પાલક ખીચડી – ખીચડીના ચાહકો માટે ખાસ ટેસ્ટી અને હેલ્થી પાલક ખીચડી..

પાલક કેટલી ગુણકારી છે , એ આપણે સૌ જાણીએ જ છીએ. આપણે સૌએ રોજ બરોજ ના જમવા માં પણ પાલક નો ઉપયોગ કરવો જ જોઈએ..
હું આજે એવી જ એક સરળ રીત લાવી છું. આ વાનગી બનાવામાં સરળ તો છે જ પણ ખૂબ જ પોષ્ટીક અને સ્વાદિષ્ટ છે.

આ ખીચડી એક કમ્પ્લીટ ભોજન છે. દાળ , ચોખા , અને પાલક ના ગુણ… આપ ચાહો તો આ ખીચડી માં બીજા શાક પણ ઉમેરિ શકો છો.

સામગ્રી :

1. 1 વાડકો ચોખા

2. 1/4 વાડકો તુવેર ની દાળ

3. 2 વાડકા સમારેલી પાલક

4. 3 મોટી ચમચી ઘી

5. 1 ચમચી જીરું

6. 1/2 ચમચી હિંગ

7. 1/2 વાડકો સમારેલી ડુંગળી

8. 1/2 વાડકો સમારેલા ટામેટા

9. 1 ચમચી ખમણેલું આદુ

10. 2 લાલ સૂકા મરચા

11. 1 ચમચી ધાણાજીરું

12. 1/2 ચમચી મરચું

13. 1/2 ચમચી ગરમ મસાલો

14. 2 લીલા મરચા

15. 2 કળી લસણ, એકદમ બારીક સમારવું

રીત :


દાળ ચોખા ને ધોઈ, પૂરતા પાણી માં 30 થી 40 મિનિટ માટે પલાળો. કુકર માં પૂરતું પાણી, મીઠું અને થોડી હળદર ઉમેરી ધીમી આંચ પર 3 સીટી વગાડો. કુકર ને ઠરવા દો.

કડાય માં 2 મોટી ચમચી ઘી લો. 1/2 ચમચી જીરું 1 સૂકું લાલ મરચું ઉમેરો… લીમડા ના થોડા પણ ઉમેરી સમારેલી ડુંગળી, ટામેટા અને આદુ ઉમેરો . મીઠું ઉમેરો અને એકદમ saute કરો. હવે એમા લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરો અને એકાદ મિનિટ પકાવો ..

પાલક ને લીલા મરચા સાથે વાટી લો. વટવા માં 2 ચમચી જેટલું પાણી ઉમેરવું. Saute કરેલા ડુંગળી ટામેટા માં આ પાલક ની પેસ્ટ ઉમેરો .

સરસ રીતે મિક્સ કરો ને હવે એમાં ખીચડી અને થોડું પાણી ઉમેરો. ધીમી આંચ પર બધું સરસ મિક્સ થવા દો. વચ્ચે હલાવતા રહેવું…

નાની કડાય માં 1 ચમચી ઘી ગરમ કરો. એમા બારીક સમારેલું લસણ, જીરું અને લાલ સૂકું મરચું ઉમેરો. લસણ અને જીરું બ્રાઉન થાય એટલે આ વઘાર ખીચડી પર રેડો… ગરમ ગરમ પીરસો..


રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *