ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી નો બાફલો – ઘરમાં બધાને પસંદ આવશે કાચી કેરીનો આ બાફલો, એકવાર જરૂર બનાવજો.

આજે આપણે ઉનાળુ સ્પેશિયલ કાચી કેરી નો બાફલો બનાવવાની રીત જોઈશું. કેરી તો ફ્રૂટ નો રાજા કહેવાય છે. કેરી ખાવાનું મહત્વ પણ છે તે આપણ ને કૂલિંગ ઈફેક્ટ આપે છે. અને લું થી બચાવે છે.આ ડ્રીંક ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જો તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ રેસિપીના અંતમાં આપેલ ચેનલ લિંક પર ક્લિક કરીને જોડાઈ જાવ.

સામગ્રી

  • કાચી કેરી
  • સાકર
  • મીઠું
  • સંચળ પાવડર
  • મરી પાવડર
  • શેકેલું જીરું પાવડર
  • ફુદીના ના પાન

રીત

1- સૌથી પહેલા બે કાચી કેરી લઈશું. તેને સરસ ધોઈ લઈશું. હવે તેની છાલ કાઢી લઈશું. હવે તેના પીસ કરી લઈશું. હવે તેના મોટા મોટા પીસ કરી લઈશું. પછી આપણે તેને બ્લેડ કરી લઈશું. હવે જે તેનો ગોટલો છે તે પણ તેમાં એડ કરી લઈશું.

2- હવે બાફવા માટે જરૂર મુજબ નું પાણી ઉમેરી શું.આપણે લગભગ એક કપ જેટલું પાણી ઉમેરી શું. હવે ત્રણ સિટી કરી લઈશું. હવે સીટી થઈ ગઈ છે.હવે ચેક કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી સરસ બફાઈ ગઈ છે.

3- હવે ગોટલા ને હાથ થી નીચોવી લઈશું.આ ગોટલા ને દાળ માં પણ નાખી શકો છો. હવે બ્લેન્ડર ફેરવી લઈશું.પણ તમે વિડિયો માં જોઈ શકો છો કે વચ્ચે અમુક પીસિસ છે. તો તેને ગાળી લઈશું.

4- હવે ફરી ગેસ ચાલુ કરીશું. અને કેરી નો બાફલો મૂકી દઈશું. હવે તેમાં સાકર એડ કરીશું. આમાં તમે સાકર, ખાંડ, ગોળ કઈ પણ એડ કરી શકો છો. આપણે અત્યારે સાકર એડ કરીશું. કારણકે સાકર ઠંડક આપે છે.હવે આપણે બે ચમચી સાકર એડ કરીશું.

5- જો તમારી કેરી વધારે ખાટી હોય તો તમે સાકર વધુ કે ઓછું કરી શકો છો. હવે તેને ઓગળવા દઈશું. હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું. ત્યારબાદ એક નાની ચમચી સંચળ પાવડર એડ કરીશું. હવે એક નાની ચમચી મરી પાવડર એડ કરીશું. હવે આપણે એક નાની ચમચી શેકેલું જીરું પાવડર એડ કરીશું. આ પણ ઠંડક આપે છે.

6- હવે બરાબર મિક્સ કરી લઈશું. હવે સાકર ઓગળી ગઈ છે.એટલે હવે ગેસ બંધ કરી દઈશું. હવે આ ઠંડુ પડે એટલે એક બોટલ માં કાઢી લઈશું. હવે ઠંડુ થઈ ગયું છે.

7- તો ચાલો હવે સર્વે કરી લઈએ. કેરી ના બાફ્લા ને સર્વે કરવા માટે બે ગ્લાસ લઈ લઈશું. સૌથી પહેલા તેમાં આઈસ ક્યૂબ એડ કરીશું. હવે તેમાં થોડા ફુદીના ના પાન તોડી ને એડ કરીશું. હવે બે ચમચી કેરી નું મિશ્રણ એડ કરીશું.

8- હવે તેમાં ઠંડુ પાણી એડ કરીશું. હવે હલાવી લઈશું. હવે થોડું શેકેલું જીરું ભભરાવી લઈશું. હવે હલાવી લઈશું.તો તૈયાર છે કેરી નો બાફ્લો. આ ઉનાળામાં જરૂરથી બનાવજો પીજો અને પીવડાવજો.

વિડિઓ રેસિપી:


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *