ગણેશ ચતુર્થી સ્પેશ્યિલઃ ઘરે બનાવી લો ગણેશજીને પ્રિય અને હેલ્થને માટે ખાસ ગણાતા હેલ્ધી સ્પ્રાઉટ્સ મોદક, સરળ છે સ્ટેપ્સ

આજે હું દુંદાળા ગણેશ જી નાં પ્રસાદમાં લાવી છું સ્પ્રાઉટ મોદક. જે બનાવવામાં પણ સહેલા અને ખાવામાં પણ ટેસ્ટી છે. તો તમે પણ આજે પ્રસાદમાં ચોક્કસથી બનાવજો. ચાલો ફ્રેન્ડસ.. હવે જોઈ લઈએ હેલ્ધી સ્પ્રાઉટ મોદકની સામગ્રી.

” હેલ્ધી સ્પ્રાઉટ્સ મોદક ”

સામગ્રી

૧ કપ – ફણગાવેલાં મગ
૧ કપ – ફણગાવેલાં ઘઉં
૧/૪ કપ- મિલ્ક પઉડર
૧/૩ કપ- ખાંડ
૧/૨ કપ- કોપરાનું છીણ
૧/૪ કપ – મિકસ ડ્રાયફ્રુટ
૧ ચમચો – ઘી
૧ ચમચો – મિલ્કમેડ
૧ કપ – માઝા મેંગો ફ્લેવર
૧ ચમચી – ઈલાયચી પાઉડર
૬ ચેરી ગાર્નિશ માટે અને સ્પ્રિકંલ

રીત – સૌ પ્રથમ મિક્સર જારમાં ફણગાવેલાં મગ અને ૨ ચમચી માઝા ઉમેરી ક્રશ કરી લેવું. પછી ફણગાવેલાં ઘઉંમાં ૩ ચમચી માઝા ઉમેરી પીસી લેવું.
હવે એક પેનમાં ઘી ગરમ કરવા મુકવું. તેમાં ફણગાવેલાં મગ અને ફણગાવેલાં ઘઉંનું મિશ્રણ ઉમેરી ૩-૪ મિનિટ શેકી લેવું.
હવે શેકાઈ જાય એટલે તેમાં માઝા મેંગો ફ્લેવર્ મિક્સ કરવું. માઝા પૂરી રીતે એકદમ ઘટ્ટ્ થાય ત્યાંસુધી હલાવવું.મિશ્રણ એકદમ કોરું થાય ત્યાં સુધી શેકી લેવું.
હવે તેમાં મિલ્કપાઉડર અને કોપરાનું છીણ મિક્સ કરવું. પાછું ૨-૩ મિનિટ મિકસ કરવું. હવે તેમાં મિલકમેડ ઉમેરી એકદમ સરખું મિક્સ કરી લેવું.
હવે આ મિશ્રણને થોડું ઠંડું થવા મૂકવું. ઠંડું થઈ જાય પછી તેમાં ડ્રાયફ્રુટ, ખાંડ, ઇલાયચી પાઉડર મિક્સ કરવું. સાથે થોડો ગ્રીન ફૂડ કલર મિકસ કરવો. એકદમ મિક્સ કરી લેવું.
મોદકના મોલ્ડને ઘીનો હાથ લગાવી લેવો.અને ચેરી લગાવી ફોટોમાં બતાવી તે પ્રમાણે પછી મિશ્રણ ભરવું સરખું દબાવીને ભરવું. પછી મોલ્ડ ઓપન કરવું એકદમ મસ્ત મોદક રેડી થશે.
હવે આ મોદક ને સિલ્વર, ગોલ્ડન બોલ લગાવી લેવા તે ઓપ્શનલ છે તમારી રીતે કરી શકો છો. હવે વિઘ્નહર્તા ગણેશજીના પૌષ્ટિક મોદક તૈયાર છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે શ્રેષ્ઠ ખોરાક
મગમાં રહેલા પોષક તત્વોને કારણે બ્લડ શુગરનું લેવલ ઘટે છે સાથે સાથે ભૂખને ઓછી કરી હોર્મોનમાં વધારો અને વજનમાં ઘટાડો કરે છે. આ ઉપરાંત મગમાં રહેલા ફોલેટને લીધે મહિલાઓને પ્રસૂતિ દરમિયાન રાહત રહે છે. ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપૂર મગને રોજિંદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો.

આજે આપણે જોઈશું ગણેશજીનાં લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા? ભગવાનના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે. ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તુટેલો હતો તેથી તેમના લગ્ન થતા ન હતા. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી.

પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ગુસ્સે થવા લાગ્યાં. ભગવાન ગણેશ જ્યારે અન્ય કોઈના લગ્ન જુએ તો તેમનું મન દુખી થઈ જતું. એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતા તે વાતથી દુખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિધ્ન ઊભા કરતા અને આ કામમાં તેની મદદ તેમનું વાહન કરતું. ગણેશજીના કેહવાતી મૂષક અન્ય દેવ દેવીઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા. તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઊભા થતા. આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે તેમની ફરિયાદ કરવા આવ્યા. શિવજી પાસે પણ આ સમસ્યાનું સમાધાન નહોતું તેથી શિવજી અને પાર્વતી દેવી બ્રહ્માજી પાસે ગયા. તેઓ યોગમાં લીન હતા. પરંતુ થોડીવારમાં બે યોગ કન્યા પ્રગટ થઈ. તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું. આ બંને બ્રમ્હાજીની પુત્રી હતી. બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા. તેમણે બંનેને શિક્ષા આપવા કહ્યું. આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા. જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરુપ પાર પડતા.

એક દિવસ ભગવાન ગણેશ આ બધું જ સમજી ગયા. જ્યારે મૂષકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્ન અવરોધ વિના પૂર્ણ થયા ત્યારે ગણેશજી ગુસ્સે થયા. તે સમયે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મુક્યો. આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *