બાર્બક્યુ ડ્રાય પનીર ટીક્કા મસાલા – લગ્નમાં અને પાર્ટીમાં ખાવા મળતું આ સ્ટાર્ટર હવે બનશે તમારા રસોડે…

આપણે ત્યાં કોઇ ગેસ્ટ આવે કે પછી કીટી પાર્ટી હોય કે પછી કોઇની બર્થડે પાર્ટી ડિનર કે લંચમાં તો આપણને એટલો બધો પ્રોબ્લેમ ના થાય કે શું બનાવવુ પણ જ્યાં વાત આવીને અટકી જાય તે છે સ્ટાર્ટર્સ આમા આપણે શું બનાવીએ કે જે સાવ ઇઝી પણ હોય અને ટેસ્ટી પણ હોય?

આજ હું તમને એક એવુ સરસ સ્ટાર્ટર શીખવાડીશ કે જે એકદમ યુનીક પણ છે ઇઝી પણ છે અને લોકો મન ભરી ભરીને ખાસે. આજ આપણે બાર્બક્યુ સ્ટાઇલ કે પછી જેને તંદુર સ્ટાઇલ પણ કેવાય છે તેવા,

બાર્બક્યુ ડ્રાય પનીર ટીક્કા મસાલા

સામગ્રી:

• ૧૦૦ ગ્રામ પનીર

• ૧ મોટું કેપ્સિકમ

• ૩ મોટી ડુંગરી

• ૧ ચમચી પનીર ટીક્કાનો મસાલો(રસોઇ મેજીક)

• અડધી ચમચી લાલ મરચું

• પા ચમચી હળદર

• ૧ ચમચી મેંદો

• મીઠું સ્વાદઅનુસાર

રીત:


૧. પનીરનાં એકસરખા ચોરસ પીસ કરી લેવા. કેપ્સિકમને ઉપરથી ડીંટીયુ અને અંદરના બી કાઢીને તેના પણ એકસરખા મધ્યમ કદનાં પીસ કરી લેવા. ડુંગરીની છાલ ઉતારીને તેના પણ મધ્યમ કદનાં પીસ કરી લેવા.

૨. એક બાઉલમાં પનીર ટીક્કાનો મસાલો,મીઠું,લાલ મરચું,હળદર અને મેંદાની અંદર એક નાના કપ જેટલું પાણી એડ કરીને એક મેરીનેશન રેડી કરવું.

૩. રેડી કરેલા મેરીનેશનમાં પીસ કરેલા પનીર,કેપ્સિકમ અને ડુંગરીને એડ કરીને મેરીનેશનમાં એક સરખા મિક્ષ કરી લેવા અને તેમને એક કલાક ઢાંકીને રેસ્ટ અાપવું અને અામ એક મેરીનેટ રેડી કરવું.

૪. એક કલાક મેરીનેટ કરેલા પનીર,કેપ્સિકમ અને ડુંગરીને તંદુર સ્ટીક લઇને તેમા પહેલા કેપ્સિકમ પછી પનીર અને પછી ડુંગરી એમ ત્રણેયના પીસ વારાફરતી ખુંચાડતા જવાના આપણે જેટલી સામગ્રી લીધી છે તેમાથી ત્રણથી ચ‍ાર જેટલી તંદુર સ્ટીક રેડી થસે.

૫. એક નોનસ્ટીકને ગરમ મુકીને તેમા એક ચમચી જેટલું તેલ આખા નોનસ્ટીકમાં લગાવી દેવું પછી તેના ઉપર રેડી કરેલી એક તંદુર સ્ટીક મુકવી અને તેને ચારે બાજુએથી અંદર સેટ કરેલા બધાજ પીસ ગ્રીલન‍ાં થઇ જાય ત્યા સુધી ફેરવતા રહેવી આવીજ રીતે આપણે રેડી કરેલી બધીજ સ્ટીક બાર્બક્યુ કરી લેવી.

તો તૈયાર છે આપણુ એકદમ ઇઝી અને ટેસ્ટી એવુ સ્ટાર્ટર બાર્બક્યુ ડ્રાય પનીર ટીક્કા મસાલા એક વાર બનાવશો તો અવાર નવાર બનાવતા થઇ જશો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *