લસ્સી મસ્તાની – ઉનાળામાં બધાની ગમતી એવી લસ્સી હવે બનાવો યમ્મી આ નવીન આઈસ્ક્રીમ ટચથી…

લસ્સી મસ્તાની :

પંજાબની પોપ્યુલર સમર સ્પેશિયલ લસ્સી મસ્તાની થોડુ સ્વીટ તેમજ એક થીક હેલ્ધી શેઇક છે. આ ડ્રિંક પીવાથી ઉનાળાની ગરમીમાં શરીરમાં ખૂબજ ઠંડક મળે છે. ગરમીમાં આ લસ્સી મસ્તાની અમૃત સમાન છે. તેમાં સાથે આઇસ્ક્રીમ ઉમેરવાથી ખૂબજ ટેસ્ટી બને છે. ગરમીની સિઝનમાં બજારમાં પણ બહુ ફ્લેવરમાં મળતી હોય છે. ગરમીની સિઝનમાં ખાસ કરીને ડીનર બાદ લોકો ઠંડી-ઠંડી લસ્સી મસ્તાનીની લહેજત માણતા હોય છે. બાળકોની તો ખૂબજ પ્રિય હોય છે. અલગ અલગ અનેક ટેસ્ટમાં લસ્સી મસ્તાની મળતી હોય છે. તેમજ ઘરે પણ એટલીજ સરસ બનાવી શકાય છે.

તો આજે હું આપ સૌ માટે અહીં એલચી અને વેનિલાના ટેસ્ટની લસ્સી મસ્તાનીની રેસિપિ આપી રહી છું. તો તમે પણ મારી આ હેલ્ધી અને ટેસ્ટી રેસિપિને ફોલો કરીને, બનાવીને ચોક્કસથી મજા માણજો. ઘરના દરેક લોકોને ચોક્કસથી ભાવશે.

લસ્સી મસ્તાની બનાવવા માટેની સામગ્રી :

  • 4 કપ ઠંડું વગરનું થીક દહીં
  • 4 ટેબલસ્પુન સુગર
  • 1 ટીસ્પુન એલચી પાવડર
  • થોડા આઇસ ક્યુબ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલી બદામ
  • 2 ટેબલ સ્પુન બારીક કાપેલા પિસ્તા
  • 10-15 કાજુના કરેલા નાના પીસ
  • થોડી જેલી સ્વીટ્સ
  • 3 ટેબલ સ્પુન કીશમીશ
  • થોડી ડ્રાય અથવા ફ્રેશ પેટલ્સ
  • વેનિલા આઇસક્રીમ જરુર મુજબ

લસ્સી મસ્તાની બનાવવાની રીત :

સૌ પ્રથમ મોટો ગ્રાઇન્ડર જાર લઈ તેમાં 4 કપ ઠંડું પાણી વગરનું દહીં ઉમેરો. હવે તેમાં 4 ટેબલસ્પુન સુગર અને 1 ટીસ્પુન એલચી પાવડર ઉમેરો. તેમાં થોડા આઇસ ક્યુબ ઉમેરી સરસ લસ્સી બનાવી લ્યો. વધારે સ્વીટ લસ્સી બનાવવા માટે તેમાં થોડી વધારે સુગર લઈ શકાય.

હવે આ લસ્સી ગ્લાસમાં પોર કરીને ¾ ગ્લાસ ભરી લ્યો. હવે તેમાં વેનિલા આઇસક્રીમનો મોટો સ્કુપ મૂકો. તેના પર બારીક કાપેલી બદામ, કાપેલા પિસ્તા, કાજુના કરેલા નાના પીસ અને જેલી સ્વીટ્સ સારા એવા પ્રમાણમાં સ્પ્રિંકલ કરો. તેના પર રોઝ પેટલ્સ સ્પ્રિંકલ કરો. હવે ખૂબજ હેલ્ધી, ટેસ્ટી અને કુલ કુલ લસ્સી મસ્તાની સર્વ કરવા માટે રેડી છે. કીટી પાર્ટી કે બાળકોની નાની પાર્ટીઓ માટે આ લસ્સી મસ્તાની કુલ કુલ રહેશે. નાના મોટા બધાને ખૂબજ ભાવશે. હેલ્થ માટે પણ આ લસ્સી સારી રહેશે.

લસ્સી મસ્તાનીને વધારે ટેસ્ટી બનાવવા માટે લસ્સીનો ગ્લાસ અર્ધોજ ભરીને ઉપરની પ્રોસિઝર બે વાર કરવી. જેથી વધારે ડ્રાય ફ્રુટ અને જેલી ફ્રુટસ અને આઇસક્રીમ આવવાથી વધારે ટેસ્ટી અને ક્રીમી લાગશે.

લસ્સી મસ્તાનીને આ ફ્લેવર આપવા માટે તે તે ટેસ્ટના આઇસકીમ ઉમેરી શકાય અને એજ ફ્લેવરનું એસેંસ લસ્સીમાં ઉમેરી શકાય.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *