ઉનાળાની સીઝનમાં કેરીનું ખાટું,ગળ્યું અથાણું તેમજ છુંદો બનાવા પરફેકટ કેરીની પસંદગી કેવી રીતે કરવી

આજે આપણે જોઈશું ઉનાળા ની સીઝનમાં કેરી નું ખાટું, ગળ્યું અથાણું તેમજ છુંદો બનાવવા પરફેક્ટ કેરી ની પસંદગી કેવી રીતે કરવી તે જોઈશું. હવે કેરી ની લારી ઓ જોવા મળે છે.સીઝન ચાલુ થઈ ગઈ છે.તો આપણ ને ઈચ્છા થાય કે આવખતે કઈક નવું અથાણું બનાવવું છે.આજ ની નવી જનરેશન એવું વિચારે છે કે અથાણું ના ખાવું જોઈએ.જ્યારે તમે અથાણું ખાવ છો ને ત્યારે જીભ ઉપર અથાણું ચાટો છો.

તો મોઢા માં પાણી નો ફુવારો છૂટે છે.એ જે રસ છે તે આપણા પાચક દ્રવિયો સાથે ભળે છે અને એ આપણા ખોરાક ને પચાવે છે, જ્યારે અથાણા ની વાત આવે ત્યારે એમ થાય કે મારા થી અથાણું બગડી જ જાય અને એવું કહેવાય છે કે જેની દાળ બગડી તેનો દિવસ બગડીયો અને જેનું અથાણું બગડીયું એનું આખું વર્ષ બગળે.તો આપણે વર્ષ બગાડવાનું નથી વર્ષ સુધારવાનું છે.હવે અથાણું બનાવતી વખતે નાની નાની વાત નું ધ્યાન રાખશો ને તો પરફેક્ટ બનશે.એટલે આજે આપણે બેઝિક થી શરૂઆત કરીશું.

1- અથાણું બનાવવા માટે મુખ્ય જે છે તે કેરી અને બીજું મસાલો.જો કેરી પરફેક્ટ હોય અથાણુ સરસ બનશે. જો આજે આપણે કેરી ની વાત કરીશું.હવે અથાણું જ્યારે બનાવવા ઈચ્છતા હોય તો માર્કેટ માં અલગ અલગ કેરી આવતી હોય છે.

2- આપણે વિડિયો માં જોઈશું કે ત્રણ અલગ અલગ જાત ની કેરી આપણે જોઈશું.એક છે જે નાની છે તે તોતા પૂરી છે અને બીજી જે છે તે દેશી કેરી છે અને બીજી એક રાજાપુરી કેરી છે. તો હવે આ બધી અલગ અલગ કેરી આવે છે આ કેરી માંથી પસંદગી કયા અથાણા માટે કરવાની.તો જ્યારે શરૂઆત થાય ત્યારે તોતા પૂરી કેરી માર્કેટ માં દેખાવા લાગે.

3- આ તોતાપુરી કેરી જ્યારે ઘર માં લાવીએ ત્યારે તેને સલાડ માં ઉપયોગ કરતા હોય છે,તેની સાથે કાચી કેરી અને મેથીયા નું અથાણું બનાવીએ છે, કેરી ની ચટણી બનાવીએ ત્યારે પણ ઉપયોગ કરતા હોય એ છીએ,અથવા આઠ થી દસ દિવસ સાચવતા હોઈએ છે ત્યારે રાજાપુરી કેરી આપણે લેતા હોઈએ છીએ,અત્યારે માર્કેટ માં તોતાપુરી કેરી દેખાય છે,દેશી કેરી એકદમ નાની હોય છે.

4-દેશી કેરી ની ગોટલી પણ અંદર થી કાચી હોય છે તે કેરી નું ડાબલા અથાણું બનાવતા હોઈએ છીએ,તેને ચાર થી પાંચ કલાક મીઠા અને હળદર માં રહેવા દઈશું,અને તે નાની કેરી માં અંદર મસાલો ભરવામાં આવે છે,તેમાં આખી કેરી લેવામાં આવે છે.

5- જ્યારે તમે દેશી કેરી માંથી ડાબલા કેરી બનાવવામાં આવે છે.આનું અથાણું બનાવવા માટે કેરી એકદમ ગ્રીન હોય અને તેની ગોટલી કાચી હોય.એટલે જ્યારે તમે કટ આપો ત્યારે છૂટી પડે તેવી હોય છે.આ કેરી ની પસંદગી ડાબલા કેરી માટે કરવામાં આવે છે. ઘણા લોકો ગળ્યું અથાણું આ કેરી માંથી પણ બનાવતા હોય છે,જ્યારે છુંદો બનાવો ત્યારે ખાંડ કે ગોળ વધારે યુઝ થાય છે અને જ્યારે ખાટું અથાણું બનાવો ત્યારે થોડું ખટાશ વારું વધારે બને છે.

6- દેશી કેરી અથાણા બનાવવા માટે લઈ તો શકાય છે પણ તેના કરતાં વધારે બેસ્ટ રાજાપુરી કેરી અથાણા માટે સૌથી બેસ્ટ ગણાય છે,આ કેરી મોટા ભાગે મોટી જ કેરી હોય છે.અને ખાટું અથાણું બનાવવા માં સારા એવા પ્રમાણમાં બનાવવામાં આવે છે. તેના ટુકડા કરો તો સારો એવો દર મળે છે. જ્યારે તેને સૂકવો એટલે કે તેને કપડા પર આઠ થી દસ કલાક સુકવા પડે છે. તેની સાથે મસાલા માં ભેળવો તો પણ સરસ રહે છે,તો જ્યારે તમે છુંદો બનાવતા હોય કે કટકી કેરી નું અથાણું બનાવતા હોય તમે આ રાજાપુરી નો ઉપયોગ કરી શકો છો અને આ કેરી ખાવા માં ખૂબ જ ટેસ્ટી હોય છે.

7- હવે એના પછી જે આવે છે તે વનરાજ કેરી આવે છે વનરાજ કેરી માંથી છુંદો એકદમ સરસ બને છે.તે કેરી રાજાપુરી જેવી જ દેખાય છે પણ ઉપર થી થોડો લાલાશ પડતું હોય છે,તે વનરાજ કેરી હોય છે આ કેરી થોડી મીઠાશ પડતી હોય છે,આ રીતે અથાણા માટે કેરી ની પસંદગી તો કરી શકો છો,પણ જ્યારે કેરી લેવા જાવ માર્કેટ માં ત્યારે કેવી કેરી ની પસંદગી કરવી,આપણે વેચવા વારા ને કહીએ કે બે કિલો કેરી જોઈએ છે એટલે તે આપી દે,પણ તમે માર્ક કર્યું છે કે તમે તમારા મમ્મી સાથે કેરી લેવા જતા હોય તો તે કેરી ને ઉપાડી ઉપાડી ને ચેક કરી ને લેતા હોય છે.

8- જ્યારે તમે અથાણા માટે કેરી લો ત્યારે ખાસ એ જોવાનું કે કેરી ક્યાંય થી પોચી ના હોવી જોઈએ,એકદમ ગ્રીન હોવી જોઈએ અને ક્યાંય થી પીળાશ પડતી ના હોવી જોઈએ,જો પીળાશ પડતી કેરી હોય તો તે અંદર થી પાકેલી કેરી નીકળે છે તેના કારણે તમારું અથાણું લાંબો ટાઈમ સુધી તમારું અથાણું સચવાતું નથી જ્યારે તમે સીઝન પૂરી થવા આવે ત્યારે અથાણું બનાવો ત્યારે કેરી માં જાળી બાજી જતી હોય છે,તો આવી કેરી નું અથાણું બનાવો તો તે અથાણું બગડી જતું હોય છે.

9- જ્યારે તમે કેરી લેવા જાવ ત્યારે તમારે કેરી ને દબાવી ને લેવાની અને એકદમ કડક હોય તેવી જ કેરી ની પસંદગી કરવાની છે અને એ કેરી અથાણું બનાવવા માટે પરફેક્ટ છે તો હવે તમે જ્યારે કેરી લેવા જાવ ત્યારે આ નાની નાની વાત નું ખાસ ધ્યાન રાખજો,તો તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે,આજે આપણે કેરી વિશે ની માહિતી જોઈ લીધી.

10- હવે અથાણા વિશે ની પણ માહિતી આપીશું,અથાણું કાળુ પડી ના જવું જોઈએ અને એકદમ રસાદાર થવું જોઈએ અને તમે કેરી લેવા જાવ ત્યારે આ બધી વાત નું ખાસ ધ્યાન રાખજો. અને આ ટિપ્સ ને ફોલો કરજો.

રસોઈની રાણી : સુરભી વસા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *