ખોરાકને ઓછામાં ઓછો 32 વાર ચાવવો જ જોઈએ, માનો છો? ના તો આ જાણીને માની જશો…

શા માટે તમારે ખોરાક 32 વાર ચાવવો જ જોઈએઃ

તે પાછળનું વિજ્ઞાન અને તેના લાભો જાણો

તમને કદાચ યાદ હશે કે તમને તમારા માતાપિતા કે પછી દાદાદાદી હંમેશા તમારો ખોરાક શાંતિથી અને વ્યવસ્થીત ચાવીને ખાવાનું કહેતા હતા. આપણા મગજના કોઈક ઉંડાણમાં આપણે બધા એ જાણીએ છીએ કે તે સાચું છે અને આપણા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે. પણ, આજની ઉતાવળી જીવશૈલીમાં, આપણે બધાં જ આ ખુબ જ સરળ પણ અસરકારક ટેવને ભુલી રહ્યા છીએ અને તે આપણા સ્વાસથ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આ જે 32 વાર ભોજન ચાવવાની સરળ ક્રીયા છે તે ખરેખર તમારા શરીર તેમજ મગજને અઢળક સ્વાસ્થ્ય લાભો પહોંચાડે છે.

તમારા દાદાદાદીની 32 વાર ભોજન ચાવાની સલાહને આધુનિક વિજ્ઞાન દ્વારા પણ ટેકો મળ્યો છે. તો આજના આપણા આ લેખમાં જાણો કે 32 વાર ભોજન ચાવવાના ફાયદાઓ શું છે અને તેની પાછળનું વિજ્ઞાન શું છે.

જ્યારે તમે તમારો ખોરાક વ્યવસ્થીત રીતે ચાવો છો ત્યારે તમારા શરીરમાં શું થાય છે ?

ભોજનનું પાચન તમારા મોઢાથી શરૂ થાય છેઃ

આપણું શરીર એક અત્યંત સોફિસ્ટીકેટેડ મશીન છે જેને કુદરત દ્વારા ડીઝાઈન કરવામાં આવ્યું છે. જ્યારે ક્યારેય પણ ખોરાકને સુંઘવામાં, જોવામાં કે પછી વીચારવામાં પણ આવે કે તરત જ આપણા મગજના પ્રાથમિક લાળ કેન્દ્રને એક સિગનલ મોકલી દેવામાં આવે છે અને મોઢામાંથી તરત જ લાળ છૂટવા લાગે છે.

આપણે જ્યારે ક્યારેય પાચનની વાત કરતા હોઈ છે ત્યારે મોઢું એ ખુબ જ મહત્ત્વનું અંગ છે છતાં હંમેશા તેને અવગણવામાં આવે છે.

જ્યારે ખોરાકને આપણા મોઢામાં વ્યવસ્થીત રીતે ચાવવામાં આવે, ત્યારે તે સુક્ષ્મ કણોમાં ટૂટે છે અને આ નાના ખોરાકના કણો સાથે લાળ મીક્સ થાય છે. એકવાર જ્યારે લાળ ખોરાકના સંપર્કમાં આવતા જ ખાસ એન્ઝાઇમ્સની મદદથી તેમાંથી સ્ટાર્ચ છુટ્ટો પડવા લાગે છે.

એમિલેસ નામનું એઝાઈમ આ સ્ટાર્ચને શર્કરામાં તોડે છે, જે તમારું શરીર ખુબ જ સરળતાથી શોષી લે છે. લાળમાં પણ લિન્ગ્યુઅલ લિપાસે નામનું એન્ઝાઈમ હોય છે જે ચરબીને છુટ્ટી પાડે છે.

મોઢાના ટેસ્ટ બડ્સ, લગભગ 50થી 100 વિશિષ્ટ એપિથેલિયલ સેલ્સ તમારા મોઢાના પોલાણમાં છુટ્ટા પડે છે. પ્રાથમિક રીતે જીભની આગળની બાજુ, ત્યાર બાદ બન્ને બાજુ અને છેલ્લે જીભની પાછળ.

મોઢાના ટેસ્ટ બડ્સ કંઈ ન્યુરોન્સ નથી હોતા તેમ છતાં તેમાં કેટલીક ન્યુરેનલ પ્રોપર્ટીઓ રહેલી છે. તે મગજને વિવિધપ્રકારના સિગ્નલ મોકલે છે, જે સંવેદનાત્મક, પોષણક્ષમ અને અન્ય માહિતીઓથી ભરપુર હોય છે.

દા.ત., જ્યારે આપણે ખોરાકને વ્યવસ્થીત રીતે ચાવીએ છીએ ત્યારે તેના ટેસ્ટ બડ મગજને સિગ્નલ મોકલે છે કે આપણે કેવા પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છે અને તે આપણા પેટ તેમજ પાચન માર્ગના અન્ય અંગોને તે ખોરાકને વ્યવસ્થીત રીતે પચાવવા માટે તૈયાર કરે છે.

આ સિગ્નલ આપણા પેટમાં યોગ્ય પ્રમાણ અને યોગ્ય પ્રકારના પાચક રસો છોડવામાં મદદ કરે છે જેથી કરીને તે ખાસ ખોરાકની પાચન પ્રક્રિયા સરળ બને.

એ વાતની નોંધ લે જો કે ટેસ્ટ બડને એ નથી ખબર કે તમે પાસ્તા, બ્રેડ, રોટલી, ચીઝ કે શું ખાઓ છો. તેમને માત્ર એટલી જ ખબર છે કે તમારા ખોરાકમાં શું છે – જેમ કે પ્રોટિન્સ, કાર્બ્સ, ફેટ્સ અને અન્ય પોષકતત્ત્વો.

યોગ્ય પ્રમાણમાં પાચક રસોનો સ્ત્રાવ એ પણ પાક્કુ કરે છે કે તે કોરાકમાં રહેલા પોષકો આપણા શરીરમાં સંપૂર્ણ રીતે શોષાય ગયા હોય.

પરિણામ સ્વરૂપ મિશ્રણ ત્યાર બાદ પેટમાં આગળની પ્રક્રિયા માટે મોકલી દેવામાં આવે છે.

વ્યવસ્થીત રીતે ચાવ્યા વગર ખોરાગ ગળી જવાની ખરાબ અસરો
જ્યારે આપણે ઉતાવળમાં હોઈએ છીએ અને યોગ્ય રીતે આપણો ખોરાક ચાવતા નથી ત્યારે આપણે તેને મોટા કણોમાં ગળી જઈએ છીએ.


ઉતાવળમાં ખાવાની ટેવના કારણે મોઢાંની લાળ વ્યવસ્થીત રીતે ખોરાકમાં ભળતી નથી. સ્ટાર્ચ અને શર્કરા જેની આપણા મોઢાના પોલાણોમાં પ્રી-પ્રોસેસ થવી જોઈએ તે નથી થતી, અને માટે તે અધૂરો ચાવેલો ખોરાક સીધો જ પેટમાં જતો રહે છે. ઉતાવળે ખાવાથી ટેસ્ટ બડને મગજ તેમજ પેટને સીગ્નલ પહોંચાડવા માટે પુરતો સમય નથી મળતો જેથી કરીને પાચક રસો તેની જરૂરિયાત પ્રમાણે છૂટતા નથી.

આમ થવાથી તમારા પેટ પર આ અધુરા ચાવેલા ખોરાકને પચાવવા માટે વધારે જોર પડે છે.પેટને આ અધુરો ચાવેલો ખોરાક તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. અને પેટને જે આ વધારાની ઉર્જાની જરૂર પડે છે તે તે લોહીમાંથી મેળવે છે. ખોરાકને પચાવવા માટે જે વધારાના લોહીની જરૂર પડે છે તે અન્ય અંગોથી એટલે કે મગજ વિગેરે તરફથી પેટ તરફ વહે છે.

અને માટે જ ભવ્ય લંચ કે ડીનર લીધા બાદ આપણને આળસ અને ઉંઘની ફીલીંગ થાય છે. હકીકતમાં તો આપણને તાજગી તેમજ સ્ફૂર્તિનો અનુભવ થવો જોઈએ.

કોરાકના મોટા કણોના કારણે પાચક માર્ગ માટે તે અધૂરા ચાવવામાં આવેલા ખોરાકમાંથી પોષણ શોષવું અઘરુ થઈ પડે છે.

પચ્યા વગરના ખોરાકના કણો લોહીના વહેણમાં પ્રવેશી શકે છે. જે આપણા શરીરમાં ઝેરીતત્ત્વેનો સંચય વધારે છે.

ઉપર જણાવેલી દરેક હકીકતો તમને વિવિધ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ જેવી કે વજન વધવું, મેદસ્વીતા, ડાયાબીટીસ, હાઇ કોલેસ્ટેરોલ, એસિડિટી, પાચનની સમસ્યાઓ, મૂડ સ્વિંગ્સ, ખીલ અને અન્ય ત્વચાને લગતી સમસ્યાઓ તરફ દોરી જાય છે.

ખોરાકને ધીમેથી અને વ્યવસ્થીત રીતે ચાવીને ખાવાના ફાયદા

• તમે ખોરાકને જેટલો વધારે ચાવશો તેટલું જ વધારે પોષણ તેમાંથી તમારું શરીર શોષશે.

• તે તમને યોગ્ય બોડી વેઇટ મેઇન્ટેઇન કરવામાં મદદ કરે છે. દા.ત. સામાન્ય વજન ધરાવતા લોકો કરતાં જે લોકો મેદસ્વી હોય તેઓ ખોરાકને ઓછો ચાવે છે (એટલે કે ઓછો સમય ચાવે છે). તમે જેટલો વધારે ખોરાકને ચાવશો તેટલું જ વધારે તમને ભોજન કરતા વાર લાગશે, પેટને તમારા મગજને તમે ધરાઈ ગયા છો તે સીગ્નલ આપતા સમય લાગશે (સામાન્ય રીતે 15થી 20 મિનિટ). આ દ્વારા એ અભ્યાસને સમજાવી શકાય છે કે શા માટે લોકો જ્યારે ધીમું જમે છે ત્યારે જલદી ધરાઈ જાય છે.

• જો તમે ધીમે તેમજ ખોરાક વ્યવસ્થીત રીતે ચાવીને ખાવાની આદત રાખશો પાચનને લગતી મોટા ભાગની સમસ્યાઓ દૂર થઈ જશે.

• જમ્યા બાદ તમે પોતાની જાતને હળવા તેમજ સ્ફૂર્તિલા અનુભવશો.

• જમ્યા બાદ તમે પોતાની જાતને સંતુષ્ટ અને સુખાવહ અનુભવશો, જેથી કરીને તમે તમારા જીવનના અન્ય પાસાઓ વિષે સ્પષ્ટરીતે વિચારી શકશો. તમારો મૂડ સ્વિંગ નહીં થાય તે સ્થીર રહેશે.

• આ ઉપરાંત તમારી નજીક આવતી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ તમારાથી દૂર રહેશે.

શા માટે 32 વાર ?

ભારતીય પરંપરામાં, 32 વાર ભોજન ચાવવાને દાતોની સંખ્યા સાથે જોડવામાં આવ્યું છે, જે 32 હોય છે. એટલે કે દરેક દાત માટે એકવાર તેમ 32 વાર ચાવવું. જો કે આ સંખ્યાનો માત્ર ચાવવાના મહત્ત્વને દર્શાવા માટે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પણ તમારે કંઈ તમારા ભોજનને 32 વાર ગણીને ચાવવાની જરૂર નથી, પણ અહીં તમને કેટલાક મુદ્દા આપવામાં આવ્યા છે જેને તમારે ખોરાક ચાવતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએઃ

• શાંત, ખલેલરહીત વાતાવરણમાં જમો. ઉતાવળમાં જમવું કે પછી કામ કરતા જમવું કે પછી ટીવી જોતા જોતાં જમવું તેમ કરવાથી તમે ખોરાકને યોગ્ય રીતે ચાવી શકશો નહીં. જમતી વખતે તમારે મોબાઈલ ફોનને પણ તમારાથી દૂર રાખવાનો છે.

• તમે ભોજનનો કોળીયો લો તે પહેલાં તેને સુંઘો. જમતી વખતે તમારી અન્ય ઇન્દ્રિયોને પણ તેમાં શામેલ કરો, તેમ કરવાથી તમને ખોરાકમાંથી વધારે સંતોષ મળશે.

• નાના કોળીયાથી શરૂઆત કરો.

• ધીમે અને શાંતિથી ચાવો

• જ્યાં સુધી તમારો ખોરાક સંપૂર્ણ પેસ્ટમાં ન ફેરવાઈ જાય ત્યાં સુધી ખોરાકને ચાવો.

• સામાન્ય રીતે તમે તમારો ખોરાક જેટલો ચાવતા હોવ તેનાથી બેવડો ચાવો અને ધીમે ધીમે કોળીયા વધારો.

• બીજો કોળીયો મોઢામાં નાખતા પહેલાં પહેલો કોળીઓ વ્યવસ્થીત રીતે ચાવીને ગળો.

• વ્યવસ્થીત રીતે ચાવીને ખાવાથી તમને સ્વાસ્થ્યને લગતા ફાયદા તો ચોક્કસ થવાના જ પણ બીજો ફાયદો એ થશે કે તમે ખરેખર તમારા ખોરાકને એન્જોય કરશો. જો તમે ઉતાવળમાં તમારો ખોરાક ચાવ્યા વગર ગળી જશો તો તમારા પેટને તો સંતોષ કે ફાયદો નહીં જ મળે પણ તમે તેના સ્વાદને પણ એન્જોય નહીં કરી શકો.

ખોરાકને વધારે લાંબો સમય ચાવવાની ટેવ પાડવી શરૂઆતમાં તો ઘણી અઘરી છે અને કદાચ તમને તેટલો વધારે ખોરાક ચાવવો કદાચ વિચિત્ર પણ લાગે. પણ એટલું યાદ રાખો કે માત્ર આ નાનકડી આદત બદલવાથી તમારા શરીરને અઢળક ફાયદો થવાનો છે.

ટેવ પાડવા માટે તમારે તેને એકધારું કરવાનું છે સફળતાની તે જ એક કુંજી છે. ખુબ જ ઝડપથી તમને તેની ટેવ પડી જશે અને તમારું શરીર તે માટે તમારો ખૂબ આભાર માનશે.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *