ઉનાળામાં લૂ થી બચાવે અને શરીરને એનર્જી તેમજ ઠંડક આપે એવું આમ પન્ના બનાવવાની પરફેક્ટ રીત

આજે આપણે ઉનાળા માં લું થી બચાવે અને શરીર ને એનર્જી તેમજ ઠંડક આપે એવું આમ પન્ના બનાવવાની પરફેક્ટ રીત જોઈશું.આ શરબત ને આખું અઠવાડિયું તમે પી શકો છો.ગરમી માં ઠંડા પીણા પીવા નું ખૂબ મન થાય છે. એકદમ ટેસ્ટી અને આમ પન્ના પીવાની ખુબ મજા આવે છે.તો ચાલો શરૂઆત કરી લઈએ.


સામગ્રી

  • કેરી
  • ખાંડ
  • મરી પાવડર
  • સંચળ પાવડર
  • જીરું પાવડર
  • લીંબુ
  • ફુદીના ના પાન
  • લીલું મરચું

રીત


1- આપણે અહીંયા ૪૦૦ગ્રામ કેરી લઈ લઈશું.અત્યારે માર્કેટ માં કાચી કરી ખૂબ સરસ મળે છે.તમે કોઈપણ કેરી લઈ શકો છો.હવે કેરી ની છાલ કાઢી લઈશું. ત્યારબાદ તેને નાના ટુકડા માં કટ કરી લઈશું.

2- આપણે કેરી ને નાના ટુકડા માં જ કટ કરી લેવાની.એટલે જલ્દી બફાઈ જાય.આપણે બધી જ કેરી ને નાના નાના કટ આપીશું.આજે આપણે ચાર વ્યક્તિ ને થાય એટલો બાફલો બનાવીશું.હવે આ કેરી ને આપણે બાફી લઈશું.હવે ગેસ ચાલુ કરી લઈશું.

3- હવે કેરી ને બાફવા માટે એક પેન મૂકી દઈશું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે.હવે એક પેન માં બધી કેરી લઈ લઈશું. અને એક કપ જેટલું આપણે પાણી એડ કરીશું.અને બીજું અડધો કપ પાણી નાખીશું.અને તેને મિક્સ કરી એક ઉભરો આવે ત્યાં સુધી કુક કરી લઈશું.

4- કેરી એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને કુક કરી લઈશું.હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેરી માં એક ઉભરો આવી ગયો છે.હજુ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી કુક કરી લઈશું.હવે લગભગ ત્રણ થી ચાર મિનિટ થઈ ગઈ છે.હવે આપણે વિડિયો માં જોઈ લઈએ કે કેરી ને ચેક કરી લઈશું.


5- હવે કેરી ને ઠંડી થવા દઈશું. હવે આગળ ની પ્રોસેસ કરીશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણી કેરી એકદમ ઠંડી થઇ ગઇ છે.હવે તેને એક મિક્સર જારમાં માં લઇ લઈશું. હવે અડધો કપ ફુદીના ના પાન નાખીશું. કેરી અને ફુદીના ના પાન નો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે.અને શરીર માટે પણ ખૂબ સારા છે. આ ઠંડક આપે છે પેટ ના પ્રોબ્લેમ મટાડે છે.

6- આ ગરમી માં લું લાગે તેનાથી બચાવે છે.હવે તેમાં શેકેલું જીરુ નાખીશું.કેરી અને ફુદીના સાથે જીરું ખૂબ ટેસ્ટી લાગે છે.હવે એક મોટી ચમચી સંચળ નાખીશું.એક નાની ચમચી કાળા મરી નો પાવડર નાખીશું. આને વધુ ટેસ્ટી બનાવવા માટે એક લીલું મરચું નાખીશું. અને ૧/૪કપ ખાંડ નાખીશું.

7- હવે મિક્સર માં એક સરસ પેસ્ટ બનાવી દઈશું.બધી જ વસ્તુ ને સરસ પીસી લેવાની છે.તો તૈયાર કેરી નો બાફલો કે કેરી ના આમ પન્ના.તો હવે આપણે શરબત બનાવી લઈશું.આ પેસ્ટ ને પાચ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો.અને તેને બાઉલ માં કાઢી લઈશું.

8- કોઈ બહાર થી આવ્યું હોય કે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે આ બનાવી ને આપી શકો છો. હવે જે પેસ્ટ બનાવી હતી તે બે ચમચી નાખીશું. તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો. અને હવે તેમાં ત્રણ થી ચાર બરફ ના ક્યૂબ નાખીશું. હવે તેમાં પાણી એડ કરીશું. હવે તેના પર થોડું જીરું નાખી ગાર્નિશ કરીશું.ત્યારબાદ ફુદીના ના પાન નાખીશું.તો તૈયાર ઉનાળા માં ઠંડક આપે તેવું લું થી બચાવે તેવું એકદમ ઠંડુ ઠંડુ આમ પન્ના.તો તમે પણ આ ઉનાળા માં ચોક્ક્સ થી બનાવજો.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *