ફ્રેશ જાંબુ આઈસક્રીમ – ઉનાળા માં ઠંડો ઠંડો આઈસક્રીમ ઘરે બનાવશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે.

આજે આપણે ફ્રેશ જાંબુ આઈસક્રીમ બનાવીશું,આ નાના બાળકો ને તો ભાવશે જ અને મોટા ને પણ ભાવશે તો આ ઉનાળા માં ઠંડો ઠંડો આઈસક્રીમ ઘરે બનાવશો તો ખાવાની મજા જ કંઈક અલગ આવશે.જાંબુ તો ખૂબ જ ગુણકારી છે તેમાં વિટામિન સી અને આયન સારા એવા પ્રમાણમાં હોય છે જાંબુ આખ,હાથ,સ્કિન, તીથ આ બધા ને મદદ કરે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે.

સામગ્રી

  • કન્ડેન્સ મિલ્ક
  • ફ્રેશ ક્રીમ
  • ફ્રેશ જાંબુ નો પલ્પ
  • મિલ્ક પાવડર

રીત

1- સૌથી પહેલા આપણે જાંબુ નો પલ્પ કઈ રીતે લેવો તે જોઈશું જ્યારે જાંબુ ની સીઝન હોય ત્યારે પાકા જાંબુ લેવાના છે અને હાથ થી તેના ઠળિયા કાઢી નાખવા ના છે અને જે પલ્પ છે તેને મિક્સર માં ક્રશ કરી લેવાનો છે.

2- હવે તે પલ્પ ને ડબ્બા માં ભરી ને મૂકી દઈશું બીજું કઈ જ કરવાની જરૂર નથી તેમાં ખાંડ નાખવાની પણ જરૂર નથી અને તેને ફ્રીઝર માં મૂકી દો તો એવું ને એવું જ રહેશે,તે બગડશે પણ નહીં આ ડાયાબીટીસ ના પેશન્ટ માટે તો ખૂબ લાભદાયી છે.

3- કારણકે જાંબુ ડાયાબીટીસ કંટ્રોલ કરવામાં મદદ કરે છે તો આવું તમે સ્ટોર કરી ને મૂકી દો તો જ્યુસ કે આઈસક્રીમ કઈ પણ બનાવી શકો છો તો ચાલો આઈસક્રીમ બનાવવાનું શરૂ કરીએ.

4- સૌથી પહેલા એક મોટા બાઉલ માં આઈસ ક્યૂબ લઈશું તેની પર એક નાનો બાઉલ લઈશું હવે તેમાં ફ્રેશ ક્રીમ એડ કરીશું હવે તેમાં ૩/૪ કપ મિલ્ક પાવડર એડ કરીશું.

5- હવે તેને મિક્સ કરી લઈશું ધ્યાન રાખવાનું છે કે તેમાં કોઈ ગઠા ના પડે હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બધું સરસ મિક્સ કરી લઈશું.હવે આપણે અડધો કપ કન્ડેન્સ મિલ્ક એડ કરીશું,હવે બધું મિક્સ કરી લઈશું બહાર ના આઈસક્રીમ માં જેટલી સુગર હોય એટલી આમાં નઈ લાગે.

6- જે લોકો ડાયટ કરતા હશે તેમના માટે તો બેસ્ટ ઓપ્શન છે કારણકે આઈસક્રીમ ખાવાનું મન તો બધા ને થાય હવે તે બરાબર મિક્સ થઈ ગયું છે હવે તેમાં ફ્રેશ પલ્પ છે તે લગભગ અડધો કપ છે તે એડ કરીશું.

7- પલ્પ તમે વધારે કે ઓછો કરી શકો છો તો હવે તેમાં અડધો કપ જાંબુ નો પલ્પ એડ કરીશું.આમાં આપણે કોઈ સુગર એડ નથી કરી ખાલી પલ્પ જ છે આમાં હિમોગ્લોબીન પણ વધારે હોય છે.

8- હવે તેને બધું સરસ મિક્સ કરી લઈશું તમે વિડિયો માં જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવ્યો છે આપણ ને એમ થાય કે ઘરે આઈસક્રીમ બનાવો તો બહુ કડાકૂટ છે પણ આમાં કોઈ કડાકૂટ નથી એકદમ ઈઝી છે હવે આને આપણે સેટ કરવા મુકીશું.

9- હવે આ રેડી છે હવે તેને એક ડબ્બા માં સેટ કરવા મૂકી દઈશું હવે તેને દસ થી બાર કલાક માટે મૂકી દઈશું તે સેટ થઈ જાય એટલે તેને સર્વે કરીશું.

10- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ સેટ થઇ ગયો છે તો તૈયાર છે ફ્રેશ જાંબુ આઈસક્રીમ,આ ઉનાળા માં તમે ચોક્કસથી ટ્રાય કરજો,તો તમે જરૂર થી બનાવજો ખાજો અને ખવડાવજો.


રસોઈની રાણી : કોમલ ભટ્ટ

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *