અખંડ રામ ધૂન બાદ 13 કરોડ રામ નામનાં જાપ લોકો પાસે લખાવાશે

જામનગર શહેરની મધ્યમાં આવેલું બાલા હનુમાનજી મહારાજનું મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરમાં અખંડ રામ ધૂન ચાલે છે.આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવીખ્યાત છે. મંદિરે ચાલતી અખંડ રામધૂનને 58 વર્ષ પુર્ણ થઇ ગયાં છે.આ મંદિરે ચાલતી અખંડ રામધૂન જગવીખ્યાત છે.ભૂકંપ આવે કે વાવાઝોડું કે પછી કોરોના મહામારી, છેલ્લા 58 વર્ષથી અહીં અખંડ રામ ધૂન ચાલુ જ છે.ત્યારે હવે આ મંદિરના ટ્રસ્ટી દ્વારા રામનવમીથી રામનામ જાપ જાપનું લખાણ શરૂ કરાયું છે.જેના ભાગરૂપે શહેરમાં 5 થી 7 હજારની નોટબુકો છપાવવા અપાઈ છે અને તેનું વિનામૂલ્યે વિતરણ કરાશે.

Jamnagar: અખંડ રામ ધૂન બાદ 13 કરોડ રામ નામનાં જાપ લોકો પાસે લખાવાશે - YouTube
image soucre

બાદમાં રામભક્ત શહેરીજનો પાસેથી રામ નામના જાપ કરી બુક ઉઘરાવવામાં આવશે. એકાદ વર્ષમાં 13 કરોડ જેટલા મંત્ર ભેગા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.બાલા હનુમાનજી મહારાજના મંદિરે શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહીં દરરોજ સવાર સાંજ આરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાય છે. શનિવારના દિવસે ખાસ આરતી કરવામાં આવે છે. જે સવારે 7 અને સાંજે પણ 7 વાગ્યે આરતી કરવામાં આવે છે. શનિવારે ફરાળ પ્રસાદ પણ આપવામાં આવે છે.

Bala Hanuman Temple Jamnagar- Temples in Gujarat
image soucre

બાલા હનુમાનજી મહારાજના મંદિરે તારીખ 01/08/1964ના રોજ આ અખંડ રામધૂનની શરૂઆત થઈ હતી. પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ, જય રામ, જય જય રામ અખંડ રામ ધૂન શરુ કરવામાં આવી હતી. તે દિવસથી લઈને આજ દિન સુધી અખંડ રામધૂન ચાલુ જ છે. દિવસ રાત ચાલતી આ અખંડ રામધૂનને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness world records)માં પણ સ્થાન પ્રાપ્ત થયું છે. છેલ્લા 58 વર્ષથી દિવસરાત ચાલતી આ અખંડ રામધૂન કોઈ પણ અફાત આવે તો પણ રામધૂન મંદિરના પરિશરમાં સતત ચાલુ રહે છે. હાલમાં જ કોરોના મહામારી દરમિયાન પણ રામધૂન ચાલુ જ હતી જો કે ભક્તોને પ્રવેશ નહોતો આપવામાં આવ્યો પરંતુ મંદિરના સંચાલકો દ્વારા રામધૂન ચાલુ રખાઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *