રીસોટો બોલ્સ – બહાર રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં ખાતા હોઈએ છે પણ હવે ઘરે જ બનાવો.

રીસોટો બોલ્સ એ ઇટાલિયન સ્ટાર્ટર છે , જનરલી આપડે બહાર રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં ખાતા હોઈએ છે. તેને બનાવવા ખુબજ સરળ છે તો ચાલો આજે આપણે ઘરે રીસોટો બોલ્સ કેમ બનાવાય તેની રેસીપી જોઈ લઈએ.

સામગ્રી

૧ કપ બનાવેલા ભાત ( રીસોટો બોલ્સ બનાવવા માં અર્બોરીઓ રાઈસ વપરાય છે પણ જો તે ના હોય તમારી પાસે તો ખીચડીયા ચોખા લઇ શકો છો . આ રેસીપી માં ખીચડીયા ચોખા જ લીધેલા છે.)

૧ કપ – ખમણેલું ચીઝ

ચીલી ફ્લેક્સ

મીઠું – અડધી ચમચી

તેલ ટાળવા માટે

મેંદો – ૧ કપ જેટલો

બ્રેડ ક્રમ્બ્સ


સૌ પ્રથમ મેંદા માં જરૂર મુજબ પાણી નાખતા જઈ એકદમ સ્મૂથ બેટર બનાવી લેવાનું અને એક સાઈડ રાખી દેવું.


એક બાઉલ માં બોઈલ કરેલા રાઈસ , ચીઝ , મીઠું , ચીલી ફ્લેક્સ નાખી હળવા હાથે મિક્સ કરી લો. હવે તેમાં થી મીડીયમ સાઈઝ ના બોલ્સ બનાવી લો. હવે જે મેંદા નું બેટર બનાવેલું તે બાઉલ લઇ લો અને એક પ્લેટ માં બ્રેડ ક્રમ્બ્સ લઇ લો , અહીં મેં ટોસ્ટ ને મિક્ષચર માં ક્રશ કરી લીધેલા છે. પેહલા મિશ્રણ માં થી બોલ્સ બનાવી લો, બધા બોલ્સ બની જાય એટલે પેહલા મેંદા ના બેટર માં ડીપ કરી લો પછી બ્રેડ ક્રમ્બ્સ માં કોટ કરી લો. આ રીતે એક પછી એક બધા બોલ્સ ને કરી લો.


હવે બધા બોલ્સ ને ફ્રિજ માં ૧૫-૨૦ મિનિટ માટે મૂકી દો. જેથી કોટિંગ બરાબર ફિક્સ થઇ જાય અને તળતી વખતે બોલ્સ છુટ્ટા ના પડી જાય.


૧૫-૨૦ મિનિટ પછી બોલ્સ ને ફ્રિજ માં થી કાઢી લો , કડાઈ માં તેલ ગરમ કરી લો. ધીમે ધીમે તેલ માં બોલ્લ્સ નાખી દો , અને ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી તળી લો. બોલ્સ ને ખૂબ જ ધીમે થી હલાવવા.


થોડા થોડા બોલ્સ તેલ માં તળી લઇ પ્લેટ માં નીકાળી દો. બસ તૈયાર છે તમારા રિસોટો બોલ્સ.


કેચપ સાથે ગરમ ગરમ રિસોટો બોલ્સ એન્જોય કરો .

તમે બોલ્સ ને ફ્રિજ માં રાખી દઈ અને જયારે ખાવા હોય ત્યારે ગરમ ગરમ ફ્રાય કરી ને સર્વ કરી શકો અને ગરમ જ સારા લાગશે.

તો આજ ની આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે તો જરૂર થી ટ્રે કરો અને તમારો ફીડબેક કોમેન્ટ માં જરૂર થી જણાવો.

રસોઈની રાણી : નિરાલી કોરાટ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *