ટ્રેન આવી ગઈ તો પણ ફાટક બંધ ન થઈ, વાહનો અટવાઈ ગયા, જુઓ શું થયું

બે મિનિટ માટે રૂંવાડા ઊભા થઈ જાય તેવી કાલે ઘટના આજે ગોધરા શહેરમાં બની હતી. આપણે ફાટક બંધ થાય ત્યારે ટ્રેન આવે છે તેવું સમજીને લોકો ફાટક પર ઊભા રહી જાય છે પરંતુ તમે માની લો કે ટ્રેન આવે છે અને ફાટક બંધ નથી થઇ તેથી આપણને એવું લાગે કે ટ્રેન નથી આવી રહી તેવા વિશ્વાસ પર ફાટક ક્રોસ કરીએ છીએ અને ત્યારે જો ટ્રેન આવી જાય તો શું થાય? આવું જ ગોધરામાં પણ બન્યું છે ફાટક બંધ થયો નથી અને ટ્રેન આવે છે તેવી જાણ થાય તો કેવા હાલ થાય. એક વખત આવી જ બીક ગોધરાના જાફરાબાદમાં કેટલાક લોકોને લાગી છે.

ખુલ્લા રેલવે ફાટક પર ટ્રાફિક જામ ...
image sours

જાગૃત લોકોના કારણે દુર્ઘટના થતાં અટકી હતી :
શહેરના જાફરાબાદના દશામા રેલ્વે ફાટક પાસે સાંજના સમયે એક ટ્રેન આવી રહી હતી. ત્યારે ફાટક પરના કર્મચારી આ ફાટકને બંધ કરતાં હતા પરંતુ ટ્રાફિક ખૂબ વધારે હોવાના કારણે અને ત્યા અંડર ગ્રાઉન્ડની કામગીરી ચાલુ હોવાના લીધે કલાકો સુધી ત્યાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પરંતુ આજે એક પેસેન્જર ટ્રેનની ખૂબ જ નજીક આવી રહી હતી ત્યારે આ રાહદારીઓ અને વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ જ પોતાના વાહનને લઇને ખૂબ અટવાઈ ગયા હતા.

ગોધરાઃ ટ્રેન આવી ગઈ પણ ફાટક બંધ ના થયો, વાહનો અટવાઈ ગયા, પછી જુઓ શું થયું- Video
image sours

આસપાસ ઊભા રહેલા કેટલાક જાગૃત લોકોએ ફટાફટ આ ફાટકની વચ્ચોવચ અટવાઈ ગયેલા વાહનોને બહાર કાઢી લીધા તેથી મોટી જાનહાની થતા બચાવી લીધી હતી. જો આ વાહન ચાલકો રેલવે ફાટકની વચ્ચોવચ ઊભા થઈ રહ્યા હોત તો આજે પણ ઘણા બધા વાહન ચાલકો અને રાહદારીઓનો ભોગ લેવાતો પરંતુ આસપાસ ઉભેલા લોકોની સતેજતના પગલે ખૂબ મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી.

વાહન ચાલકો પાટા પર અટવાઈ ગયા હતા :

શહેરના જાફરાબાદ પાસે આવેલ રેલવે તંત્રની ઘોર બેદરકારી પણ સામે આવી હતી. રેલવે ટ્રેક ઉપર ટ્રેન પસાર થવાના સમયે આ ફાટક બંધ કરતી વખતે અહીં અવર જવર કરી રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો રેલ્વેના પાટા પર અટવાય ગયા હતા. તેમા ફાટક પર અટવાઈ ગયેલા વાહન ચાલકોનો જીવ જોખમા મુકાય ગયો હતો. હાલમાં સ્થાનિકોમા રેલ્વે તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળ્યો છે. આ તરફ રેલવે તંત્રની ઘોર બેદરકારીને લીધે કોઇ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ થાય ? તેવા ઘણા સવાલો પણ ઊભા થયા છે.

સિહોરના રેલવે ફાટકથી લોકો ત્રસ્ત, ટ્રાફિકની સમસ્યા કાયમી | People affected by railway gate of Sihore traffic problem is permanent
image sours

Leave a comment

Your email address will not be published. Required fields are marked *