રવાના ગુલાબજાંબું – હવે જયારે પણ ગુલાબજાંબુ ખાવાની ઈચ્છા થાય તો ફટાફટ બનાવી લો આ રીતે…

રવાના ગુલાબજાંબું

નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક વાર જાંબુ સોફ્ટ નથી બનતા. અથવા તો તેમાં ચાસણી વ્યવસ્થિત રીતે ઉતરતી નથી. તમે પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ ગુલાબજાંબુ બનાવવા માંગતા હોવ તો આ રવા ના ગુલાબજાંબુ રેસિપી ફૉલો કરો.

સામગ્રી

  • – 1/2 કપ મિલ્ક પાવડર
  • – 1 કપ રવા
  • – 1 મોટી ચમચી તેલ કે અડધી મોટી ચમચી ઘી
  • – ચપટી દળેલી ખાંડ
  • – જરૂર મુજબ દૂધ ( 1/4 કપ )
  • – 2 કપ પાણી
  • – 1.5 કપ ખાંડ
  • – 3થી 4 એલચીનો પાવડર
  • – ચપટી કેસર અથવા ઓરંજ કલર
  • – મોટી ચમચી ગુલાબજળ (વૈકલ્પિક)

બનાવવાની રીતઃ

1.પાણી, ખાંડ, એલચી અને કેસર મિક્સ કરો. આ મિક્સરને ગેસ પર ચડાવી તે ચાસણી જેવુ ગાઢ બને ત્યાં સુધી ગરમ કરો. ગુલાબજાંબુ માટે એક, બે કે ત્રણ તારની ચાસણી બનાવવાની જરૂર નથી. તેમાં ગુલાબજળ ઉમેરીને હલાવો અને ગેસ બંધ કરી દો.

2..એક પેન માં 1 ચમચી ઘી લઇ તેમાં રવો સેકી લેવું .સેકેલો રવો કાઢી પ્લેટ માં કાઢી લેવું

3.હવે ,એજ પેન માં 1/4 કપ દૂધ ઉમેરી ઉકળે એટલે તેમાં મિલ્ક પાવડર અને રવો ઉમેરી લેવું ….અને બરાબર હલાવી ગુલાબ જાબુંનો
સ્ટુફીન્ગ રેડી કરવું ….જરૂર જણાય તો સોફ્ટનેસ માટે થોડુ વધારે દૂધ ઉમેરો . આ માવો કડક કે સૂકો ન હોવો જોઈએ. તેમાંથી નાના નાના બોલ્સ બનાવો.

4 ..તેલ કે ઘી ગરમ કરો અને પછી ગેસ ધીમો કરી દો. રવા ુલાબ જાંબુના બૉલ્સ તેલમાં નાંખીને તેને ધીમે તાપે તળો. જ્યારે બૉલ્સ સોનેરી રંગના થઈ જાય ત્યારે તેને તેલમાંથી બહાર કાઢી ચાસણીમમાં નાંખી દો. 1-2 કલાક માટે ગુલાબજાંબુને ચાસણીમાં રાખો.

5.રવા જાંબુ તમે ગરમ કે ઠંડા કોઈપણ રીતે સર્વ કરી શકો છો. ફ્રીઝમાં મૂકેલી રવાના ગુલાબજાંબુ તમે માઈક્રોવેવમાં ગરમ કરીને સર્વ કરી શકો છો.


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *