ડ્રાય રોઝ પેટલ્સ સિરપ અને ગુલકંદ – શરબત સીરપ પણ બહારથી લાવવાની જરૂરત નહિ રહે..

ડ્રાય રોઝ પેટલ્સ સિરપ અને ગુલકંદ :

ઉનાળાની સખત ગરમીમાં રોઝ – ગુલાબની બનાવટોમાંથી બનતા અને નેચરલ ઠંડક આપતા ડ્રીંક્સ, આઇસ્ક્રીમ કે સ્વીટ્સ ઘરમાં અને માર્કેટમાં બનવા અને મળવા લાગે છે. ઉનાળાની ગરમીમાં રીફ્રેશિંગ આઇસી, કોલ્ડ ડ્રીંક્સ ઘરમાં પણ ગૃહિણીઓ અનેક પ્રકારના બનાવતા હોય છે. આઇસ્ક્રીમની સાથે સાથે ગોલા, લસ્સી, મિલ્ક શેઇક વગેરે બનાવવામાં આવતા હોય છે. તો તેમાં મનપસંદ ટેસ્ટ –ફ્લેવર ઉમેરવા માટે તેના સીરપ માર્કેટ્માં મળતા હોય છે. જેવાકે.. પાઇનેપલ, મેંગો, ચોકલેટ, કાચી કેરી જેવા બીજા અનેક પ્રકારના સિરપ રેડી મળતા હોય છે.

નેચરલ અને ઓર્ગેનિક ફ્રુટ્સ કે ફ્લાવર્સમાંથી ઘરે પણ આ પ્રકારના સીરપ બનાવી શકાય. જે શરીરને નેચરલ ઠંડક આપે છે. અને હેલ્થ માટે ફાયદાકારક બની રહે છે.

તો આજે હું અહીં નેચરલ, ઓર્ગેનિક, ઘરના જ ગાર્ડનના રોઝની ડ્રાય પેટલ્સમાંથી રોઝ સિરપ બનાવવાની રેસિપિ આપી રહી છું. જે બધા જ બનાવી શકે તેટલી સરળ છે.

માર્કેટમાં પણ રોઝ મળતા હોય તે ફ્રેશ રોઝ પેટલ્સમાંથી પણ સિરપ બનાવી શકાય છે.

આ સીરપ બનાવવા માટેની સામગ્રી ઘરમાંથી મળી રહે છે. સુગર અને પાણીનું સીરપ બનાવીને તેમાં ગ્રાઇન્ડ કરેલી પેટલ્સ ઉમેરવાની છે. ત્યારબાદ તેમાં થોડું રોઝ મિક્ષ ઉમેરીને ડીલીશ્યશ સમરકુલ સીરપ બનાવી શકાય છે. જે ગોલા, લસ્સી, મિલ્ક કોલ્ડ ડ્રીંક્સ, લેમોનેડ કે શરબત બાનવવામાં ખૂબજ ઉપયોગી થશે. હોમ મેઈડ હોવાથી સ્વાસ્થ્ય માટે પણ સારુ છે.

તમે પણ સમરમાં કુલ રહેવા માટે મારી આ રેસિપિ ફોલો કરીને ડ્રાય રોઝ પેટલ્સ સીરપ ચોક્કસથી બનાવજો.

ડ્રાય રોઝ પેટલ્સ સિરપ બનાવવા માટેની સામગ્રી :

  • 1 કપ ડ્રાય રોઝ પેટલ્સ
  • 1 કપ સુગર
  • ¾ કપ પાણી

½ ટી સ્પુન રોઝ મિક્સ – આમાં રોઝ કલર અને એસેંસ બન્ને સાથે હોય છે.

ડ્રાય રોઝ પેટલ્સ સિરપ બનાવવાની રીત :

સૌ પ્રથમ એક બાઉલમાં 1 કપ ડ્રાય રોઝ પેટલ્સ લઇ તેને ધોઈ લ્યો.

ત્યારબાદ તેમાં પાણી ½ કપ ઉમેરીને 2-3 કલાક પલાળો.

તેમા વધારે સમય પાણીમાં પલાળવાથી રોઝની સરસ ફ્રેગરંસ આવશે. અને ડાર્ક થઇ ગયેલી ડ્રાય પેટલ્સ નો ફરી નેચરલ કલર આવી જશે. જે તમે પીક્ચરમાં જોઇ શકો છો.

2-3 કલાક પછી પેટલ્સ પાલાળેલા પાણીને કાઢ્યા વગર તે જ પાણીની સાથે ગ્રાઇંડ કરી લેવાની છે. કેમેકે તે પાણીમાં રોઝની મેક્ષિમમ નેચરલ ફ્રેગરંસ હોય છે. ગ્રાઇંડ કરીને સરસ ફાઇન પેસ્ટ બનાવી લ્યો.

બનાવેલી પેસ્ટ સરસ પિંક કલરની બનશે.

હવે પ્રથમ સુગર સીરપ બનાવવાનું છે. તેના માટે એક પેન લ્યો.તેમાં 1 કપ સુગર ઉમેરો.

તેમાં સાથે 3/4 પાણી ઉમેરો. હવે મિડિયમ ફ્લૈમ પર ગરમ કરો.

સુગર ઓગળે ત્યાં સુધી સ્પુનથી હાલાવતા રહો, જેથી સુગર બરાબર પુરેપુરી ડાયલ્યુટ થઈ જાય.

હવે તેમાં બબલ થઈને ઉકળવા લાગે ત્યારબાદ 3-4 મિનિટ ઉકાળો. આમાં તારવાળું સીરપ બનાવવાનું નથી, પણ થોડું સ્ટીકી થાય તેવું સીરપ બનાવવાનું છે.

થોડું જ સ્ટીકી સીરપ બને એટલે ફ્લૈમ બંધ કરી બાજુમાં મૂકી દ્યો.

સુગર સીરપ થોડું ઠરે પછી તેમાં રોઝ પેટલ્સની બનાવેલી ફાઇન પેસ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. થોડીવાર હલાવતા રહો.

પેટલ્સનો કલર સીરપમાં આવી જશે.

ગરમ સીરપમાં પેસ્ટ ઉમેરવાથી પેસ્ટનો કલર ચેંજ થઈ જશે અને રોઝની ફ્રેગરંસ બળી જશે.

જો તમારે મિલ્કમાં આ સીરપ વાપરવું ના હોય તો આ સ્ટેપ પર ½ લેમન જ્યુસ ઉમેરી શકો છો.

જેથી રોઝ સીરપ લાંબો ટાઇમ ફ્રીઝમાં સ્ટોર કરવું હશે તો ક્રીસ્ટલાઈઝ નહી થાય.

હવે ડ્રાય રોઝ પેટલ સીરપ રુમ ટેમ્પરેચર પર આવી ઠંડું પડી જાય એટલે તેને એક કાચની સ્ટરીલાઇઝ્ડ કરેલી બોટલ કે કાચના જારમાં ડબલ નેટવાળી ગળણીથી ગાળી લ્યો. ગળણીમાં રહેલા લેફ્ટ ઓવર્સને નાના બાઉલમાં કાઢીને એક્બાજુ રાખો. (તેમાંથી ગુલકંદ બનાવી શકાય.તેની પણ હું અહીં આ સાથે રીત આપું છું).

હવે ગાળેલા સીરપમાં ½ ટી સ્પુન રોઝ મિક્ષ ઉમેરી બરાબર સ્પુનથી મિક્ષ કરી લ્યો.

તો રેડી છે આપણું સરસ નેચરલ રોઝની ફ્રેગરન્સવાળું સમર કુલ ડ્રાય રોઝ પેટલ્સ સીરપ…

હવે તેને રેફ્રીઝરેટરમાં ઠંડું થવા મૂકો.

ઠંડું થાય એટલે સર્વ કરો. સર્વ કરવા માટે કાચના 2 ગ્લાસ લ્યો. કેમકે હું અહીં રોઝ શરબત અને રોઝ મિલ્ક બન્ને સર્વ કરીશ.

સૌ પ્રથમ બન્ને ગ્લાસમાં 4-4 ટેબલ સ્પુન બનાવેલું ડ્રાય રોઝ પેટલ્સ સીરપ ઉમેરો.

ત્યારબાદ બન્ને ગ્લાસમાં 3-4 આઇસ ક્યુબ ઉમેરી જરા સ્પુનથી હલાવી લ્યો. જેથી સીરપ એકદમ ચીલ્ડ-કોલ્ડ થઈ જાય.

ત્યારબાદ એક ગ્લાસમાં ચિલ્ડ વોટર ઉમેરો. અને બીજા ગ્લાસમાં કોલ્ડ મિલ્ક ઉમેરો.

બન્નેમાં સ્પુન ફેરવી મિશ્રણ એકરસ કરી લ્યો. બ્લેંડરથી પણ મિક્ષ કરી શકો છો.

હવે તેમાં 3-4 ડ્રાય રોઝ પેટલ્સ ઉમેરી ચિલ્ડ સર્વ કરો.

ડ્રાય રોઝ પેટલ્સ સીરપમાંથી બનાવેલ શરબત અને રોઝ મિલ્ક ઠંડા ઠંડા..કુલ કુલ ..સમર કુલ પીવાથી એકદમ ફ્રેશનેસ આવી જશે.

હેલ્થમાં અને ટેસ્ટમાં બેસ્ટ એવું આ નેચરલ ફ્રેગરંસવાળું સીરપ તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો.

• હવે ગળણીમાં રહેલી લેફટ ઓવરને પેનમાં મૂકી તેમાં 2-3 ટેબલ સ્પુન સુગર ઉમેરો. મિક્ષ કરી સ્લો ફ્લૈમ પર સતત હલાવતા રહો. સુગર બરાબર ઓગળી જઇ બધું મિશ્રણ બરાબર ઘટ્ટ થઇ જાય એટલે તરતજ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો.

તો હવે રેડી છે ગુલકંદ.

• એક બ્રેડની સ્લાઇઝ લઈ તેના પર બનાવેલ રોઝ સીરપથી લાઈટ બ્રશિંગ કરો.વધારે લગાડવાથી બ્રેડસોગી થઇ જશે અને વધારે પડતી સ્વીટ લાગશે.

હવે તેનાં પર બનાવેલું ગુલકંદ થોડું સ્પ્રેડ કરો.

બાળકોને સર્વ કરો. રોઝના સ્વીટ ટેસ્ટવાળી બ્રેડ ખૂબજ ભાવશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *