આધાર અને પાન લિંક તો કર્યું પણ અપડેટ નથી મળ્યું તો આ રીતે ચેક કરો સ્ટેટસ

PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હવે નજીકમાં છે.31 માર્ચ પછી, 10,000 નો દંડ (Pan-Aadhaar penalty) થાય છે. જો તમે 31 માર્ચ પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો 1 એપ્રિલ 2023 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.જો કે, તમારે હજુ પણ રૂ. 1,000ની લેટ ફી સાથે જ પાન-આધાર લિંક કરાવવાનું રહેશે. પરંતુ 31 માર્ચ પછી તમારે નિષ્ક્રિય પાનનો ઉપયોગ કરવા બદલ 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તેવામાં જો તમે હાલમાં જ પાન આધાર લિંક કર્યું છે પરંતુ તમને હજુ કોઈ અપડેટ મળ્યું નથી.

પાન આધાર લિંક કર્યા પણ અપડેટ હજુ નથી મળ્યું તો આ રીચે સ્ટેટસ ચેક કરો - PAN Aadhaar Link Status Check on e portal of income tax after linking both News18 Gujarati
image soucre

જો PAN-આધાર લિંક હોય પણ સ્ટેટસ ખબર ન હોય તો શું કરવું? – શક્ય છે કે તમે ડેડલાઈન જોયા પછી PAN ને આધાર સાથે લિંક કર્યું હોય, પરંતુ તમને લિંક કરવાનું સ્ટેટસ ખબર નથી, તો તમે તેનું સ્ટેટસ પણ ચેક કરી શકો છો. તમે મિનિટોમાં ઑનલાઇન લિંકિંગ કરી શકો છો, તમે એ પણ ચકાસી શકો છો કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.

Aadhaar Pan Link: પાન-આધાર લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, બેદરકારી રાખશો તો રદ થઈ જશે
image soucre

પાન-આધાર લિંકિંગ સ્ટેટસ કેવી રીતે તપાસવું?- પાન-આધાર લિંકિંગ સ્ટેટસ ચેક કરવા માટે તમારે ઈન્કમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલની મુલાકાત લેવી પડશે. તમે આ ડાયરેક્ટ લિંક-https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status પર જઈને પણ સ્ટેટસ ચેક કરી શકો છો.આ લિંક પર ક્લિક કરવાથી, એક નવું પેજ ખુલશે, જ્યાં તમારે તમારા PAN અને આધારની વિગતો દાખલ કરવી પડશે. હવે “View Link Aadhaar Status” પર ક્લિક કરો અને તમને ખબર પડશે કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.

પાન આધાર લિંક કર્યા પણ અપડેટ હજુ નથી મળ્યું તો આ રીચે સ્ટેટસ ચેક કરો - PAN Aadhaar Link Status Check on e portal of income tax after linking both News18 Gujarati
image soucre

ઓનલાઈન આધારના વેબ પોર્ટલ પરથી સ્ટેટસ કેવી રીતે ચેક કરવું? UIDAIની વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ. “Aadhaar Services” મેનુમાંથી “Aadhaar Linking Status” પસંદ કરો.હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને “Get Status” બટન પર ક્લિક કરો.અહીં તમારે તમારો PAN કાર્ડ નંબર, તેમજ કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. તમારા PAN-Aadhaar લિંકિંગની સ્થિતિ તપાસવા માટે “Get Linking Status” પર ક્લિક કરો. આ પછી, તમે સ્ક્રીન પર જોશો કે તમારું આધાર PAN સાથે લિંક છે કે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *