ગટ્ટાનું શાક – રોજ અલગ અલગ શાક શું બનાવવું મૂંઝવણ છે? આજે બનાવો આ નવીન શાક…

ગટ્ટા નું શાક

ગટ્ટા નું શાક મુખ્ય બેસન મા થી બને છે આ રાજસ્થાન ની રેસીપી છે બેસન લોટ બધા ઘર મા હોય છે રાજસ્થાન મા જયારે શાક ના મળે તયારે આ બનાવા મા આવે છે હવે આ શાક બધા લોકપ્રિય થઇ ગયું છે આ શાક 2 રીત બનાવા મા આવે છે દહીં ઓર ટોમેટો મા ખટાસ માટે આમ લસણ ડુંગરી ભી નાખી શકો છો આ શાક જૈન સ્પેશલ છે જૈન લોકો મોસ્ટલી દહીં મા બનાવે છે પરફેક્ટ માપ હોય તો ગટ્ટા સોફ્ટ બને છે ગટ્ટા નો પુલાવ ભી બનાવા મા આવે છે

સામગ્રી

  • 1 કપ બેસન
  • 1 કપ દહીં
  • 2કપ પાણી
  • 1 સ્પૂન જીરું
  • 1 સ્પૂન અજમો
  • 2 સ્પૂન મરચું
  • 1 સ્પૂન હળદર
  • 1 સ્પૂન ધાણાજીરું
  • 2 સ્પૂન મીઠુ
  • 4 સ્પૂન ઓઈલ
  • 3 સ્પૂન ઘી
  • 1 સ્પૂન વરિયાળી
  • 1 સ્પૂન મેથી
  • 1/2 સ્પૂન આખા ધાણા
  • તજ લવિંગ, તમાલ પત્ર લીંબડો આખુ લાલ મરચું
  • રોટલી

રીત

ચણા ના લોટ માં ઓઇલ મરચું હળદર જીરું અજમો હિંગ 2 સ્પૂન દહીં મીઠુ નાખો. તેનો લોટ બધો. તેના રોલ કરો ઓઈલ નાખવા થી ગટ્ટા સોફ્ટ બનશે

હવે તેને બોઈલ વોટર માં બોઈલ કરો 15 મિનિટ માટે બોઈલ કરો . એક બોઉલ માં દહીં ચણા લોટ પાણી થોડું લોટ નાખી ને મિક્ષચ રેડી કરો.

હવે એક પેન મા ઘી ગરમ કરો તેમાં બધા ખડા મસાલા નાખો હવે એ થઇ એટલે તેમાં દહીં નાખો દહીં પ્રોપર રીતે મિક્સ કરો

હવે દહીં 2. મિનિટ માટે થવા દો હવે તેમાં બધા મસાલા કરો મીઠુ, મરચું, હળદર એન્ડ ધાણા જીરું હવે મિક્સર 2 મિનિટ માટે ઉકાળો

હવે આપણા ગટ્ટા બોઈલ થઇ ગયા છે તેને કટ કરી લો

દહીં વાળા મિક્સર રેડો હવે આ શાક 10 મિનિટ માટે ઉકાળો

ગટ્ટા પ્રોપર રીતે મિક્સ થઇ જશે સોફ્ટ થઇ જશે આ સબ્જી રોટલી સાથે સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *