રામાનંદ સાગરની ‘રામાયણ’ બનાવવામાં ખર્ચાયા આટલા કરોડ, કમાણીનો આંકડો જાણીને ચોંકી જશે

આજે ફિલ્મોની સફળતા તેના બોક્સ ઓફિસ કલેક્શન દ્વારા માપવામાં આવે છે. પણ શું તમે એ સમય જાણો છો રામાનંદ સાગરની ‘રામાયણ’એ તેની કિંમત કરતાં પાંચ ગણી વધુ કમાણી કરી હતી.તે જોવા માટે લોકો પોતાનું બધું કામ છોડી દેતા હતા.આ સીરિયલમાં ‘ભગવાન રામ’નો રોલ ‘અરુણ ગોવિલ’ અને ‘માતા સીતા’નું પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયાને વાસ્તવિક રામ અને સીતાની જોડી માનવામાં આવતી હતી.

Ramayan Trivia: Ramanand Sagar Helmed Show's Per Episode Earning Is ....
image soucre

આજે પણઅરુણ ગોવિલ અને દીપિકા ચીખલીયા ક્યાંય જોવા મળે તો લોકો તેમના ચરણ સ્પર્શ કરવા લાગે છે.‘રામાયણ’ની આ લોકપ્રિયતાએ નિર્માતાઓને કરોડપતિ બનાવી દીધા હતા. હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રામાનંદ સાગર રામાયણના એક એપિસોડના શૂટિંગ માટે 9 લાખ રૂપિયા ખર્ચતા હતા. જો કે, એક રામાયણમાં એપિસોડ પર આટલા પૈસા આપવા છતાં તે અમીર બની ગયા હતા. ખરેખર, આ એક એપિસોડ 40 લાખ રૂપિયા કમાય હતા, તે દિવસોમાં રામાયણનો એક એપિસોડ 40 લાખ રૂપિયા કમાતા હતા. એટલે કે સાત કરોડમાંબનાવવામાં આવેલા 78 એપિસોડમાંથી કુલ 31.4 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી.

Ramanand Sagar Ramayana:करोड़ों में बनी थी रामानंद सागर की रामायण
image soucre

રામાનંદ સાગરની ‘રામાયણ’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ 55 દેશોમાં પ્રસારિત કરવામાં આવી હતી. તે સમયે શો વ્યુઅરશિપ 650 મિલિયન હતી. તમને જણાવી દઈએ કે, રામાનંદ સાગરની ‘રામાયણ’ના આ રેકોર્ડને આજ સુધી કોઈ તોડી શક્યું નથી. રસપ્રદ વાત તો એ છે કે રામાનંદ સાગરની ‘રામાયણ’ માત્ર 1987માં જ નહીં પરંતુ આજે પણ લોકપ્રિય છે. લોકડાઉન સમયે, જ્યારે ‘રામાયણ’ ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી, શોનો એક એપિસોડ 77 મિલિયન લોકોએ જોયો, જેમાંઆ સીરિયલ ફરી એકવાર સૌથી વધુ જોવાયેલ શો બની ગઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *