મકાઈ ચીઝ કબાબ – મકાઈની અવનવી વાનગીઓ ખાવી પસંદ છે તો આજે આ વાનગી જરૂર ટ્રાય કરજો…

મકાઈ ચીઝ કબાબ

પરીચય: મકાઈ મા ભરપૂર પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. અને આંખો માટે ગુણકારી છે. મકાઈ બે પ્રકાર ની હોય છે.  દેશી મકાઈ અને અમેરીકન મકાઈ. તમે કોઈ પણ લઈ શકો છો.

સામગ્રી:


મકાઈના દાણા 1 બાઉલ

બેસન 1 વાટકી

છીણેલુ ચીઝ 1 વાટકી

ડુંગળી 2 નંગ

કોથમીર 2 ચમચી

વાટેલા આદુ મરચાં 1 ચમચી

ચીલી ફ્લેક્સ 2 ચમચી

મીઠુ સ્વાદ મુજબ

તેલ તળવા માટે

રીત :


સ્ટેપ 1- મકાઈના દાણા ને અઘકચરા વાટી લેવા. એક બાઉલમાં મકાઈના દાણા બેસન ચીઝ ડુંગળી કોથમીર આદુ મરચાં ચીલી ફ્લેક્સ સ્વાદ મુજબ મીઠુ નાખી બરાબર મીકસ કરી ને કબાબ વાળી શકાય તેવુ મિશ્રણ તૈયાર કરવુ.

સ્ટેપ 2- હથેળી મા તેલ લગાવી ને તૈયાર મિશ્રણ માંથી કબાબ બનાવી લેવા.

સ્ટેપ 3- એક કઢાઈમાં તેલ ગરમ કરી ધીમા તાપે કબાબ ને ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળવા.

સ્ટેપ 4- તળેલા કબાબ ને એક પ્લેટ મા કાઢી લેવા.

સ્ટેપ 5- કબાબ ને સર્વિગ પ્લેટ મા મકાઈના દાણા અને કોથમીર થી ગાર્નિસ કરીને સવૅ કરો.

રસોઈની રાણી : મીતા જૈન

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *