white સોસ ચીઝી ભાત – પાસ્તા માં વપરાતો આ સોસ ને તમે ભાત માં ઉમેરી ને મજા માણી શકો છો…

બપોરે ભાત વધ્યા હોય તો ચોક્કસથી આ બનાવી ને બાળકો ને ખુશ કરી શકશો. પાસ્તા માં વપરાતો આ સોસ ને તમે ભાત માં ઉમેરી ને મજા માણી શકો છો .આજ કલ બાળકો ની ડિમાન્ડ હોય છે કે પાસ્તા બનાવી આપો પણ પાસ્તા મેંદો ના બનેલાં હોવાથી આપડે ઘણી વાર ના પડતાં હોઈએ છે પણ હવે તમે ખૂબ પૌષ્ટિક એવા ભાતના ચીઝી ભાત બનાવવી શકો છો…

સામગ્રી :

– ૧ કપ બાફેલા ભાત

– ૨ ચમચા માખણ

– ૧ ચમચો ઘઉં નો લોટ

– ૧/૨ કપ દૂધ

– ૧/૨ ચમચી મરી

– જરૂર મુજબ મીઠું

– 1 ક્યુબ ચીઝ

– ૧ ચમચી ઓરેગાનો

– ૧/૨ ચમચી હર્બ્સ

– ૧ ચમચી ચીલી ફ્લેક્સ

– 1/2 નંગ સમારેલું કેપ્સિકમ

– 1/2 નંગ સમારેલો કાંદો

રીત :

ચીઝી સોસ બનાવા માટે :

સ્ટેપ :1


એક પેન માં માખણ લઇ તેમાં ઘઉં નો લોટ ઉમેરી 2-3 મિનિટ શેકી તેમાં 1/2 કપ જેટલું દૂધ ઉમેરી બરાબર મિક્સ કરી છીણેલું ચીઝ ઉમેરી. ત્યારબાદ હલાવી 2-3 મિનિટ ગેસ પર રાખી ઉપર થી મીઠું ,મરી પાવડર ઉમેરી સોસ તૈયાર થશે .

સ્ટેપ :2


બીજા એક પેન માં માખણ લઇ તેમાં જીણા સમારેલા કાંદા અને કેપ્સીકમ ઉમેરી સાંતળી લેવું .સંતળાય જાય પછી તેમાં ભાત ઉમેરી . બરાબર મિક્સ કરી તેમાં તૈયાર કરેલો સોસ ઉમેરી . ઉપર થી તમારાં સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ ,હર્બ્સ અને ઓરેગાનો ઉમેરવાં. અને જો બાળકો ને આપવા હોય તો તમે aviod કરી શકો છો .હવે ,ગેસ બંધ કરી .ગરમ સર્વ કરવું ..

નોંધ :

– અહીં મેં સોસ બનવા ઘઉં નો લોટ લીધો છે તમે મેંદો પણ લઇ શકો છો ..

રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *