બોલીવુડની આ સુંદર અભિનેત્રીઓએ ક્રિકેટરને બનાવ્યા હતા જીવનસાથી

બોલિવૂડ એક્ટ્રેસ અને ક્રિકેટર્સનો ફેન બેઝ ઘણો મોટો છે. ઘણી વખત લોકોએ બંને વચ્ચે ખાસ સંબંધ ખીલતો પણ જોયો છે. બોલિવૂડ અભિનેત્રીઓ અને ક્રિકેટરોના અફેયર અવારનવાર હેડલાઈન્સમાં રહ્યા છે.કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓએ માત્ર ક્રિકેટરોને ડેટ જ નહી પરંતુ તેમની સાથે જીવન વિતાવવાનું પણ નક્કી કર્યું છે. આવો એક નજર કરીએ એવી અભિનેત્રીઓ પર જેમણે ક્રિકેટરો સાથે લગ્ન કર્યા.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા:

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ અલીબાગમાં ખરીદી 3350 ચો.મીટર જમીન
image soucre

વિરાટ ભારતીય ક્રિકેટમાં નવી પેઢીના મહાન ખેલાડીઓમાંથી એક છે, જ્યારે અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. બંને પહેલીવાર એક જાહેરાતના શૂટિંગ દરમિયાન મળ્યા હતા. તેઓ મિત્રો બન્યા અને વાત કરવા લાગ્યા. બાદમાં બંનેએ એકબીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતા. આખરે, કપલે વર્ષ 2018 માં લગ્ન કરવાનું નક્કી કર્યું.

હરભજન સિંહ અને ગીતા બસરાઃ

Geeta Basra and Harbhajan Singh welcome a baby boy: 'Our lives are complete' | Bollywood - Hindustan Times
image soucre

ગીતા બસરા ‘ધ ટ્રેન’ અને ‘દિલ દિયા હૈ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 29 ઓક્ટોબર 2015ના રોજ, ગીતા અને હરભજન સિંહે પંજાબના ફગવાડામાં ભવ્ય લગ્નમાં સાત ફેરા લીધા. તમને જણાવી દઈએ કે હરભજન સિંહે વર્ષ 1999માં ડેબ્યૂ કર્યું હતું. તે ભારતના ભવ્ય ક્રિકેટ ઈતિહાસનો હિસ્સો રહ્યો છે

ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેઃ

Sagarika Ghatge And Zaheer Khan. Just Like This, Forever
image soucre

ભારતીય સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મોમાંની એક ‘ચક દે ઈન્ડિયા’માં સાગરિકા ઘાટગે પ્રીતિની ભૂમિકામાં જોવા મળી હતી. આ ભૂમિકાએ તેમને ખૂબ જ પ્રખ્યાત કર્યા. ઝહીર ખાન ભારતીય ક્રિકેટ ટીમનો ડાબોડી ફાસ્ટ બોલર રહ્યો છે, જેણે ટેસ્ટ ક્રિકેટમાં 300 થી વધુ વિકેટ લીધી છે. તેણે વર્ષ 2017માં સાગરિકા ઘાટગે સાથે તેના લગ્નની જાહેરાત કરી હતી.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકઃ

A Selfie Of Hardik Pandya's Wife Natasha Went Viral During IPL | IPL દરમિયાન હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની એક સેલ્ફી વાયરલ થઇ, આ અંદાજમાં જોવા મળી
image soucre

દર્શકોએ નતાશા સ્ટેનકોવિકને પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સત્યાગ્રહ’માં જોઈ છે. આ કપલે વર્ષ 2019માં ક્રૂઝ પર રોમેન્ટિક અંદાજમાં તેમના સંબંધો વિશે માહિતી આપી હતી. તેના થોડા સમય પછી, તેઓએ લગ્ન કરી લીધા. હવે તેમને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે.

શર્મિલા ટાગોર અને મન્સૂર અલી ખાન પટૌડીઃ

Unconventional Love Story Of Sharmila Tagore And Mansoor Ali Khan Pataudi
image soucre

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરે મન્સૂર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા બંનેએ થોડો સમય સાથે વિતાવ્યો હતો, ત્યારબાદ વર્ષ 1968માં બંનેએ પોતાના લગ્નની જાહેરાત કરી હતી. મન્સૂર અલી ખાન પટૌડી જેને ટાઈગર પટૌડી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતીય ક્રિકેટના દિગ્ગજોમાંથી એક છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારતની કેપ્ટનશીપ કરનાર તે સૌથી યુવા ક્રિકેટર હતો. એક અકસ્માતમાં તેણે એક આંખ ગુમાવી દીધી, પરંતુ ટાઈગર પટૌડી ઘટનાના 6 મહિના પછી નેટ પર પાછો ફર્યો.

હેઝલ કીચ અને યુવરાજ સિંહઃ

હેઝલ કીચ અને યુવરાજ સિંહ માતા-પિતા બન્યા, સો. મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું- હેઝલે દીકરાને જન્મ આપ્યો છે | Hazel Keach and Yuvraj Singh became parents, so. Hazel ...
image soucre

હેઝલ કીચ અને યુવરાજ સિંહની પહેલી મુલાકાત 2011માં એક મિત્રની બર્થડે પાર્ટીમાં થઈ હતી. આ કપલે શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. તેઓએ દિલ્હીમાં રિસેપ્શન આપ્યા બાદ ચંદીગઢમાં શીખ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેઓએ ગોવામાં બીચ વેડિંગ કર્યું હતું.

સંગીતા બિજલાની અને મોહમ્મદ અઝહરુદ્દીન:

Sangeeta Bijlani B'day Spl: ઘણી ફિલ્મી છે સંગિતા-અઝહરની LOVE STORY, લગ્નનાં 14 વર્ષ બાદ થયા છૂટાછેડા- Sangeeta Bijlani birthday Special sangeeta mohammad azharuddin love story marriage and divorced ...
image soucre

સંગીતા બિજલાનીએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીન સાથે લગ્ન કર્યા હતા. તેઓ વર્ષ 1996માં લગ્નના બંધનમાં બંધાયા હતા, પરંતુ વર્ષ 2010માં તેઓ અલગ થઈ ગયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *