મિલીજુલી સબ્જી – ચાલો આજે માણીએ પંજાબી સબ્જી એક નવાજ રૂપમાં…

મિલીજુલી સબ્જી

ચાલો આજે માણીએ પંજાબી સબ્જી એક નવાજ રૂપ માં, અચાનક થી મહેમાન આવે અને બધું શાક થોડું થોડું છે તો ચિંતા નહીં કરતા … આ સબ્જી માનવી મહેમાનો ના દિલ જીતી લેજો

સામગ્રી

વટાણા

રીંગણાં

પાલક, મેથી ની ભાજી

ગાજર

બટેટા

દૂધી

ટામેટા

લીંબુ

મરચા

ડુંગળી

લસણ

સ્વાદ અનુશાર

મરચું પાઉડર

નમક

હળદળ

ધળાજીરું

રીત

હોટેલ સ્ટાઇલ મિલીજુલી સબ્જી બનાવવની રીત

પેલા દરેક શાકભાજી ને ધોઈ ને છાલ ઉતરી લો

પછી લસણ ને ફોલી લો તેમજ માર્ચ માંથી બી કાઢી સમારી લો ડુંગળી ની છાલ ઉતરી ૨ભાગ કરી લો ટામેટા ના પણ ૨ ભાગ કરી લો

હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ટામેટા, ડુંગળી, મારચા, લસણ, ઉમેરો બધું પ્રોપર મિક્સ થઈ ત્યાં સુધી ચડવા દો

હવે તેને ઠારવા દો.. ઠરી જય પછી ગ્રેવી કરવા માટે મિક્સચર માં લઇ પીસી લો

ગ્રેવી ની પેસ્ટ આ રીતે રાખવાની

હવે બધા શાકભાજી ના સરખા કટકા કરી લો

બધા શાકભાજી ને પ્રોપર કુક કરી લો .. ૩ થી ૪ સીટી કરવી

હવે એક પેન માં તેલ ગેરમ કરી તેમાં ઉપર ની ગ્રેવી નાખવી અને તેને ૪ થી ૫ મિનિટ ગેસ પર ગ્રેવી ને ચડવા દ્યો … પછી તેમાં બાફેલા બધા જ સાલ ભાજી ઉમેરો

હવે રેગ્યુલર મસાલો ઉમેરો (મરચું પાઉડર, નામક, ધાણાજીરું, હલડલ, ગરમ મસાલો) અને પ્રોપર ગ્રેવી તૈયાર કરો

તો તૈયાર છે બધા ની ફેવરિટ એવી મિલીજુલી સબ્જી…

નોંધ:

આ સબ્જી માં કોઈ ફિક્સ શાકભાજી નથી ઉમેરાતા

તમે તમારા મનપસંદ ઉમેરી ને પણ એટલી જ સ્વાદિષ્ટ સબજી બનાવી શકો છો….

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *