કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવો કોકોનેટ ચોકલેટ / Bounty Bar – બહાર મળે છે એનાથી પણ વધુ ટેસ્ટી અને યમ્મી…

આજે આપણે જોઈશું કન્ડેન્સ્ડ મિલ્ક વગર બનાવીશું કોકોનેટ ચોકલેટ.આ નાના બાળકો ની ફેવરિટ હોય છે. આ તમે જોતા જ મોઢા માં પાણી આવી જશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • કોપરા નું છીણ
  • ખાંડ
  • દૂધ
  • ડાર્ક ચોકલેટ

રીત

1- સૌથી પહેલા અડધો કપ દૂધ લઈશું. ત્યારબાદ તેમાં ત્રણ ચમચી ખાંડ એડ કરીશું.હવે તેમાં એક કપ સૂકા કોપરા નું છીણ એડ કરીશું. હવે ધીમા ગેસ પર હલાવી લઈશું.

2- જ્યાં સુધી બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે દૂધ બધું જ બળી ગયું છે.હવે થોડી વાર ઠંડુ કરી લઈશું.

3- હવે તેને હાથ માં લઇ બહાર મળે છે તે રીતે સેપ આપી દઈશું. આમાં તમે લડુું નો સેપ પણ આપી શકો છો.હવે આ રીતે આપણે બધા જ બનાવી લઈશું.હવે તેને અડધો કલાક ફ્રિઝર માં મૂકી દઈશું.જેથી તે બરાબર સેટ થઇ જાય.

4- હવે ઉપર ચોકલેટ નું કોટીંગ કરવા માટે એક ગરમ પાણી કરેલું વાસણ લઇ લઈશું.તેના પર બાઉલ મૂકી દઈશું.હવે તમે તમારા પસંદ મુજબ ડાર્ક ચોકલેટ લઈ શકો છો.હવે બાઉલ માં બધી ચોકલેટ મૂકી દઈશું.

5-હવે ચોકલેટ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહીશું.જો પાણી ઠંડું થઈ ગયું હોય તેવું લાગે તો પાણી ફરી થી ગરમ કરી લેવું.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ચોકલેટ બધી ઓગળી ગઈ છે. હવે આપણે જે ફ્રીઝર માં કોકોનેટ મૂક્યા હતા તે સરસ સેટ થઇ ગયા છે.

6- હવે તેને કોટ કરતું જવાનું છે. જે તમે વિડિયો માં જોઈ શકો છો. તે રીતે આપણે બધા કોટ કરી લઈશું.અને વધારા ની ચોકલેટ કાઢી લઈશું.બધા કોટ થઈ જાય એટલે તેને ૧૫ થી ૨૦મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકી દઈશું. હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે તેને કટ કરી ને જોઈ લઈશું.
7- એકદમ સરસ ચોકલેટ નું લેયર થઈ ગયું છે.અને કોકોનેટ પણ અંદર સરસ સેટ થઇ ગયું છે. માત્ર ચાર જ સામગ્રી માંથી બની જતી આ કોકોનેટ ચોકલેટ. તો આવનારા તહેવારો માં જરૂર થી બનાવજો.આ ચોકલેટ ને તમે સ્ટોર કરી શકો છો.

વિડિઓ રેસિપી:


રસોઈની રાણી : નિરાલી કોરાટ યુટ્યુબ ચેનલ : MyCookingDiva

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *