માથાના વાળ ખરતા હોય કે પેટની સમસ્યા હોય આ પાંદડા છે રામબાણ ઈલાજ

તમે સારી ટેવો અપનાવીને અને તમારી રોજિંદા જીવનમાં નાના નાના ફેરફારો કરીને સ્વસ્થ રહી શકો છો. તમારી સવારની દિનચર્યામાં કેટલાક મીઠા લીમડાના પાનનો સમાવેશ કરવાથી ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ મળે છે. મિઠા લિમડાના પાંદડા સામાન્ય રીતે લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળી શકે છે.

image source

આ પાંદડા ખોરાકમાં વિશેષ સ્વાદ અને સુગંધ લાવે છે. પરંતુ તેઓ સ્વાસ્થ્ય માટે પણ સારા છે. મિઠા લિમડાના પાંદડા વ્યક્તિની ત્વચા, વાળ અને એકંદર આરોગ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે. તમારા ભોજનના તડકામાં શામેલ કરવા સિવાય, રોજ સવારે ખાલી પેટે તાજા લિમડાના પાંદડાઓ પણ ચાવી શકાય છે.

લિમડાના પાંદડામાં ઘણા પ્રકારણના ઔષધીય ગુણો હોય છે

નિષ્ણાતો ના મતે, લિમડાના પાંદડામાં ઘણા પ્રકારણના ઔષધીય ગુણો હોય છે. તેને મીઠા લીમડા તરીકે પણ ઓળખાય છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય ઘણા વિટામિન્સ હોય છે જે શરીરને એનિમિયા, હાઈબીપી, ડાયાબિટીસ જેવા રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. તેમાં વિટામિન બી 2, બી 6 અને બી 9 પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે વાળને જાડા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જાણો ખાલી પેટ મિઠા લિમડાના પાંદડા ખાવાથી શું શું ફાયદાઓ થાય છે.

image source

વાળ પતન અટકાવે છે

લિમડાના પાંદડા વાળ ખરતા રોકવામાં મદદ કરે છે. સવારે પ્રથમ વસ્તુ, સવારે એક ગ્લાસ પાણી પીધા પછી થોડા તાજા લિમડાના પાન ચાવી શકો છો. પાનને યોગ્ય રીતે ચાવો અને નાસ્તાના ઓછામાં ઓછા 30 મિનિટ પહેલાં તેનું સેવન કરવું. આ સિવાય લિમડાના પાંદડાથી હેયર ટોનિક પણ બનાવી શકો છે. આ માટે પાંદડાને એટલા ઉકાળો કેતે પાણીમાં ભળી જાય અને પાણી લીલું થઈ જાય. તેને વાળ પર 15-20 મિનિટ માટે લગાવો. આનો ફાયદો થશે.

પાચનશક્તિમાં ફાયદો કરે છે

image source

ખાલી પેટ લિમડાના પાનનુ સેવન ખાસ કરીને સારા પાચન આરોગ્ય સાથે સંકળાયેલ છે. જ્યારે ખાલી પેટે લિમડાના પાંદડા ખાવામાં આવે છે ત્યારે તે શરિરના પાચન ઈંજામોને ઉત્તેજીત કરે છે અને મળ ત્યાગમાં મદદ કરે છે અને તે કબજિયાતને દૂર કરવામાં પણ મદદ કરે છે.

મોર્નિંગ સિકનેસથી છૂટકારો

લિમડાના પાન મોર્નિંગ સિકનેસ એટલે કે સવાર-સવારમાં જોવા મળતી નબળાઇ, ઉલટી અને ખેંસ સામે લડવામાં પણ મદદગાર છે. તે પાચનક્રિયાને વધારે છે જે આ રોગોને મટાડવામાં મદદ કરે છે.

image source

વજન ઘટાડે છે

લિમડાના પાન ચાવવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. પાચનમાં સુધારો, ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં, સારૂ કોલેસ્ટરોલનું સ્તર તેમા મદદ કરે છે.

હૃદયરોગથી બચાવે છે

image source

લિમડાના પાંદડામાં લોહીનું કોલેસ્ટરોલ ઓછું કરવાનો ગુણ હોય છે. તેનાથી હૃદયની બિમારીઓથી દૂર રહી શકો છો. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો કોલેસ્ટ્રોલને ઓક્સિડાઇઝ થવાથી રોકે છે. તેનાથી બેડ કોલેસ્ટરોલનું પ્રમાણ વધતું નથી અને હૃદયની સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે.

એનિમિયા થવાનું જોખમ ઘટાડે છે

શરીરમાં લોહીના અભાવને કારણે એનિમિયા થાય છે અને આ રોગથી છુટકારો મેળવવા માટે મિઠા લિમડા પાનનું સેવન ફાયદાકારક છે. તેમાં આયર્ન અને ફોલિક એસિડ વધારે પ્રમાણમાં હોય છે.

image source

ડાયાબિટીઝમાં ફાયદાકારક

લિમડાના પાન શરીરમાં ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને પ્રબાવિત કરીને લોહિમાં સુગરના સ્તરે ઘટાડવામાં મદદ કરે છે. ફાઇબરની માત્રા વદુ હોવાને કારણે આ રોગથી પિડાતા લોકો માટે મદદગાર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Leave a comment

Your email address will not be published. Required fields are marked *