રાશિ* :- તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*:-

પોઝિટિવ રહેવાથી વિચાર ક્ષમતા વધે.વ્યવસાયિક પ્રશ્નો હલ થાય. આર્થિક આયોજન પર ધ્યાન રાખવું.પ્રવાસ મુસાફરી ની સંભાવના.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશિ*

જોશમાં હોશ જાળવવું.આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.સામાજિક ક્ષેત્રે સાનુકૂળતા રહે. દાંપત્યજીવનમાં ખુશહાલી જણાય. પ્રેમીઓએ મનમુટાવ ટાળવા.

*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :-૫

*મિથુન રાશિ*

મૂંઝવણ ચિંતા નો માહોલ હટે. સંતાનના પ્રશ્નો હલ થતા જણાય. પ્રવાસ મુસાફરી ટાળવા.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

સ્થાયી સંપત્તિ મિલકતનો પ્રશ્ન હલ થતો જણાય.વેવિશાળ પ્રપોઝ અંગે સાનુકૂળતા રચાય. દાંપત્યજીવનમાં મતમતાંતર ટાળવા.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશિ*

વાહન મિલકત ફેર બદલ અથવા નવા વસાવવા અંગે ચર્ચા વિચારણા રહે.વિરોધી થી સાવધ રહેવું.આરોગ્ય અંગે બેપરવાહ ન બનવું.

*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

મધુરતા ભર્યું વાતાવરણ જળવાઈ રહે.પ્રશ્નો હલ થતા જણાય. લેતીદેતીમાં સાવધાની રાખવી. મિલકતના પ્રશ્નો હલ થતા જણાય.

*શુભ રંગ*:- નીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

આર્થિક ક્ષેત્રે સાનુકૂળતા બને. મતભેદ નું નિવારણ થાય.ભાગ્ય કામ કરતું જણાય.સમયનો સાથ મળે.

*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

ગૃહ જીવનમાં આનંદ હળવાશ રહે.કાર્ય અંગે પ્રવાસ થાય.દ્વિધા યુક્ત પરિસ્થિતિ રહે.નિરાશા ચિંતામાં આંશિક રાહત વર્તાય.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

આરોગ્ય અંગે ચિંતા રહે. નાણાકીય પ્રશ્નો સર્જાય.લેણદાર નો તકાદો ચિંતા રખાવે.હરીફની કારી ન ચાલે.

*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

શાણપણાના સમજદારી થી દિવસ સાનુકૂળ બને.વિરોધીથી ચેતવું.વેવિશાળ અંગે સાનુકૂળ વાતાવરણ રહે.સ્નેહી મિત્રનું આવાગમન રહે.

*શુભ રંગ* :ભૂરો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

પ્રવાસ મુસાફરી થતી જણાય. મૂંઝવણ ચિંતા વર્તાય.સંતાનના વિલંબિત પ્રશ્ન હલ થાય.અભ્યાસ અંગે સાનુકૂળતા બને.

*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

પારિવારિક ગૃહજીવનમાં સાનુકૂળ દિવસ રહે.આર્થિક ચિંતા રહે. ગૃહ જીવનના પ્રશ્નો હલ થાય. લાભદાયી સંજોગ રચાય.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *