મેઘરાજાનું આગમન થઈ શકે છે ગુજરાતમાં, 13 અનવ 14 તારીખે આ જિલ્લામાં વરસાદનું અનુમાન, ગરમી વધશે.

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સપ્તાહની શરૂઆતમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ચોમાસાની આગાહીની સાથે જ રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે.

ગુજરાતમાં હજુ કેટલા દિવસ વરસાદની આગાહી કરાઈ? - BBC News ગુજરાતી
image socure

ગુજરાતમાં આકરી ગરમી પડી રહી છે, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને આકરી ગરમી પડવાની સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે રાજ્યના હવામાનમાં ફેરફાર થવાની ધારણા છે. રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના છે. મેઘમહેરથી ગરમીમાં ઘટાડો થયો હતો પરંતુ ફરી એકવાર મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

હવામાન વિભાગે આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી છે, એટલે કે માર્ચના મધ્ય સુધીમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં 13મીથી 15મી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે જ વધતા તાપમાન સાથે હીટ વેવનો પણ સામનો કરવો પડી શકે છે.

ભારે વરસાદની આગાહી News in Gujarati, Latest ભારે વરસાદની આગાહી news, photos, videos | Zee News Gujarati
image socure

અમદાવાદ હવામાન વિભાગના નિયામક ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે ગુજરાતમાં 13 અને 14મીએ હળવા કે ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. તેમણે શુક્રવારે એમ પણ કહ્યું કે રાજ્યમાં તાપમાન વધી રહ્યું છે. ડોક્ટર. મોહંતીએ કહ્યું કે આગામી બે દિવસમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં વિસ્તરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં 13મીએ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતાં ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, કચ્છ, પોરબંદર, ગીર-સોમનાથમાં વિસ્તરણની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઈટ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં 13મીએ વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, રાજકોટ, પોરબંદર અને કચ્છમાં વરસાદની આગાહી છે.

રાજયમાં ફરી આજે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ! જાણો ક્યાં વિસ્તારમાં પડી શકે છે આજે વરસાદ - The Squirrel
image soucre

14મી માર્ચે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને અમરેલી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 13મી અને 14મી માર્ચ દરમિયાન ઉપરના જિલ્લાઓમાં 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

ખેડૂતોએ રાજ્યમાં હોળીના તહેવારની આસપાસ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વાત કરી હતી. હવે ફરી એકવાર અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને શાકભાજી અને બાગાયતી પાકની કાપણી કરવા અને ખેત પેદાશો અને ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે.

શિયાળાના અંત અને ઉનાળાની શરૂઆત વચ્ચે, રાજ્યમાં દુષ્કાળનો માર સહન કરવાનો વારો ખેડૂતોનો છે. બીજી તરફ શહેરોમાં રોગચાળાના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 3,800 OPD સારવારના કેસો વાયરલ ચેપ માટે નોંધાયા છે, જે છેલ્લા 10 દિવસમાં વધીને 38,000 થઈ ગયા છે.

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી | Gujarat News in Gujarati
image source

શુક્રવારે રાજ્યમાં મહત્તમ મહત્તમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. ભુજ, નલિયા, કેશોદ 38 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 34 ડિગ્રી, રાજકોટમાં 37 ડિગ્રી, વડોદરા અને સુરતમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આમ, રાજ્યમાં મહત્તમ તાપમાન મોટે ભાગે 36-37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું.

ગુજરાતમાં આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી, અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદ થયો
image socure

જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો પણ વધી રહ્યો છે જેના કારણે રાત્રિના સમયે ઠંડકનું પ્રમાણ ઘટી રહ્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 19, ગાંધીનગરમાં 21, રાજકોટમાં 20, વડોદરામાં 18, સુરતમાં 22 લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *