સ્ટફ્ડ ઓનિયન કરી – ભરેલા શાક ખાવાના શોખીન મિત્રો માટે આજે એક ખાસ રેસિપી…

સ્ટફ્ડ ઓનિયન કરી :

સ્ટફ્ડ ઓનિયન કરી એ સિમ્પલ નોર્થ ઇંન્ડિયન કરી કે વેસ્ટર્ન ઇંડિયન કરી છે. જે નાની ઓનિયનમાં થોડા સ્પાયસીસ સ્ટફ કરીને કરી બનાવવામાં આવે છે. હોટ અને સ્પાયસી બને છે. આપણે તેને સાંજના કે બપોરના ભોજનમાં રોટી, પરાઠા, નાન કે બાજરાના રોટલા સાથે ખાવાથી ખુબજ સ્વાદીષ્ટ લાગે છે. સાંજના ભોજનમાં શું શાક બનાવવુંનો પ્રશ્ન સ્વાદિષ્ટ સ્ટફ્ડ ઓનિયન કરી બનાવીને સોલ્વ કરી શકાય છે. ઘરમાંથી જ મળી જતા બધા મસાલાનો ઉપયોગ કરીને આ ઓનિયન કરી ખૂબજ સરળતાથી બનાવી શકાય છે.

અહીં હું આપ સૌ માટે સ્ટફ્ડ ઓનિયન કરીની ખૂબજ સરળ અને જલ્દી બની જતી રેસિપિ આપી રહી છું. મારી આ રેસિપિ ફોલો કરીને તમે પણ ચોક્કસથી બનાવજો.

સ્ટફ્ડ ઓનિયન કરી બનાવવા માટેની સામગ્રી :

મસાલો બનાવવા માટે :

  • 15- 17 નાની ઓનિયન
  • 3 ટેબલ સ્પુન તલ
  • 4 કળી લસણ
  • 25-30 કાચા શિંગદાણા
  • 1 ટેબલ સ્પુન કાશમીરી મરચુ
  • 2 ટેબલ સ્પુન ધાણા જીરુ
  • ½ ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન ગરમ મસાલો
  • સોલ્ટ સ્વાદ મુજબ
  • 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ
  • 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ
  • 1 ટી સ્પુન સુગર
  • 3-4 મોટા ટમેટાનો પલ્પ
  • 2 ટેબલ સ્પુન ઓઇલ

વઘાર માટે :

  • 3 ટેબલસ્પુન ઓઇલ
  • 1 બાદિયનનું ફુલ ના ટુકડા
  • 3-4 લવિંગ
  • 1 ઇંચ તજ નો ટુકડો
  • 2-3 સૂકા વઘારા માટેના લાલ મરચા
  • 3 ટેબલ સ્પુન ઓઇલ – વઘાર માટે
  • ½ ટી સ્પુન રાઇ
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • 2 સ્ટ્રીંગ મીઠો લીમડો
  • 2 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ
  • ¼ ટી સ્પુન હળદર
  • ½ ટી સ્પુન લાલ મરચુ
  • 1 ટી સ્પુન ઘાણા જીરુ પાવડર
  • પિંચ સોલ્ટ
  • 3 ટમેટાનો પલ્પ
  • ½ લેમનનું જ્યુસ
  • જરુર મુજબ બારીક સમારેલી કોથમરી

સ્ટફ્ડ ઓનિયન કરી બનાવવાની રીત :

સૌ પ્રથમ નાની ઓનિયન લઇ ફોતરા કાઢી લ્યો. ત્યારબાદ તેના પર ક્રોસમાં કાપા પાડી પાણી માં થોડીવાર મૂકી રાખો. જેથી કાપામાં મસાલો ભરાઇ શકે તેટલી જગ્યા થઇ જશે.

એ દરમ્યાનમાં ઓનિયનમાં ભરવા માટે મસાલો ગ્રાઇંડ કરી તૈયાર કરી લ્યો.

ગ્રાઇંડર જાર લઇ તેમાં 3 ટેબલ સ્પુન તલ, 4 કળી લસણ, 25-30 કાચા શિંગદાણા, 1 ટેબલ સ્પુન કાશમીરી મરચુ, 2 ટેબલ સ્પુન ધાણા જીરુ, ½ ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન ગરમ મસાલો, સોલ્ટ સ્વાદ મુજબ, 1 ટેબલ સ્પુન શેકેલો ચણાનો લોટ, 1 ટેબલ સ્પુન બ્રેડ ક્રમ્સ, 1 ટી સ્પુન સુગર અને 2 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરો.

હવે આ બધી સામગ્રી ગ્રાઇન્ડ કરી ઓનિયનમાં ભરવા માટેનું સરસ મિશ્રણ રેડી કરો.

હવે પાણીમાંથી ઓનિયન બહાર કાઢી પાણી નિતારી લ્યો. ત્યારબાદ ઓનિયનમાં ખુલા થઈ ગયેલા કાપામાં બનાવેલો મસાલો જરા પ્રેસ કરીને ભરી લ્યો.

વઘાર :

સ્ટ્ફ્ડ ઓનિયન કરી સરળતાથી અને જલદી બની જાય એ માટે તેને પ્રેશર કુક કરો.

પ્રેશર કુકર લઇ તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ મૂકો. વઘાર કરવા જેટલું ઓઇલ ગરમ થાય એટલે તેમાં 1 બાદિયાનનું ફુલના ટુકડા, 3-4 લવિંગ, 1 ઇંચ તજ નો ટુકડો, 2-3 સૂકા વઘાર માટેના લાલ મરચા ઉમેરી સાંતળો.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન રાઇ અને 1 ટી સ્પુન આખુ જીરુ ઉમેરી, તતડે એટલે તેમાં 2 ટેબલ સ્પુન આદુ, મરચા, લસણની પેસ્ટ ઉમેરી મિક્ષ કરો. તેની અરોમા આવે ત્યાં સુધી જરા સાંતળી લ્યો.

હવે તેમાં 3 ટમેટાનો પલ્પ અને મીઠો લીમડો ઉમેરી મિક્ષ કરી, તેમાં ¼ ટી સ્પુન હળદર, ½ ટી સ્પુન લાલ મરચુ, 1 ટી સ્પુન ઘાણા જીરુ પાવડર અને પિંચ સોલ્ટ ઉમેરી ફરી મિક્ષ કરી કચાશ દૂર થાય ત્યાંસુધી કૂક કરો.

હવે તેમાં ભરેલી ઓનિયન ઉમેરી સાથે ½ કપ પાણી ઉમેરી મિક્ષ કરો. હવે તેમાં બનાવેલો મસાલો ઉમેરી સ્પુન વડે મિક્ષ કરી લ્યો.

ફરી તેમાં 1 કપ પાણી ઉમેરો. કેમેકે તેમાં બ્રેડ ક્રમ્સ અને ચણાનો લોટ ઉમેરેલો છે.

હલકા હાથે સ્પુન વડે બધી સામગ્રી સરસથી મિક્ષ કરી લ્યો.

હવે કુકરનુ લીડ બંધ કરી, સ્લો ફ્લૈમ પર રાખી માત્ર 2 જ વ્હીસલ કરી કૂક કરી લ્યો.

કુકર ઠરે એટલે લીડ ખોલી, તેમાં ½ લેમનનું જ્યુસ ઉમેરી મિક્ષ કરી લ્યો. જરુર મુજબ બારીક સમારેલી કોથમરી ઉમેરી લ્યો.

હવે ખૂબજ સ્પાયસી-ટેસ્ટી એવી સ્ટફ્ડ ઓનિયન કરી સર્વ કરવા માટે રેડી છે. નાના મોટા બધાને લંચ કે ડીનરમાં રોટી, પરાઠા, નાન સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

મારી આ રેસિપિ તમે પણ તમારા રસોડે ચોક્કસથી ટ્રાય કરી જમવામાં ક્યુ શાક બનાવવુંનો પ્રોબ્લેમ સોલ્વ કરજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *