શિયાળું સ્પેશિયલ મહેસાણાનું પ્રખ્યાત ડુંગળીયું આને તમે બાજરીના રોટલા સાથે આનંદથી ખાઈ શકશો…

આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયુ. આપણે નાની-નાની ડુંગળીનો ઉપયોગ કરીને બનાવીશું. બન્યા પછી ખૂબ જ ટેસ્ટી બને છે. જનરલી આ શાક ફામ હાઉસ માં બને છે.કારણ કે ખૂબ જ વધારે સામગ્રી અને ખૂબ જ વધારે તેલમાં બનતું હોય છે. તો આજે આપણે એકદમ સરસ ઓછા તેલ બને તેની રેસિપી જોઈશું.


સામગ્રી

  • ડુંગળી
  • ટામેટા
  • લીલી ડુંગળી
  • લીલું લસણ
  • શેકેલા સીંગદાણા નો પાવડર
  • પનીર
  • કાજુ ના ટુકડા
  • ગાંઠીયા
  • ગોળ
  • લીંબુ
  • દહીં
  • બાદિયા
  • તજ
  • સંભાર ગરમ મસાલો

રીત-

1- સૌથી પહેલા આપણે ડુંગળીને ઉપરથી કટ કરી લઈશું. જેટલી ડુંગળી લઈએ એટલા ટામેટા લેવાના છે. આપણે 300 ગ્રામ ડુંગળી લઈશું. હવે ડુંગળી ને ચાર ભાગમાં કટ કરી લઈશું. ત્યારબાદ ટામેટાને મોટા મોટા કટ આપીને તેની પ્યુરી બનાવી લઈશું.

2- હવે આપણે વઘાર કરી લઈશું.શાક નો વઘાર કરવા માટે કોઈપણ જાડા તળિયાવાળી પેન લઈશું. અથવા નોનસ્ટિક લેવાની.હવે તેમાં 1/4કપ તેલ લઈશું.હવે આને આપણે ડુંગળી સમારેલી છે તે એડ કરીશું.


3-હવે ડુંગળીને ધીમા ગેસ પર સતત હલાવતા બ્રાઉન અને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે.અને તેનો કલર પણ બ્રાઉન થઇ ગયો છે.હવે તેમાં બે બાદીયા અને એક તજ નો ટુકડો એડ કરીશું.જેથી શાકમાં સરસ ફ્લેવર આવી જાય.

4- હવે ચાર મિનિટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે લસણ નાખીશું.આઠ થી દસ કળી લસણ ઝીણું સમારીને નાખીશું. લસણ નાખવાથી તેનો ટેસ્ટ ખુબ સરસ આવે છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું.

5- હવે પાંચ મિનિટ થઈ ગઈ છે. ડુંગળી લસણ બધું સરસ શેકાઈ ગયું છે. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો જે એકદમ ગુલાબી ડાર્ક કલર થઈ ગયો છે.હવે એક કપ ઝીણી સમારેલી લીલી ડુંગળી નાખીશું.

6- હવે પા કપ ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું.આ શાક માં લસણ નો ટેસ્ટ ખૂબ સરસ આવે છે.હવે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે બે મિનિટ થઈ ગઈ છે.હવે બધું સરસ શેકાઈ ગયું છે.હવે આપણે તેમાં મસાલા કરી લઈશું.

7- હવે અડધી નાની ચમચી હળદર નાખીશું. હવે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું.અને એક મોટી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.તમે આ સ્ટેજ પર તમે લીલા મરચાં ઝીણાં સમારીને પણ નાખી શકો છો.હવે મસાલા ને અડધી મિનિટ માટે સાંતળી લઈશું. હવે અડધી મિનિટ થઈ ગઈ છે અને સરસ કલર આવી ગયો છે.


8- હવે આપણે ટામેટાની પ્યુરી નાખીશું.અને હવે સરસ મિક્સ કરી લઈશું.ટામેટા ની પ્યુરી નાખ્યા બાદ તેને સતત હલાવતા રહીશું. હવે બે ચમચી શેકેલા સીંગદાણા નો પાઉડર નાખીશું. ત્યાર બાદ અડધો કપ દહીં નાખીશું.હવે ગેસ ધીમો કરી દઈશું.હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું.હવે હલાવી લઈશું.તેલ છૂટું પડવા ના લાગે ત્યાં સુધી કુક કરી લઈશું.

9- હવે મીડીયમ ગેસ પર સતત હલાવતા શાક ને ફરીથી તેમાં તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ કલર આવી ગયો છે.હવે તેમાં પા કપ ગાઠીયા નાખીશું. ત્યારબાદ કાજુ ના ટુકડા નાખી શું.હવે બધું સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક મોટી ચમચી સંભાર મસાલો નાખીશું.

10- હવે આપણા શાક માંથી તેલ છુટુ પડવા માંડ્યું છે.હવે તેમાં અડધો કપ છીણેલુ પનીર નાખીશું.હવે તેમાં એક મોટી ચમચી ગોળ નાખીશું.ગોળ અને પનીર ને સરસ મિક્સ કરી લઈશું.હવે ગોળ સરસ મિક્સ થઈ ગયો છે. હવે શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે લીંબુનો રસ નાખીશું. ત્યારબાદ બે મોટી ચમચી લીલા ધાણા નાખીશું. અને મિક્સ કરી લઈશું.

11-હવે સરસ બધું મિક્સ થઈ ગયું છે અને મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું તૈયાર થઈ ગયું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એકદમ લચકા પડતું અને સરસ બન્યું છે. કોઈપણ પાણીનો આપણે ઉપયોગ નથી કર્યો. હવે ગેસ બંધ કરી દઈશું અને ગરમાગરમ રોટલા સાથે સર્વ કરીશું. તો તમે આ રેસિપી ને ચોક્કસથી ફોલો કરજો. અને જરૂર થી આ શિયાળામાં બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *