બાળકોના ફેવરીટ એવા ચોકલેટ લડ્ડુ બનાવો, નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ, ગેસ કે ઓવન વગર જ બનાવો ચોકોલેટ લડ્ડુ

નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ

ગેસ કે ઓવન વગર જ બનાવો ચોકોલેટ લડ્ડુ

બાળકોને ચોકલેટ ફ્લેવેરની વાનગીઓ ખુબ જ ભાવતી હોય છે. અને મોટાઓ પણ ચોકોલેટ ખાવામાં કંઈ પાછા પડે તેમ નથી. માટે ચોકેલેટ સાથે જોડાયેલી કોઈ પણ વાનગીની ઘરમાં હા જ હોય છે.

સામાન્ય રીતે આપણે મહિનાનો નાસ્તો ભરીયે ત્યારે બાળકો માટે તેમજ આપણા માટે બિસ્કિટ લેતા જ હોઈએ છીએ. પણ ઘણીવાર બિસ્કીટ ઘરમાં એમ જ પડ્યા રહે છે. તો તેવા સમયે તમે તે વેસ્ટ થઈ ગયેલા બિલ્કીટનો ઉપયોગ કેક બનાવવામાં કરી શકો છો.

અથવા જો તમે વધેલા બિસ્કીટમાંથી કેક બનાવીને કંટાળી ગયા હોવ તો આજે અમે તમારા માટે ચોકોલેટ લડ્ડુ બનાવવાની તદ્દન સરળ રેસીપી લાવ્યા છે. આ રેસીપીમાં તમારે નથી તો ગેસ ચાલુ કરવાનો કે નથી તો ઓવન પ્રિહીટ કરવાનું કે નથી તો તમારે ઓવનની સ્વીચ પણ ઓન કરવાની. તો ચાલો બનાવીએ બનાવવામાં તદ્દન સરળ એવા નો કૂકીંગ ચોકોલેટ લડ્ડુ.

સામગ્રી

4 પેકેટ પાર્લેજી બીસ્કીટ

¾ કપ મીલ્ક

2 ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક

2 ટેબલ સ્પૂન કોકો પાઉડર

2 ટેબલ સ્પૂન ચોકોલેટ પાઉડર

2 ટેબલ સ્પૂન મિલ્ક પાઉડર

½ ટી સ્પૂન ચોકલેટ એસેન્સ (ઓપ્શનલ)

કુકીંગ લેસ ચોકોલેટ લડ્ડુ બનાવવાની રીત

હવે એક બોલમાં બધાજ પેકેટમાંથી બીસ્કીટ કાઢી લેવા અને તેના મોટા ટુકડા કરી લેવા જેથી કરીને મીક્સરમાં ઇઝેલી ક્રશ થઈ શકે.

હવે આ મોટા ટુકડાને મીક્સરમાં ક્રશ કરી લેવા.

હવે આ ક્રશ કરેલા પાઉડરને ચારણીની મદદથી ચાળી લેવું.

જેથી કરીને મોટા ગાંગડા ચળાઈ જાય.

હવે તે જ ચારણીની મદદથી તેમાં મિલ્ક પાઉડર, ચોકલેટ પાઉડર, કોકોઆ પાઉડર ચાળી લેવા જેથી કરીને કોઈ પણ જાતના લંગ્સ ના રહે. હવે ચારણીને બાજુ પર મુકી દેવી.

હવે તેમાં 2 ટેબલ સ્પૂન કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરવું.

1 ટી સ્પૂન ચોકલેટ એસેન્સ એડ કરવું.

હવે બધી જ સામગ્રી વ્યવસ્થીત રીતે મીક્ષ કરી લેવી. કોઈ પણ જાતના ગઠ્ઠા ન રહેવા જોઈએ કે પછી એક બાજુ ચોકલેટ અને એક બાજુ બીસ્કીટનો ભુક્કો રહી જાય તેવું ના થવું જોઈએ. એટલે વ્યવસ્થીત મીક્સ કરી લેવું.

ટીપ્સ ચોકોલેટ એસેન્સ ઓપ્શનલ છે ન ગમતું હોય અથવા અવેલેબલ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો.

હવે બધી જ સામગ્રી મીક્સ થઈ ગયા બાદ તેમાં ધીમે ધીમે દૂધ એડ કરવું. એક સાથે બધું જ દૂધ એડ ન કરવું. પણ ધીમે ધીમે દૂધ એડ કરીને મીક્સ કરતા જવું.

જો ચમચાથી બરાબર મીક્સ ન થતું હોય તો તમે હાથનો ઉપયોગ પણ કરી શકો છો.
આ દરમિયાન તમે મીક્સચરને ચાખીને તેમાં ખાંડ બરાબર છે કે નહીં તે પણ ચેક કરી શકો છો. અને જો ખાંડ ઓછી લાગતી હોય તો તમે જરૂર મુજબ દળેલી ખાંડ એડ કરી શકો છો.

હવે લાડુ બને તેવી કન્સીસ્ટન્સી રાખો. જો લાડુ ન બનતા હોય તો તેમાં થોડું દૂધ એડ કરી દેવું. અને તેના લાડુ વાળવા.

બાળકોને આ લાડુ ખુબ જ ભાવશે. તેઓ બિસ્કીટ માંગવાનું બંધ કરી તમારી પાસે આ જ ચોકોલેટ લાડુ બનાવવાનું કહેશે.

આ ચોકોલેટ લાડુને તમે બાળકોને લંચબોક્ષમાં પણ આપી શકો છો. લડ્ડુમાં બીસ્કીટનો ઉપયોગ કરવાથી બાળકોને પુરતી એનર્જી પણ મળી રહેશે.

ટીપ્સ-

  • કન્ડેન્સ્ડ મિલ્કની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ વધારી શકો છો અને તેમાં દળેલી ખાંડ એડ કરી શકો છો.
  • આ ચોકોલેટ લડ્ડુમાં તમે ચોકો ચીપ્સ પણ એડ કરી શકો છો.
  • ચોકલેટ એસેન્સ ન ગમતું હોય તો તે સ્કીપ કરી શકો છો.
  • ફ્લેવર વધારવા માટે તમે બીજા બીસ્કીટ જેમ કે ઓરીયો, હાઈડ એન્ડ સીક, ચોકોચીપ્સ બીસ્કીટનો પણ ઉપયોગ કરી શકો છો.

સૌજન્ય : Kitch Cook (યુટ્યુબ ચેનલ)

સ્ટેબ બાય સ્ટેપ રેસીપી જોવા માટે નીચે આપેલી વિડિયો પર ક્લીક કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *