મોમાં મૂકતા જ ઓગળી જાય એવા દહી વડાની સરળ અને પરફેક્ટ રેસિપી

આજે આપણે મોમાં મૂકતા જ ઓગળી જાય એવા દહી વડા ની રેસિપી જોઈશું. આ વડા ને સોફ્ટ બનાવવા માટે ટિપ્સ આમાં આપેલી છે. તો તમે વિડિયો ને લાસ્ટ સુધી જોજો.અને સાથે દહી વડા નો સ્વાદ જે દસ ઘણો વધારી દે તેવા ડ્રાય મસાલા ની રેસિપી પણ આપેલી છે. તો ચાલો શરૂ કરીએ.

સામગ્રી

  • અજમો
  • જીરું
  • સંચળ પાવડર
  • ડ્રાય ફુદીના પાન નો પાવડર
  • લાલ મરચું પાવડર
  • આદુ
  • લીલા મરચાં
  • દહી
  • દળેલી ખાંડ
  • મીઠું
  • અડદ ની દાળ
  • તેલ
  • ગ્રીન ચટણી
  • આંબલી અને ગોળ ની ચટણી
  • ઝીણી સેવ

રીત

1- સૌથી પહેલા ડ્રાય મસાલા માટે એક તવા પર એક ચમચી જીરું નાખીશું. ત્યારબાદ એક ચમચી અજમો લઈશું. બન્ને વસ્તુ ને ધીમા ગેસ પર હલાવતા રહીશું. અને શેકવા માટે જે લોખંડ ની લોઢી આવે છે તે જ લેવાની.જો આવી લોઢી ના હોય તો કોઈ પણ જાડા તળિયા વાળુ વાસણ લેવું.

2- હવે તેનો કલર બદલાઈ જાય એટલે સમજી લેવાનું કે બન્ને વસ્તુ સરસ રીતે શેકાય ગઈ છે.અને તેની સુગંધ પણ સરસ આવે છે.જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે ખાયણી અને દસ્તો લઈ લઈશું. જે શેકાઈ ગયું છે જીરું અને અજમો તે તેમાં લઈ લઈશું.

3- હવે તેમાં અડધી ચમચી સંચળ પાવડર એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી ડ્રાય કરેલા ફુદીના ના પાન નો પાવડર એડ કરીશું.ત્યારબાદ એક ચમચી લાલ મરચું પાવડર નાખીશું. હવે મસાલા ને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલો ખૂબ જ ટેસ્ટી લાગે છે. દહી વડા સિવાય આ દહી ચાટ માં પણ ભભરાવી શકો છો.

4- હવે દહી વડા બનાવવા માટે એક કપ અડદ ની દાળ ને બે કલાક પલાળી રાખી હતી.જો તમે વધારે પલાળી રાખો તો પણ ચાલે.હવે તેમાં થી બધું પાણી નિતારી લેવાનું છે.ત્યારબાદ તેમાં બે લીલા મરચા અને દોઢ ઇંચ આદુ નો ટુકડો ઉમેરી શું. હવે તેમાં એક ચમચી મીઠુ નાખીશું.હવે આ દાળ ને પાણી નાખ્યા વગર પીસી લેવાની છે.

5- હવે દાળ આપણી પીસાઈ ને રેડી છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું નાખીશું. હવે મેન વસ્તુ કે બેટર ને હવે એક જ દિશા માં ફેટી લેવાનું છે.જેથી તેમાં હવા ભરાશે. જેથી એકદમ હળવું બનશે. જેનાથી આપણા દહી વડા એકદમ સોફ્ટ બનશે.

6- તમારે ફેટ તી વખતે એક જ વાત નું ધ્યાન રાખવાનું છે કે તેને એક જ દિશા માં ફેટવાનું છે.થોડી મહેનત પડશે.પણ એકદમ સોફ્ટ દહી વડા ખાવાની ખૂબ જ મજા આવશે. આ રીતે તમારે આઠ થી દસ મિનિટ ફેટી લેવાનું છે.હવે એકદમ સરસ બેટર રેડી છે. આ બેટર ને એકદમ પાતળું નથી કરવાનું. હવે આપણે બેટર ને ચેક કરી લઈશું. એક બાઉલ માં પાણી લઈશું.તેમાં થોડું બેટર નાખી દો.તમે વીડિયોમાં જોઈ શકો છો કે બેટર ઉપર તળે છે. એટલે આપણું બેટર તળવા માટે બિલકુલ તૈયાર છે.

7- હવે એવું લાગે કે બેટર હાથ માં ચોંટે છે તો હાથ પર પાણી લગાવી લેવાનું. જેથી ચોંટે નહી.હવે તેલ ગરમ થઇ ગયું છે કે નહીં તે ચેક કરી લઈશું.તેલ માં થોડું બેટર નાખીશું. હવે તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે વડા મુકીશું. ગેસ ધીમો જ રાખીશું. હવે ચમચી ની મદદ થી વડા ને ફેરવી લઈશું. જેથી વડા સરસ ફ્રાય થઈ જાય.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા વડા નો કલર બદલાઈ ગયો છે. અને ફ્રાય થઈ ગયા છે તો તેને કાઢી લઈશું.

8- હવે તે રીતે બાકી ના વડા ને તળી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણા બધા વડા ફ્રાય થઈ ગયા છે. હવે એક બાઉલ માં હુંફાળું ગરમ પાણી લઈશું. તેમાં આ વડા એડ કરીશું. આપણે થોડા વડા રાખી મુકીશું. તે સોસ સાથે બહુ સરસ લાગે છે. હવે આ વડા પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ વડા કેટલા ક્રિસ્પી બન્યા છે.

9- હવે આપણે ગળ્યું દહી બનાવી લઈશું. આપણે એક કપ દહીં લીધું.તેમાં બે ચમચી દળેલી ખાંડ લીધી છે. હવે આ દહી ને સારી રીતે ફેટી લઈશું. તમે આખી ખાંડ પણ લઈ શકો છો. તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણું સ્મુથ દહી તૈયાર છે. હવે પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે. હવે વડા માંથી એકદમ હળવા હાથે પાણી નીતારતુ જવાનું છે. અને એક પ્લેટ માં લઈ લઈશું.

10- હવે સર્વીંગ પ્લેટ માં નીચે સ્વીટ દહી મુકીશું.ત્યારબાદ વડા મુકીશું. હવે બધા વડા પર ગળ્યું દહી નાખીશું. હવે તેની પર ગ્રીન ચટણી નાખીશું. હવે આંબલી અને ગોળ ની ચટણી નાખીશું. દહી વડા માં આ ચટણી ખૂબ સરસ લાગે છે. હવે ને ડ્રાય મસાલો બનાવ્યો હતો તે ભભરાવી લઈશું. હવે છેલ્લે ઉપર ઝીણી સેવ ભભરાવી લઈશું. આ સિવાય તેની ઉપર દાડમ ના દાણા પણ નાખી શકો.તો તૈયાર છે એકદમ સોફ્ટ દહી વડા.વિડિયો માં બતાવેલી ટિપ્સ ને આ રીતે ચોક્ક્સ થી ટ્રાય કરો.ખૂબ જ સોફ્ટ બનશે.તમારા દહી વડા.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *