મળી ગયો રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવાનો ઉપાય ! કરોલી બાબાના દાવાથી આખી દુનિયા હસી, જાણો શું બોલ્યાં

યુપીના કાનપુરના કરોલીના બાબાનો હાસ્યાપદ દાવોકહ્યું નેતાઓની મેમરી ભૂંસવાની છે મારી પાસે તાકાત યુક્રેન-રશિયા યુદ્ધને પણ રોકી શકુંયુપીના કાનપુરના આ કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયા (Santosh Singh Bhadoria) છેલ્લા કેટલાક સમયથી તેમના નિવેદનો માટે સમાચારોમાં રહે છે.

Who Is Karoli Baba Santosh Singh Bhadoria Kanpur Karauli Ashram Kanpur | Who Is Karoli Baba: किसान नेता से कोयला निगम का चेयरमैन और अब करौली बाबा, क्या है कानपुर के संतोष
image soucre

તેઓ રોજ-બરોજ કંઈક એવું કરી રહ્યા છે, જેનાથી નવો હોબાળો શરૂ થઈ જાય છે. કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયાએ હવે નવો દાવો કરતાં કહ્યું કેતેઓ રશિયા-યુક્રેન યુદ્ધનો ચપટી વગાડતામાં અંત લાવી શકે છે. તેમણે હાસ્યાસ્પદ દાવો કર્યો છે કે તેઓ બંને દેશના નેતાઓની યાદશક્તિ દૂર કરીને યુદ્ધ રોકી શકે છે.

Russia-Ukraine war: List of key events, day 392 | Russia-Ukraine war News | Al Jazeera
image soucre

સંતોષ ભદૌરિયા ઉર્ફે કરૌલી બાબા તાજેતરમાં એક વ્યક્તિએ તેમના પર સમર્થકો દ્વારા મારપીટ કરવાનો આરોપ મૂક્યો હતો ત્યારે સમાચારોમાં આવ્યા હતા. પોલીસે આઈપીસીની કલમ 323, 504 અને 325 હેઠળ કેસ નોંધ્યો હતો. આ ઘટનામાં પોલીસ બુધવારે તપાસ માટે આશ્રમ પહોંચી હતી, પરંતુ બાબાનું નિવેદન નોંધી શકાયું નહોતું.સ્વયંભૂ સંતે કહ્યું કે પોલીસ આવી અને ગઈ તથા તે પણ તપાસની તરફેણમાં છે. તેમણે ઉમેર્યું કે સમાજવાદી પક્ષ સરકારના શાસન દરમિયાન પોલીસે ‘રાજકીય બદલા’ના કારણે તેના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (એનએસએ) હેઠળ કેસ નોંધ્યો હતો.

યુક્રેન-રશિયા યુદ્ધ : રશિયાની આટલી મોટી સેના છતાં યુક્રેનને કેમ ઝુકાવી શકતું નથી? - BBC News ગુજરાતી
image soucre

રશિયા અને યુક્રેન યુદ્ધ અંગે પણ હવે કરૌલી બાબાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, હું ઈચ્છું તો બંને દેશોના નેતાઓની યાદશક્તિ દૂર કરીને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ રોકી શકું છું.સંતોષ ભદૌરિયાએ તેમના ભક્તની મારપીટની ઘટના અંગે કહ્યું કે, આ એક કાવતરું હતું અને ડોક્ટરને તેમની છબી ખરાબ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી વીડિયોમાં ડોક્ટરને જતા પહેલાં આભાર માનતો પણ જોઈ શકાય છે. જોકે, તેમના નિવેદનના સમર્થનમાં સીસીટીવી ફૂટેજ રજૂ કરવાનું જણાવાતા ભદૌરિયાએ કહ્યું કે સીસીટીવી ડેટા માત્ર 14 દિવસનો સેવ કરવામાં આવે છે, તેથી તે રેકોર્ડિંગ આપી શકે તેમ નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *