આલીશાન જિંદગી જીવે છે ભોલા સ્ટાર અજય દેવગન, જાણો કેટલી છે એક્ટરની કુલ સંપત્તિ

વિશાલ વીરુ દેવગણ એટલે કે અજય દેવગણે પોતાના જીવનની 54 વસંત જોઈ છે. પહેલી જ ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી આ અભિનેતાએ પોતાની પ્રતિભાનો સિક્કો જમાવી દીધો હતો. અત્યાર સુધીમાં 100 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અજય દેવગનનું નામ બોલિવૂડના સૌથી લોકપ્રિય કલાકારોની યાદીમાં સામેલ છે.આ અભિનેતાએ અત્યાર સુધીમાં ચાર નેશનલ એવોર્ડ અને ચાર ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે. 2016 માં, અજયને ભારત સરકાર દ્વારા દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

bollywood actor ajay devgn upcoming movies on year 2021 20022 2023 News18 Gujarati
image socure

અજય દેવગન અભિનેતા હોવાની સાથે દિગ્દર્શક અને નિર્માતા પણ છે. CA નોલેજ અનુસાર, અજય દેવગનની કુલ સંપત્તિ 427 કરોડ રૂપિયાની આસપાસ છે. આમાંથી મોટાભાગની ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. જણાવી દઈએ કે ફિલ્મમાં અજય માત્ર પોતાનું મહેનતાણું જ લેતો નથી, પરંતુ પ્રોફિટમાં પણ પોતાનો હિસ્સો લે છે. ફોર્બ્સ અનુસાર, હાલમાં જ ‘દ્રશ્યમ 2’ જેવી બ્લોકબસ્ટર્સ આપનાર અજય દેવગણે વર્ષ 2019માં 94 કરોડની કમાણી કરી હતી. તે 2022 ના સૌથી વધુ કમાણી કરનારા ભારતીય કલાકારોમાંનો એક છે, જે પ્રતિ ફિલ્મ 60 થી 120 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે ‘દ્રશ્યમ 2’ માટે 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

bollywood actor ajay devgn upcoming movies on year 2021 20022 2023 News18 Gujarati
image socure

દેવગન કેમિયો માટે પણ તગડી રકમ લે છે. દેવગણે ગંગુબાઈ કાઠિયાવાડીમાં રહીમ લાલાની ભૂમિકા ભજવવા માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. એસએસ રાજામૌલીની આરઆરઆરમાં તેની નાની ભૂમિકા માટે તેણે રૂ. 35 કરોડ ચાર્જ કર્યા હતા. મેજિકબ્રિક્સ અને TOI અનુસાર, દેવગન મુંબઈના જુહુ વિસ્તારમાં બે મકાનો ધરાવે છે, જેની કિંમત રૂ. 30 કરોડ અને રૂ. 60 કરોડ છે. તેણે ગયા વર્ષે જુહુમાં બીજી પ્રોપર્ટી ખરીદી હતી, જે 590 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલી છે અને શિવ શક્તિ નામના તેના બીજા ઘરની નજીક છે.

Drishyam 2: Ajay Devgn Looks Intense In New Poster | Drishyam 2: Drishyam 2નું નવું પોસ્ટર રીલિઝ કરાયુ, અજય દેવગણે ફેન્સને પૂછ્યો આ સવાલ
image socure

‘શિવ શક્તિ’ મુંબઈના જુહુ વિસ્તારમાં અજય દેવગન કાજોલની જાણીતી મિલકત છે. ચાહકો અને પ્રવાસીઓ તેમના મનપસંદ સેલિબ્રિટીની એક ઝલક મેળવવા માટે આ બિલ્ડિંગમાં ઉમટી પડે છે. આ દંપતી શહેરના એક પોશ વિસ્તારમાં રહે છે જ્યાં હૃતિક રોશન, અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર જેવા અન્ય બોલિવૂડ સેલિબ્રિટીઓ રહે છે. ગયા વર્ષે દેવગન મર્સિડીઝ S450 લાવ્યો હતો. તેની પાસે સ્ટ્રોંગ રોલ્સ-રોયસ કુલીનન, BMW 7-Series, BMW X7, રેન્જ રોવર વોગ, Audi Q7, Mini Cooper અને Audi A5 જેવા હોટ વ્હીલ્સનો સંગ્રહ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *