ઘરે જ બનાવો હોટેલ જેવી જ પણ ઇન્સ્ટન્ટ વેજ કોલ્હાપુરી સબ્જી ! સરળ રેસીપી જાણી આજે જ બનાવવા લલચાશો !

કેટલીક વાનગીઓ આપણે સ્પેશિયલી હોટેલમાં જ ખાતા હોઈએ છીએ અને તેને ઘરે બનાવવાની ઝંઝટમાં નથી પડતી. પણ આજે માર્કેટમાં એવી ઘણી બધી ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ ઉપલબ્ધ છે કે આપણે ગણતરીની મિનિટોમાં સારી સારી વાનગીઓ ઘરે જ ખુબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. આજે ક્રીતીકા બેન દ્વારા ઇન્સ્ટન્ટ મસાલામાંથી વેજ કોલ્હાપુરી સબજી બનાવવામાં આવી છે. આ રેસીપી જોઈ તમે આજે જ વેજ કોલ્હાપુરી બનાવશો.

વેજ કોલ્હાપુરી સબ્જી બનાવવા માટેની સામગ્રી

1 મિડિયમ સાઇઝનું ગાજર

1 મિડિયમ સાઇઝનું બટાટુ

75 ગ્રામ વટાણા

75 ગ્રામ ફણસી

બે મિડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી

બે ટેબલ સ્પૂન જીણું સમારેલુ કેપ્સીકમ

2 ટેબલ સ્પૂન પનીર

જરૂરિયાત પ્રમાણે જીણી સમારેલી કોથમીર

1 ચમચી લાલ મરચુ પાઉડર

1 ચપટી ફુડ કલર (ઓપ્શનલ)

3 ટેબલ સ્પૂન તેલ

સ્વાદ પ્રમાણે મીઠુ

વેજ કોલ્હાપુરી મિક્સ ઇન્સ્ટન્ટ મસાલો (80 ગ્રામ)

વેજ કોલ્હાપુરી સબ્જી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ અહીં સામગ્રીમાં જણાવવામાં આવ્યા છે તે પ્રમાણે બધી જ સબ્જીઓ સમારી લેવી અને તેને એકથી-બે ગ્લાસ પાણીમાં થોડું મીઠુ અને ચપટી ખાવાનો સોડા નાખીને 2-3 મિનિટ માટે બ્લાન્ચ કરી લેવું એટલે કે તેને ઉકાળી લેવા. આમ કરવાથી સબ્જી કાચી પાકી બફાઈ જશે. હવે તેને બાજુ પર મુકી દેવા.

હવે સૌ પ્રથમ વેજ કોલ્હાપુરીનો જે મિક્સ ઇસ્ટન્ટ મસાલો છે તેને એક બોલમાં લઈ લેવો. સુપર માર્કેટ તેમજ કરિયાણાની દુકાન પર પંજાબી સબ્જીઓના જે ઇન્સ્ટન્ટ મસાલાઓ મળે છે ત્યાં આ મસાલો સરળતાથી મળી જશે.

હવે આ ઇનસ્ટન્ટ વેજ કોલ્હાપુરીના મસાલામાં અરધો કપ પાણી ઉમેરીને આ મસાલાની એક સ્મુધ પેસ્ટ બનાવીને તૈયાર કરી લેવી. પેસ્ટ

તૈયાર થઈ જાય એટલે તેને થોડીવાર માટે બાજુ પર મુકી દેવી.

હવે એક ઉંડુ પેન લેવું. તેમાં તેલ ઉમેરી દેવું. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવવામાં આવી હોવાથી થોડું વધારે તેલ લેવામાં આવ્યું છે. જેને તમે ઘટાડી શકો છો. હવે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી. તેને તેલમાં બરાબર મિક્સ કરી લેવી. અને ગેસ થોડો ફુલ કરી લેવો.

હવે ટામેટાની પ્યુરીની સાથે સાથે તેમાં જીણા સમારેલા કેપ્સીકમ પણ ઉમેરી દેવા અને આ બન્નેને તેલમાં બરાબર સાંતળી લેવા. આ દરમિયાન ગેસ ફાસ રાખવો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

ટામેટામાંથી તેલ છુટ્ટુ પડે એટલે સમજી જવું કે ટામેટા સંતળાઈ ગયા છે. હવે તેમાં તૈયાર કરેલી ઇન્સ્ટન્ટ વેજ કોલ્હાપુરી મસાલાની પેસ્ટ છે તે ઉમેરી દેવી. તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવી.

પેસ્ટને બરાબર મિક્સ કરી લીધા બાદ તેમાં એક ચમચી લાલ મરચુ પાઉડર અને ચપટી ફુડ કલર ઉમેરી દેવો. હવે તમને ગમતી તીખાશ પ્રમાણે લાલ મરચુ ઉમેરી શકો છો. અને ફુડ કલર અહીં ઓપ્શનલ છે તેને તમે અવોઈડ કરી શકો છો.

હવે આ બધી જ સામગ્રીને 2-3 મિનિટ માટે સાંતળી લીધા બાદ બાફીને તૈયાર કરેલા મિક્સ વેજિટેબલ તેમાં ઉમેરી દેવા.

હવે વેજિટેબલ ઉમેરી લીધા બાદ તેમાં એક કપ પાણી ઉમેરી દેવું. અહીં તમે તમને જોઈતી ગ્રેવીની થીકનેસ પ્રમાણે પાણી ઉમેરી શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી લેવું.

હવે તેને 2-3 મિનિટ માટે કુક થવા દેવું. ધીમે ધીમે ગ્રેવીમાંથી તેલ છુટ્ટુ પડવા લાગશે અને ગ્રેવી થીક થવા લાગશે. આ સ્ટેજ પર તમે સબ્જીને ટેસ્ટ કરી શકો છો અને તેમાં મીઠું વિગેરે ઉમેરી શકો છો. સામાન્ય રીતે બજારમાં મળતા ઇન્સ્ટન્ટ સબ્જી મસાલામાં મીઠુ પહેલેથી જ ઉમેરેલું હોય છે માટે અહીં મીઠુ ઉમેરવામાં નથી આવ્યું.

હવે તેમાં 2 ટેબલ સ્પૂન છીણેલુ પનીર ઉમેરી દેવું. હવે તેને સબ્જીમાં બરાબર મિક્સ કરી દેવું. અને અરધી મિનિટ બાદ ગેસ બંધ કરી દેવે.

ગેસ બંધ કરી લીધા બાદ તેમાં 2 ચમચી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી. કોથમીરથી એક અલગ જ સોડમ આવે છે માટે કોથમીર ચોક્કસ ઉમેરવી. કોથમીર ઉમેર્યા બાદ તેને બરાબર મિક્સ કરી લેવી.

હવે તેને સુંદર મજાના બોલમાં સર્વ કરી દેવી. તો તૈયાર છે હોટેલ જેવી જ પણ ઇન્સ્ટન્ટ વેજ કોલ્હાપુરી સબ્જી. તેને તમે નાન, પરોઠા અને ડુંગળી, પાપડ તેમજ છાશ સાથે સર્વ કરી શકો છો. અને રેસ્ટોરન્ટની મજા ઘરે જ માણી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

વેજ કોલ્હાપુરી સબ્જી બનાવવા માટે વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *