IPLનું ટાઈટલ જીત્યા બાદ મેદાનમાં જ ધોનીને ભેટી પડી તેની પત્ની અને પુત્રી, જુઓ વીડિયો

ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી એક વખત મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ઈતિહાસ રચી દીધો છે. ચેન્નઈએ ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ દરમિયાન, CSK ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

image source

ચેન્નાઈ જીત્યા બાદ, પ્રેક્ષક ગેલેરીમાં હાજર ધોનીની પત્ની સાક્ષી અને તેમની પુત્રી જીવા મેદાન પર આવી ગયા અને ધોનીને ભેટી પડ્યા, તેને ધોનીના પરિવારનો પરફેક્ટ વીડિયો કહેવામાં આવી રહ્યો છે. તે જ સમયે, અન્ય એક વીડિયોમાં સાક્ષી ચેન્નઈની જીત બાદ ખુશીથી ડાન્સ કરતી જોવા મળી હતી.

ચેન્નઈએ ચોથી વખત ખિતાબ જીત્યો

દુબઈમાં રમાયેલી મેચમાં ચેન્નઈએ કોલકાતાને 27 રનથી હરાવ્યું હતું. ચેન્નાઈએ અગાઉ 2010, 2011 અને 2018 માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ચેન્નઈનું આ ચોથું ટાઇટલ છે. ધોની હવે રોહિત શર્મા બાદ સૌથી વધુ IPL ટાઈટલ જીતનાર કેપ્ટન બની ગયો છે. ફાઇનલ દરમિયાન ધોની, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ અને અન્ય તમામ ખેલાડીઓની પત્ની અને પરિવાર મેદાનની પ્રેક્ષક ગેલેરીમાં હાજર હતા. તેણે ટીમને ઘણું પ્રોત્સાહન આપ્યું.

કોલકાતા ત્રીજી વખત ચેમ્પિયન બનવાનું ચૂકી ગયું

ફાઇનલ મેચમાં ધોનીએ ટોસ હાર્યો અને ટીમે પ્રથમ બેટિંગ કરી અને કોલકાતા સામે 192/3 રન બનાવ્યા. ચેન્નાઈના ઓપનર ફાફ ડુ પ્લેસિસે (86) રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે ચેન્નઈનો ટોપ સ્કોરર હતો. 193 રનના ટાર્ગેટનો પીછો કરતા કેકેઆર માત્ર 165/9 જ બનાવી શકી અને મેચ 27 રને હારી ગઈ.

image source

આ પહેલા કોલકાતા બે વખત આઈપીએલની ફાઇનલમાં પહોંચ્યું હતું. કોલકાતાની ટીમ વર્ષ 2012 અને 2014 બંનેમાં ચેમ્પિયન બની હતી. બંને વખત ટીમનો કેપ્ટન ભારતનો ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર હતો.

આઈપીએલ 2021 નો ખિતાબ જીત્યા બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. જ્યારે 40 વર્ષીય એમએસ ધોનીને પૂછવામાં આવ્યું કે શું અમને આવતા વર્ષે પણ ‘થાલા’નો જાદુ જોવા મળશે. ત્યારે ધોનીએ જવાબ આપ્યો કે તેણે હજુ સુધી કંઈ છોડ્યું નથી. આવી સ્થિતિમાં, ચાહકો આવતા વર્ષે પણ તેમના પ્રિય કેપ્ટનનો જલવો જોઈ શકે છે.

image source

કોમેન્ટેટર હર્ષ ભોગલેએ આઈપીએલ 2021ની ફાઇનલ બાદ મહેન્દ્ર સિંહ ધોનીને પૂછ્યું કે શું તમે આવતા વર્ષે પણ ક્રિકેટ રમતા જોવા મળશો. ત્યારબાદ એમએસ ધોનીએ કહ્યું કે તે મારા પર નહીં પણ બીસીસીઆઈ પર નિર્ભર કરે છે, કારણ કે બે નવી ટીમો આવી રહી છે, રિટેન માટે નિયમો બનાવવામાં આવશે, આવી સ્થિતિમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે જે શ્રેષ્ઠ છે તે કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *